Chapter Chosen

નૂતન વિશ્વ તરફ પ્રયાણ

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ 9

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
સયુક્ત રાષ્ટ્રોના અંગ તરીકે આર્થિક-સામાજિક સમિતિની સમજ આપો. 

સંયુકત રાષ્ટ્રોની સ્થાપના કરવામાં આવી ? 

Advertisement
દ્વિતિય વિશ્વયુદ્ધના પરિણામો લખો. 

1. આર્થિક પરિણામો : દ્વિતિય વિશ્વયુદ્ધમાં ભાગ લેનાર દરેક રાષ્ટ્રને ભારે ખર્ચ થયો.

અમેરિકાને 350 અબજ ડૉલરનો અને બીંજાં રાષ્ટ્રોને લગભગ 1 અબજ ડૉલર કરતાં પણ વધું ખર્ચ થયો.

આ યુદ્ધમાં જેટલા ડોલર ખર્ચ થયો હતો એટલી જ કિંમતની મિલકતનો નાશ થયો હતો.

ઈંગ્લૅન્ડે લગભગ 2 હજાર કરોડ પાઉન્ડની મિલકતો ગુમાવી.

આ યુદ્ધમાં ભગ લેનાર બધા દેશોનું અર્થતંત્ર છિન્નભીન્ન થઈ ગયું. યુરોપના દેશોમાં ચીજવસ્તુઓની અછત, મોંઘવારી, બેકારી, ભુખમરો વગેરે સમસ્યાઓ ઊભી થઈ. લોકોનું આર્થિક જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. વિશ્વના બધા દેશોમાં મહામંદી પ્રસરી.

2. ચીનમાં સામ્યવાદી સરકારની સ્થાપના : ઈ.સ. 1917માં રશિયામાં થયેલી બૉલ્શેવિક ક્રાંતિથી ચીન સહિત વિશ્વનાં અનેક રાષ્ટ્રો પ્રભાવિત થયાં હતા.

દ્વિતિય વિશ્વયુદ્ધ બાદ જાપાનની તાકાત ઘટી ગઈ હતી. પરિણામે ચીન પરનો તેનો પ્રભાવ ઓસરી ગયો.

આ પરિસ્થિતિનો લાભ લઈ ચીનમાં માઓ-ત્સે-તુંગના નેતૃત્વ નીચે ક્રાંતિ થઈ. ક્રાંતિને અંતે ઈ.સ. 1949માં ચીનમાં સામ્યવાદી સરકારની સ્થાપના થઈ.

3. ઠંડું યુદ્ધ : દ્વિતિય વિશ્વ યુદ્ધ પછી વિશ્વના રાજકારણમાં અમેરિકા તરેફી અને રશિયા તરફી એ બે પરસ્પર વિરોધી વિચારસરણીવાળાં સત્તાજુથો રચાયાં. વિશ્વનાં નાનાં રાષ્ટ્રો પોતાની અનુકૂળતા મુજબ આ બંને સત્તાજુથોમાં જોડાયાં. આ બંને સત્તા જુથોએ એકબીજાનાં મતના ખંડન માટે તેમજ પોતાનાં મતના સમર્થન માટે વાક અને વિચાર યુદ્ધો કરી, શસ્ત્ર વગરની તંગ રાજકીય પરિસ્થિતિનું નિર્માણ કર્યું. જે ‘ઠંડા યુદ્ધ’ તરીકે ઓળખવામાં આવે છે.

4. સયુંક્ત રાષ્ટ્રોની સ્થાપના : દ્વિતિય વિશ્વયુદ્ધ પછી વિશ્વમાં શાંતિ, સલામતિ અને સહ-અસ્ત્ત્વના હેતુથી 24 ઑક્ટોબર, 1945ના રોજ સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના કરવામાં આવી. તેનું મુખ્યાલય યૂ.એસ.એ.ના ન્યુ યૉર્ક શહેરમાં રાખવામાં આવ્યું.


Advertisement

વૈશ્વવિક મહામંદીના ઉદ્દભવની અસરો જણાવો. 


દ્વિતિય વિશ્વયુદ્ધના ઉદ્દભવ માટેનાં જવાબદાર પરિબળોની ચર્ચા કરો.

Advertisement