Chapter Chosen

નૂતન વિશ્વ તરફ પ્રયાણ

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ 9

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

વૈશ્વવિક મહામંદીના ઉદ્દભવની અસરો જણાવો. 


Advertisement
દ્વિતિય વિશ્વયુદ્ધના ઉદ્દભવ માટેનાં જવાબદાર પરિબળોની ચર્ચા કરો.

દ્વિતિય વિશ્વયુદ્ધના ઉદ્દભવ માટેનાં જવાબદાર પરિબળો નીચે મુજબ છે.

1. ઉગ્ર રાષ્ટ્રવાદ : દ્વિતિય વિશ્વયુદ્ધ પછી જર્મની, ઈટાલી અને જાપાનમાં રાષ્ટ્રવાદે ઉગ્ર અને આક્રમક સ્વરૂપ ધારણ કર્યું.

જર્મનીમાં હિટલરના નાઝી પક્ષે અને ઈટાલીમાં મુસોલિનીના ફાસિસ્ટ પક્ષે પ્રજામાં આક્રમક રાષ્ટ્રવાદ વિકસાવ્યો.

જાપાને પણ સામ્રાજ્યવાદી નીતિ અપનાવી લોકોમાં ઉગ્ર રાષ્ટ્રવાદ વિકસાવી તેમને યુદ્ધ માટે તૈયાર કર્યાં. પરિણામે વિશ્વશાંતિ જોખમાઈ.

2. જૂથબંધીઓ : પ્રથમ વિશ્વયુદ્ધ પછી ફ્રાન્સને જર્મનીનો ભય હોવાથી તેણે બેલ્ઝિયમ, પૉલેન્ડ, રુમાનિયા અને ઝેકોસ્લાવેકિયા સાથે મૈત્રીકરારો કર્યા.

ઈટાલીએ ઝેકોસ્લાવેકિયા, યુગોસ્લાવિયા, રુમાનિયા, હંગેરી, તૂર્કી, દ્રીસ, અને ઑસ્ટ્રિયા સાથે કરાર કર્યાં.

ઈટાલીએ જર્મની અને જાપાનના સહયોગથી ‘રોમ-બર્લિન-ટોકિયો’ ધરીની રચના કરી.

રશિયાએ જર્મની, તૂર્કી, લિથુઆનિયા અને ઈરાન સાથે કરાર કર્યાં .

ઈંગ્લૅન્ડ અને ફ્રાન્સે લોકશાહી મૂલ્યો ધરાવતા દેશોનું જૂથ રચ્યું.

3. લશ્કરવાદ : પ્રથમ વિશ્વયુદ્ધ પછી યુરોપના બધ દેશો એકબીજાથી ચડિયાતાં શસ્ત્રોનું ઉત્પાદન કરવા લાગ્યા.

રશિયા અને જર્મનીએ લશ્કરમાં ફરજીયાત ભરતી શરૂ કરી.

યુરોપના દરેક દેશે ભૂમીદળ, નૌકાદળ અને હવાઈ દળની સંખ્યામાં વધારો કર્યો.

જાપાન અને અમેરિકાએ પણ શસ્ત્રસામગ્રી વધારવાની હોડમાં ઝંપલવ્યું. અમેરિકાએ નૌકાદળને શસક્ત બનાવ્યું.

આમ, શસ્ત્રીકરણની દોડે વિશ્વને યુદ્ધકીય વાતાવરણ્માં પલટી નાખ્યું. દ્વિતિય વિશ્વયુદ્ધનાં નગારાં વાગવા લાગ્યાં.

4. રાષ્ટ્રસંઘની નિષ્ફળતા : ઈતાલી, જાપાન અને જર્મની જેવા રાષ્ટ્રો તેમની સામ્રાજ્ય-લાલસા સંતોષવા નાનાં અને નબળા રાષ્ટ્રો પર આક્રમણો કરવા લાગ્યાં.

રાષ્ટ્રસંઘને લશ્કરી પીઠબળ ન હોવાથી એ આક્રમણો રોકવમાં તેને નિષ્ફળતા મળી.

5. વર્સેલ્સની સંધિ : જર્મનીને યુદ્ધ માટે જવાબદાર ગણી તેની પર 6.5 અબજ પાઊન્ડનો જંગી યુદ્ધ દંડ નાંખવામાં આવ્યો.

આ સંધિ મુજબ તેનો રુહર પ્રાંત ફ્રાન્સે પડાવી લીધો.

જર્મનીની રહાએન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખૂલ્લી મૂકવામાં આવી.

જર્મનીના મોટા ભાગના સમૃદ્ધ ખનીજ પ્રદેશો પડાવી લેવામાં આવ્યાં.

વર્સેલ્સની સંધિ જર્મની માટે અન્યાયી અને અપમાનજનક હતી.

તેથી જર્મનીના સરમુખત્યાર હિટલરે આ સંધિને ‘કાગળનું ચીથરુ’ કહીને ફગાવી દેવાની પ્રજાને હાકલ કરી. તેથી જર્મનીની પ્રજાને યુદ્ધનું પ્રોત્સાહન મળ્યું.

વર્સેલ્સની સંધિમાં ઈટાલીની ઉપેક્ષા થઈ હોવાથી તે રોષે ભરાયું હતું. આ સંધિથી જાપાનને પણ ઘણો અસંતોષ હતો.

આમ, વર્સેલ્સની અન્યાયી સંધિમાં જ દ્વિતિય વિશ્વયુદ્ધના બી વવાયાં હતા.

6. અડોલ્ફ હિટલરની સામ્રજ્યવાદી મહત્વકાંક્ષા : હિટલર ઉગ્ર રાષ્ટ્રવાદી અને સૈનિકવાદી માનસ ધરાવતો હતો. તે ગમે તે ભોગે જર્મનીને એકતા, સ્થિરતા અને સમૃદ્ધિ ઈચ્છતો હતો. તેથી તેણે ઉગ્ર સામ્રાજ્યવાદી નીતિ અપનાવી.

12 માર્ચ 1938ના દિવસે હિટલરે ઑસ્ટ્રિયા પર આક્રમણ કરી તેની સત્તા જમાવી.

1 ઑક્ટોબર, 1938ના રોજ તેણે ઝેકોસ્લાવેલિયા પર કબજો જમાવ્યો.

માર્ચ, 1938ના રોજ તેણે લિથુઆનિયાનું મેમેલ બંદર કબજે કર્યું.

આમ, હિટલરે વર્સેલ્સની સંધિનો ભંગ કરી વિશાળ જર્મન રાષ્ટ્રનું સર્જન કર્યું અને પોતાની મહત્વાકાંક્ષા સંતોષી.

હિટલરની સામ્રાજ્યવાદી મહત્વાકાક્ષા દ્વિતિય વિશ્વયુદ્ધ માટે કારણભૂત હતી.

7. જર્મનીનું પોલેન્ડ પરનું આક્રમણ : જર્મનીના સરમુખ્યતાર હિટલરની સામ્રાજ્ય-લાલસાને કારણે યુરોપમાંં યુદ્ધનું વાતાવરણ સર્જાયું હતું.

1 સપ્ટેમ્બર, 1939ના દિવસે હિટલરે પૉલેન્ડ પર આક્રમણ કર્યું.

બ્રિટન અને ફ્રાન્સે જર્મનીને આ યુદ્ધ તાત્કાલિક બંધ કરવા ચેતવણી આપી. પરંતુ જર્મનીએ તેની અવગણના કરી.

તેથી બ્રિટન અને ફ્રાન્સે પોલેંદના રક્ષણ માટે જર્મની સામે યુદ્ધ જાહેર કર્યું. આ રીતે દ્વિતિય વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો.


Advertisement
સંયુકત રાષ્ટ્રોની સ્થાપના કરવામાં આવી ? 

દ્વિતિય વિશ્વયુદ્ધના પરિણામો લખો. 

સયુક્ત રાષ્ટ્રોના અંગ તરીકે આર્થિક-સામાજિક સમિતિની સમજ આપો. 

Advertisement