CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
સંયુક્ત રાષ્ટ્રોની આ સમિતિ અર્થિક અને સામાજિક ક્ષેત્રે ખૂબ મહત્વ ધરાવે છે.
તેની કુલ સભ્યસંખ્યા 54 છે. સામાન્ય સભા તેમની ચૂંટણી દર ત્રણ વર્ષ માટે કરે છે. દર વર્ષે ભાગના સભ્યો નિવૃત થાય છે અને તેટલા જ નવા સભ્યો ચુંટાય છે.
આર્થિક અને સામાજિક સમિતિ-ઈક્રોસોક તે જગતના દેશોની આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને આરોગ્યવિષયક બાબતોનો અભ્યાસ કરી અહેવાલો તૈયાર કરે છે અને તેમના વિકાસ માટે વિવિધ પ્રવૃત્તિઓની ભલામણ કરે છે.
તે ધર્મ, જાતિ કે પ્રદેશના ભેદભાવ વિના જગતની પ્રજાનું જીવનધોરણ ઊંચું લાવવાના પ્રયત્નો કરે છે.
આ સમિતિની દેખરેખ નીચેની તેને પેટા સમિતિઓ વિશ્વભરમાં કામ કરે છે.
‘હું’ વિશ્વ આરોગ્ય સંસ્થા (WorpdHelthOrgnatzation-WHO) : તે વિશ્વના બધા લોકોની તંદુરસ્તીનું ધોરણ સુધારવાનું કામ કરે છે.
‘ફાઓ’ : આંતરરાષ્ટ્રીય અન્ન અને કૃષિ સંસ્થા (Food and Agricalture Organization-FAO) : તે દુનિયાના બધા દેશો કૃષિ-ઉત્પાદનો, જંગલો, મછલીઓ, વગેરેનું ઉત્પાદન વધારવાનું તેમજ પોષણનું ધોરણ ઉંચું લાવવાનું કામ કરે છે.
યુનિસેફ : સંયુક્ત રાષ્ટ્રોનું બાળકો માટેનું આકસ્મિક મદદ ભંડોળ ( United nations International Children’s Emergency Fund-UNESCO) : તે વિશ્વના બાળકોનું સ્વાસ્થ્ય સુધારવા પૌષ્ટિક આહારની અને બાળકલ્યાણની પ્રવૃત્તિઓ કરે છે.
યુનેસ્કો : સંયુક્ત રાષ્ટ્રોની શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંસ્થા (United Nations Educational Scientific culctural Organization- UNESCO) : તે દુનિયાના બધા દેશોમાં શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા આંતરરાષ્ટ્રીય સહકાર વધારવાનું કામ કરે છે.
વૈશ્વવિક મહામંદીના ઉદ્દભવની અસરો જણાવો.