CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
‘ઠંડા યુદ્ધ’નાં પરિણામોની સંક્ષેપમાં ચર્ચા કરો.
ઠંડા યુદ્ધના સમયગાળા દરમિયાન બંને મહાસત્તાઓ અમેરિકા અને સોવિયેત યુનિયન અનેક વખત આમનેસામને આવી, પરંતુ બંને પાસે પરમાણુ શસ્ત્રો અને દૂરસંચાર મિસાઈલો હોવાથી વિશ્વ ભયંકર મહાયુદ્ધમાંથી બચી ગયું.
બંને મહાસત્તાઓ વચ્ચે શરૂ થયેલી શસ્ત્રસ્પર્ધા પરાકાષ્ઠાએ પહોંચી.
દુનિયાનાં મુખ્ય શક્તિશાળી રાષ્ટ્રોના વચ્ચેના આંતરસબંધોમાં આમૂલ પરિવર્તન આવ્યું.
દ્વિતિય વિશ્વયુદ્ધના અંતે જગતમાં એકલુ જ અણુબૉમ્બ જેવું વિનાશકારી શસ્ત્ર ધરાવતું હતું. પરંતુ ઈ.સ. 1949માં સોવિયેત યુનિયને સફળ અણુખતરો કરી પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું.
વિશ્વના મોટા ભાગના દેશોને એકબીજા પ્રત્યે ભારોભાર અવિશ્વાસ હતો. તેમને એકબીજાનો ભય સતાવતો હતો. તેથી તેઓ જગતના એક યા બીજા લશ્કરી જુથમાં જોડાયા.
સંયુક્ત રાષ્ટ્રસંઘના હેતુઓ જણાવો.