Chapter Chosen

કોષચક્ર અને કોષવિભાજન

Book Chosen

જીવવિજ્ઞાન સેમિસ્ટર 1

Subject Chosen

જીવવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement

સમભાજનના મુખ્ય તબક્કાઓ આકૃતિ દોરી સમજાવો.
                          અથવા
સમભાજન પ્રકારના કોષવિભાજનની મુખ્ય ચાર અવસ્થાઓ સમજાવો.


સમભાજન પ્રક્રિયા સળંગ છે. અભ્યાસની સરળતા ખાતર તેના ચાર તબક્કાઓ (અવસ્થાઓ) પાડવામાં આવે છે:
1. પૂર્વાવસ્થા (Prophase) : આંતરાવસ્થાના G2 તબક્કાના અંત ભાગથી અવસ્થાનો આરંભ થાય છે.


રંગસુત્રો પોતાની લંબાધારીને અનુસરીને સંકોચન સાથે અવસ્થાની પ્રારંભ કરે છે. જેમ જેમ પૂર્વાવસ્થા આગળ વધે છે, તેમ તેમ સંકોચન પામેલા રંગસુત્રો જોઈ શકાય છે. આ અવસ્થાના અંત ભાગમાં દરેક રંગસુત્ર બે એકલસૂત્રો અને એકલસુત્રોને સાંકળતા એક સેન્ટ્રીમિયર નું બનેલું હોય છે.

અંતરાવસ્થાના S ઉપતબક્કામાં બેવડાયેલ તારાકેન્દ્રના બે એકમો એકબીજાથી ચૂટા પડી કોષના વિરૂદ્ધ
ધ્રુવો તરફ ગતિ કરે છે. તારાકેન્દ્રના દરેક એકમમાંથી ત્રિજ્યાવર્તી ત્રાકનૌં નિર્માણ થાય છે, તે દ્ધિધ્રુવિય ત્રાક તરીકે ઓળખાય છે. તારાકેન્દ્ર નિર્મિત ત્રાક પ્રોટીનના બનેલા કોષરસીય તંતુ છે.

વનસ્પતિકોષમાં તારાકેન્દ્રનો અભાવ છે, છતાં તેમાં દ્ધિધ્રુવીય ત્રાકનું સર્જન તેના કોષ રસ વડે કરાય છે.
પૂર્વાવસ્થાના અંતે કોષકેન્દ્રપટલ અને કોષકેન્દ્રીકાનો લોપ થાય છે. રંગસૂત્રો સમગ્ર કોષરસમાં પ્રસરે છે.

2 . ભાજનાવસ્થા (Metaphase) :
કોષકેન્દ્રપટલ અને કોષકેન્દ્રીકાના સંપુર્ણ અદ્રશ્ય થવા સાથે સમવિભાજનનો બીજો તબક્કો શરૂ થાય છે. આ અવસ્થામાં રંગસુત્રોનું પૂર્ણૅ સંકોચન થવાથી સૂક્ષ્મદર્શક યંત્ર વડે સ્પષ્ટ જોઈ શકાય છે.


આ તબક્કે દરેક રંગસૂત્ર બે રંગસૂત્રીકાઓ અને તેને સાંકળતું સેન્ટ્રોમિયર ધરાવે છે. વળી, સેન્ટ્રોમિયરની સપાટી પર તકતી જેવી કાઈનેટોકોર્સ રચાનાઓ આવેલી છે, તે ત્રાકતંતુના જોડાણસ્થાન તરીકે વર્તે છે.

દ્ધિધ્રિવિય ત્રાકનું નિર્માણ સંપૂર્ણ થતાં, કોષરસમાં વેરવિખેર રંગસૂત્રો તેના સન્ટ્રોમિયર વડે ત્રાકતંતુના છેડે કોષના વિષુવવૃત પ્રદેશ (મધ્યવિસ્તાર) પર એક પંક્તિમાં ગોઠવાય છે. આ વિસ્તાર કોષના વિષુવવૃત
તલ (ભાજનતલ) તરીકે ઓળખાય છે.

સમભાનજ માટે ભાજનતલ પર થતી રંગસુત્રની ગોઠવણી ખુબ મહત્વની છે.

3 . ભાજનોત્તરાવસ્થા (Anaphase) :
આ અવસ્થામાં દરેક રનગસુત્રનું તેના સેન્ટ્રોમિયર સ્થાનેથી
વિભાજન થાય છે. દરેક રંગસૂત્રના બે એકલસુત્ર પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ વહેંચાય છે.


ત્રાકતંતુઓ ક્રમશ: ટુંકા થતાં, એકલસુત્રો પોતાના ધ્રુવ તરફ ગતી કરે છે.

આ અવસ્થાને અંતે દરેક ધ્રુવ તરફ ગતી કરે છે.

આ અવસ્થાને અંતે દરેક ધ્રુવ પર એકત્ર થતી રંગસૂત્રીકાઓની સંખ્યા મૂળ કોષમાં રહેલાં રંગસૂત્રો જેટલી જ હોય છે.

હવે, સ્વતંત્ર સેન્ટ્રોમિયર ધરાવતી દરેક રંગસુત્રિકા રંગસુત્ર તરીકે ઓળખાય છે.

4. અંત્યાવસ્થા (telophase) :
આ અવસ્થાને ભાજનાન્તિમાંવસ્થા કહે છે.
ભાજનોત્તરાવસ્થાના અંત ભાગ દરેક ધ્રુવ પર એકઠાં થયેલા રંગસુત્રો વિસ્તરણ પામી રંગતત્વજાળ રચે છે અને અંતે રંગસુત્રદ્રાવ્યમાં ફેરવાય છે. હવે રંગસુત્રો સ્પષ્ટ જોઈ શકતાં નથી.


આ દરમિયાન વિશિષ્ટ રંગસુત્રના કોષ કેન્દ્રીકા આયોજક પ્રદેશ પર કોષકેન્દ્રીકાનું સર્જન થાય છે.

અવસ્થાના અંત ભાગમાં બંને ધ્રુવો પર નવા કોષકેન્દ્રપટલનું સર્જન થતા બંને ધ્રુવીય વિસ્તારોમાં બે નવાં કોષકેન્દ્રો અસ્તિત્વમાં આવે છે. દરેક કોષકેન્દ્ર પિતૃકોષમાં હોય તેટલા જ રંગસુત્રો ધરાવે છે.

ગોલ્ગીપ્રસાધન અને અંતઃકોષરસજાળ પુનઃપ્રસ્થાપિત થાય છે.

કોષકેન્દ્રવિભાજનનો આ અંતિમ તબક્કો છે. તેમાં પૂર્વાવસ્થામાં થતી ઘટનાઓથી વિરુદ્ધ ઘટનાઓ જોવા મળે છે.

Advertisement

કઈ દેહધાર્મિક ક્રિયા દ્રારા જનીનદ્રવ્યની સમાન રીતે વહેંચણી થાય છે ?

  • વિકાસ

  • અંકુરણ

  • વિભાજન

  • વૃદ્રિ


કેર્યોકાઈનેસ (kaaryokinesis) : એટલે શું ? આ ક્રિયાની અવસ્થાઓ સમજાવો.


બધા જ સજીવોનો પાયાનો ગુણધર્મ કયો છે ?

  • વૃદ્ધિ 

  • અંકુરણ

  • પ્રકાશસંશ્લેષણ

  • લિંગી પ્રજનન


વૃદ્ધિ માટે કયાં પરિબળો જરૂરી છે ?

  • જનીનદ્રવ્ય બેવડાય અને જનીંદ્રવ્ય વિભાજન દ્રારા બાળકોષ મેળવે.

  • કોષોના જથ્થામાં વધારો થવો, જનીનદ્રવ્યો બેવડાવાં અને સમાન જનીનદ્રવ્ય વિભાજન દ્રારા બાળકોષ મેળવે.

  • કોષોના જથ્થામાં વધારો થવો, જનીનદ્રવ્યો બેવડાવાં.

  • કોષોના જથ્થામાં વધારો થવો, સમાન જનીનદ્રવ્ય વિભાજન દ્રારા બાળકોષ મેળવે છે.


Advertisement