Chapter Chosen

વ્યક્તિત્વ

Book Chosen

મનોજ્ઞાન ધોરણ 11

Subject Chosen

મનોવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
વ્યક્તિત્વનો અર્થ આપી, વ્યક્તિત્વનો પ્રકારલક્ષી અભિગમ સમજાવો. 

વ્યક્તિત્વનો મનોત્યાગાઅત્મક અભિગમ સમજાવો. 

આઈઝેન્કની વ્યક્તિત્વ પ્રશ્નાવલી સમજાવો. 

'સ્વ' એટલે શું ? 'સ્વ'ની વ્યાખ્યા અને સ્વરૂપ ચર્ચો.

Advertisement
ટુંકનોંધ લખો.
વ્યક્તિને અસર કરતાં પરિબળો

મનોવિજ્ઞાનના વિકાસના શરૂઆતનાં વર્ષોમાં એમ માનવામાં આવતું હતું કે વ્યક્તિત્વના વિકાસના નિર્ણાયક પરિબળ તરીકે જૈવિય વારસો જ મુખ્ય બાબત છે. વ્યક્તિનું વ્યક્તિત્વ એને માતાપિતા તરફથી મળેલા અમુક પ્રકરના વારસાનુંં જ પરિણામ છે.

આ વિચારસરણીની સામે પર્યાવરાણનું મહત્વ દર્શાવતી વિચારસરણી અસ્તિત્વમાં આવી.

મનોવિજ્ઞાનનો જેમ જેમ વિકાસ થતો ગયો તેમ તેમ સંશોધનો દ્વારા બંને વિચારસરણીને વૈજ્ઞાનિક રીતે ચકાસવામાં આવી. અભ્યાસોએ જણવ્યુ કે વ્યક્તિત્વનાં બંંધ પાસાઓની સમજૂતી માત્ર વારસાગત પરિબળો કે પર્યાવરણનાં પરિબળોથી આપી શકાય નહિ. વ્યક્તિત્વનું દરેક પાસુંં બંને પ્રકારનાં પરિબળો વચ્ચેની આંતર ક્રિયાનું પરિણામ છે.

વ્યક્તિના વિકાસને અસર કરતાં અનેક પરિબળો અંગે અભ્યાસો થયા છે. તે પૈકી મુખ્ય પરિબળો નીચે મુજબ છે.

1. જૈવિય પરિબળો : જૈવિય પરિબળ એ વ્યક્તિને ચોક્કસ આકાર આપનારું મહત્વનું અને પાયાનું પરિબળ છે. દરેક માનવીને માનવીના વર્ગનો જૈવિય વારસો પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત દરેક માનવીને પોતાના માતા-પિતાના વંશનો વિષિષ્ટ વારસો પ્રાપ્ત થાય છે.

અમુક કુટુંબના સભ્ય હોવાથી વ્યક્તિને તેના વિસ્તૃત કુટુંબનો વારસો મળે છે.

દરેક વ્યક્તિને માતા-પિતાનાં 23-23 રંગસુત્રો દ્વારા પ્રત્યક્ષ રીતે વારસો પ્રાપ્ત થાય છે. આ વારસાની એક સળંગ શ્રેણી છે. આ વારસાની શ્રેણીની દરેક કક્ષા લક્ષણની સામાન્યતા અને ભિન્નતા નક્કી કરે છે.

આમ, વ્યક્તિને તેના પ્રાણીવર્ગ, વંશ, કુટુંબ અને માતાપિતા તરફથી મળતાં રંગસુત્રોનાં વિશિષ્ટ સંયોજન અનુસાર વિશિષ્ટ વારસો પ્રાપ્ત થાય છે.

વ્યક્તિના વ્યક્તિગત તફાવતોના ઉદ્દગમસ્થાન તરીકે કેવી રીતે અને કેટલી અસર છે, તે તપાસતા ગોટેસમન અને શિલ્ડઝનો અભ્યાસ નોંધપાત્ર છે.

લગભગ એકસમાન પર્યાવરણમાં ઉછેર પામેલાં 34 એકદળઅને 34 દ્વિદળ જોડિયાં બાળકો તરીકે જન્મેલી વ્યક્તિઓનો તેમણે અભ્યાસ કર્યો હતો.

તેઓના 16 સામાન્ય વ્યક્તિત્વ ઘટકોનું માપન કરતાં માલુમ પડ્યું કે માત્ર બે જ ઘટકો પરના પ્રપ્તાંકો વચ્ચેના સહસબંધાંકો ઊંચા જોવા મળ્યાં હતા.

તેઓનાં માનસિક સ્વાસ્થ્ય સબંધિત ઘટકોનું માપન કરતાં માલુમ પડ્યુ હતું કે દસ ઘટકોમાંથી પાંચ ઘટકોમાં એકદળ જોડિયાં વ્યક્તિઓના પ્રાપ્તાંકો વચ્ચે દ્વિદળ જોડિયાં વ્યક્તિઓના પ્રાપ્તાંકો વચ્ચે દ્વીદળીય જોડિયા વ્યક્તિઓ કરતાં ઊંચા સહસબંધાંકો જોવા મળ્યા હતાં.

આ બંને પરિણામો પરથી કહી શકાય કે સામાન્ય વ્યક્તિત્વ ઘટકોની સરખામણીમાં માનસિક રોગો પ્રત્યેની અભિમુખતામાં જૈવિય ઘટકોનો વારસો નિર્ણાયક પરિબળ તરીકે મહત્વનો ભાગ ભજવે છે.

2. શારીરિક પરિબળો : વ્યક્તિના શરીરની રાસાયણીક સમતુલા, શરીરનું આંતરિક બંધારણ, સ્નાયવિક શક્તિ અને સ્યાનવિક કૌશલ્ય, ઈન્દ્રીય તંત્ર, ગ્રથિતંત્ર, ચેતાતંત્ર વગેરે બાબતો બહ્ય જગત સાથેના વ્યક્તિના સંપર્કનું નિયમન કરે છે.

ઈન્દ્રિય દ્વારા વ્યક્તિ પર્યાવરણના સંપર્કમાં આવે છે, જો કોઈ એક ઈન્દ્રિય બરાબર કામ ન આપે, તો જગત સાથે નો વ્યક્તિનો સંપર્ક અને અનુભવો પ્રાપ્ત કરવાની વ્યક્તિની તકો મર્યાદિત બની જાય છે. પરિણામે વ્યતિત્વ વિકાસનું વર્તુળ સાંકડું બની જાય છે.

વ્યક્તિના શરીરમાં પાણી , ક્ષારો, વિટામિનો પૂરતા પ્રમાણમાં નાહોય, તો શારીરિક ખામી અને કાર્યક્ષમતાની અપર્યાપ્તતા ઉત્પન્ન થાય છે.

વ્યક્તિના શરીરનું ગ્રંથિતંત્ર વ્યક્તિન વ્યત્કિત્વ વિકાસ પર ઊંડી અસર કરે છે. આવેગશિલતા, સ્વભાવ, ક્રિયાશીલતા, ચપળતા, સ્ફૂર્તી, ઝડપ વગેરે બાબતોમાં અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનું કાર્ય મહત્વનું છે. શરીરમમાં અંતઃસ્ત્રાવોનું સમતોલન તુટે તો વ્યક્તિનું વ્યક્તિત્વ કુંઠિત બની જાય છે. અને અમુક સંજોગો વિકૃત બની જાય એવું પણ બને છે.

વ્યક્તિનું ચેતાતંત્ર વ્યક્તિત્વનું સંંગ્રથન અને સંકલન કરવામાં બહુ મહત્વનો ભાગ ભજવે છે. સામાન્ય પ્રતિક્ષેપથી શરૂ કરીને ધ્યાન, સ્મૃતિ, પ્રત્યક્ષીકરણ, શિક્ષણની પ્રક્રિયા, સમસ્યા ઉકેલ, વિચાર, કૌશલ્ય, સર્જનાત્મક વગેરે જેવા ઉચ્ચ મનોવ્યાપારો વ્યક્તિના ચેતાતંત્રની કાર્યક્ષમતા પર મહદ અંશે આધારિત છે. વ્યક્તિ વ્યક્તિ વચ્ચે પણ ચેતાતંત્રનો તફાવત તેમના વ્યક્તિત્વમાં મોટો તફાવત સર્જે છે.

વ્યક્તિના શરીરનું બંધારણ વ્યક્તિના વ્યક્તિત્વના વિકાસ પર અસર કરતું મહત્વનું પરિબળ છે. શારીરિક બંધરણને આધારે વ્યક્તિત્વને સમજાવતા સિદ્ધાંતો વિકાસ પામ્યા છે. શેલ્ડન અને ક્રેશમરે પોતાના અભ્યાસના અંતે વર્ગીકરણ આપ્યું છે અને ચોક્કસ શરીર બંધારણવાળી વ્યક્તિનાં ચોક્કસ શરીર બંધારણ વાળી વ્યક્તિઅના ચોક્કસ પ્રકરનાં વ્યક્તિત્વ લક્ષણો હોવા પર ભાર મૂક્યો છે. શરીરના બંધારણ અને વ્યક્તિના લક્ષણો વચ્ચે અતૂટ સાહચર્ય જોવા મળતું નથી.

વ્યક્તિના માનસિક વલણો, માન્યતાઓ અને અનુભવોની અસર નીચે શારીરિક બંધારણમાં પણ ફેરફાર થાય છે. માનસિક અને શારીરક બંને પ્રકારનાં પાસાઓ વચ્ચે સતત આંતરક્રિયા થાય છે અને તેના પરિણામે વ્યક્તિત્વનું વર્તન ચોક્કસ અકાર ધારણ કરે છે.

3. મનોવૈજ્ઞાનિક પરિબળો : વ્યક્તિત્વના વિકાસમાં બુદ્ધિ, કલ્પનાશક્તિ, પ્રત્યક્ષીકરણ, તર્કશક્તિ, સ્મૃતિ, નિર્ણયશક્તિ વગેરે મનોવૈજ્ઞાનિક પરિબળોનો ફાળો મહત્વનો છે.

આનુવંશિકતા દ્વારા પ્રાપ્ત થતાં આ બધા મનોવૈજ્ઞાનિક ગુણલક્ષણો વ્યક્તિના વિકાસમાં મહત્વની ભુમિકા ભજવે છે.

તેજસ્વી બાળકો સમાજની વિવિધ પરિસ્થિતિઓમાં સરળતાથી સમાયોઅજન સાધી શકે છે અને વિકટ પરિસ્થિતિઓમાં પણ સરળતાથી પોતાનો માર્ગ શોધી શકે છે. તેથી તેજસ્વી બાળકો આત્મવિશ્વાસ ધરાવનારા બને છે, જ્યારે નબળી માનસિક શક્તિઓ ધરાવતાં બાળકો સમાજને વિવિધ પરિસ્થિતિઓમાં માર્ગ શોધી શકતા નથી. આવાં બાળકોમાં આત્મવિશ્વાસનો અભાવ જોવા માળે છે.

4. સામજિક અને સાંસ્કૃતિક પરિબળો : વ્યક્તિના વિકાસમાં કુટુંબ, શાળા, સમાજ, વગેરે જેવા સામાજિક અને સાંસ્કૃતિક પરિબળોનો ફાળો મહત્વનો છે.

કુટુંબ એ સામાજિક વારસો વહન કરતું માધ્યમ છે. વ્યક્તિના વંશ, જ્ઞાતિ, પેટાજ્ઞાતિ, ધર્મ, પ્રાદેશિકતા, ભાષા, તેમજ અનેક સાંસ્કૃતિક બાબતોનું કુટુંબ પ્રતિનિધિત્વ કરે છે.

જે વ્યક્તિને કુટુંબમાં માતા-પિતા સાથેની આંતરક્રિયા અને સંપર્ક પ્રાપ્ત થાય છે તેમાં આંતરક્રિયાના પરિણામે માતા-પિતાનાં વલણો, પૂર્વાગ્રહો, માન્યતાઓ, વિચારતરાહો અને વર્તનભાવો વ્યક્તિમાં સંક્રમિત થાય છે. નિખાલસતા, પ્રામાણિકતા, સામાજિકતા, સંકોચનશીલ સ્વભાવ વગેરે બાબતોના વિકાસમાં વ્યક્તિનાં માતા-પિતા સાથેના મૂળભૂત અનુભવોની અસર લગભગ કાયમી બની જાય છે.

જો કુટુંબમાં બાળકની જરૂરિયાતો યોગ્ય રીતે સંતોષાતી હોય, તો બાળક જ્યારે પુખ્ત બને છે ત્યારે તેનું વ્યક્તિતવ સ્વસ્થ સમતિલિત રહે છે.

કુટુંબના પર્યાવરણના ભાવાત્મક સબંધો એ સૌથી અગત્યનું પાસું છે. કે કુટુંબમાં ભાવાત્મક સબંધનો અભાવ, બાળક પ્રત્યે રસનો અભાવ માતા-પિતા વચ્ચે સતત થતું ઘર્ષણ, માતાપિતા અને બાળક વચ્ચે ‘સાથીદાર’ તરીકેના સબંધનો અભાવ, કુટુંબમાં અગત્યની વ્યક્તિનું મૃત્યુ, છૂટાછેડાને કારણે ખંડિત થયેલ કુટુંબ વગેરે બાબતોના કારણે કુટુંબમાં આવેગિક અસ્થિરતા ઊભી થાય છે.

ઓછું શિક્ષણ મેળવેલાં માતાપિતા વધું ઉશ્કેરાટ અનુભવે છે અને ઓછું આવેગિક નિયંત્રણ ધરાવે છે. માતાપિતાની આવેગિક અસ્થિરતા બળકોની આવેગિક સ્થિરતાનું કારણ બને છે.

સમાજમાં પ્રચલિત સામાન્ય મૂલ્યો, સમાજનું વાતાવરણ વગેરે વ્યક્તિના વ્યક્તિત્વ વિકાસ પર અસર કરે છે. સમાજનું મોકળાશભર્યું વાતાવરણ, સમાજના સભ્યોનું વ્યક્તિ તરફનું પ્રેરક અને પ્રોત્સાહક વર્તન, સામાજિક આંતરક્રિયાઓ માટેની પૂરતી તકો, સમાજ તરફથી સ્નેહ, સોહાર્દ, સહનુભૂતિ, સ્વિકૃતિ વગેરે જો પ્રાપ્ત થાય તો વ્યક્તિને અત્મસફલ્ય અને સર્જનાત્મકતા માટે પુરતી તક મળે છે અને વ્યક્તિના વ્યક્તિત્વનો વિકાસ ઘણો ઉત્તમ રીતે થાય છે.

જો સમાજમાં આનાથી વિપરીત સંજોગો હોય, તો વ્યક્તિનું વ્યક્તિત્વ રૂંધાઈ જાય છે.


Advertisement
Advertisement