Severity: Notice
Message: Undefined offset: 0
Filename: controllers/Study.php
Line Number: 1973
CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
સમૂહ માધ્યમોની સામગ્રી સમાજના વિશાળ સમુદાય સુધી એકસાથે પહોંચી શકે છે. આ માહિતી સમાજના દરેક સભ્યના જ્ઞાનમાં વધારો કરે છે. આધુનિક સમાજ સમૂહ માધ્યમો દ્વારા મંતવ્યો, મતમતાંતરો, માન્યતાઓ,આચારવિચારો, આદર્શો વગેરે માધ્યમો વિશાળ જનસંખ્યા વચ્ચે ઝડપી વિચારવિનિમયની તકો પૂરી પાડે છે અને જાહેર લોકમત કેળવીને તેમને સામાજિક આંદોલન માટે તૈયાર કરે છે. આમ, સમૂહ માધ્યમો લોકોનાં રાજકીય, આર્થિક, ધાર્મિક, નૈતિક વલણો અને વર્તન પર અસર પાડે છે.
બાળક સૌપ્રથમ કુટુંબના સંપર્કમાં આવે છે. કુટુંબ બાળકને સમાજનાં પાયાનાં મૂલ્યો, ધોરણો અને વર્તનવ્યવહારની રીતો શીખવે છે. બાળકે ભવિષ્યમાં જે સામાજિક ભૂમિકાઓ ભજવવાની છે તે માટે કુટુંબ તેને તૈયાર કરે છે. આ માટે જરૂરી ટેવો, કૌશલ્યો, જ્ઞાન તથા આવડતો તેનામાં કેળવે છે. કુટુંબ બાળકને સમાજના લોકાચાર, પરંપરા, રૂઢિ, રિવાજ વગેરેનું જ્ઞાન આપે છે. આથી કુટુંબને સામાજિકીકરણનું પાયાનું અને અગત્યનું માધ્યમ ગણવામાં આવે છે.
માનવી એક સામાજિક પ્રાણી છે. વ્યક્તિ અને સમાજ પરસ્પર સંબંધિત છે. વ્યક્તિ વિનાના સમાજની કલ્પના થઈ શકતી નથી. સમાજ વગર માનવીની સભ્યતા કે સંસ્કૃતિ અસ્તિત્વ ધરાવી શકતી નથી. સંસ્કૃતિ માનવસમાજનું આવશ્યક લક્ષણ છે. માનવીના સામાજિક સંબંધોની રચના સંસ્કૃતિ દ્વારા જ થાય છે. ધર્મ, ભાષા, રીતરિવાજો, સંસ્થાઓ, ધોરણો, મૂલ્યો, આદર્શો, કાયદા વગેરે સંસ્કૃતિનાં વિવિધ તત્વો માનવીનું સામાજિક જીવન શક્ય બનાવે છે.
સંસ્કૃતિનો અર્થ :
કોઈ એક માનવસમાજના બૌદ્વિક, આધ્યાત્મિક અને કલાત્મક વારસાને આપણે તે સમાજની સંસ્કૃતિ કહીએ છીએ. સમાજશાસ્ત્રમાં ‘સંસ્કૃતિ’ એક વિભાવના છે.
સમાજશાસ્ત્રની દ્વષ્ટિએ ‘સંસ્કૃતિ’ એટલે લાંબા સમયથી સમૂહમાં રહેતા માનવીઓએ સમાજના સભ્યો તરીકે બનાવેલી વસ્તુઓ, વિકસાવેલ સર્વમાન્ય વિચારો, માન્યતાઓ, રહેણીકરણીની અને વર્તનવ્યવહારની રીતો, સામાજિક ધોરણો અને રચનાઓનો સંગ્રહ એટલે સંસ્કૃતિ.
જીવન જીવવાની સામાન્ય કલાને સંસ્કૃતિ કહેવામાં આવે છે. જેમાં જ્ઞાતિ, માન્યતા, કલા, નીતિ, કાયદો, રિવાજ અને સમાજના સભ્ય તરીકે માનવીએ પ્રાપ્ત કરેલી યોગ્યતાઓ તથા ટેવોનો સમાવેશ થાય છે.
સંસ્કૃતિની વ્યાખ્યા :
સમાજશાસ્ત્રી મેલિનોવસ્કિએ સામાજિક શાસ્ત્રોના જ્ઞાનકોશમાં ઇ.સ. 1931 માં આપેલી સંસ્કૃતિની વ્યાખ્યા, “સંસ્કૃતિ એ વારસામાં મળેલાં ઓજારો, સાધનો, હથિયારો, ચીજવસ્તુઓ, ટેકનિકી પ્રક્રિયાઓ, વિચારો, ટેવો અને મૂલ્યોની બનેલી છે.”
સમાજશાસ્ત્રી ટાઇલરના મત પ્રમાણે, “સમાજના સભ્ય તરીકે માનવીએ મેળવેલાં જ્ઞાન, માન્યતા, કલા, કાયદા, કાનૂન, નીતિનિયમો, રીતરીવાજો તથા અન્ય સર્વ શક્તિઓ અને ટેવોનો બનેલો સમગ્ર સંકુલ એટલે સંસ્કૃતિ.”
એલી ચિનોઈ ના મત પ્રમાણે. “સંસ્કૃતિ એ પ્રત્યેક સમાજની પોતાની આગવી જીવનશૈલી છે, જે સમાજના સભ્યોના વિચારો, લાગણીઓ અને વર્તનોને અપેક્ષિત ઘાટમાં ઢાળે છે.”
સંસ્કૃતિના પ્રકારો :
1 ભૌતિક સંસ્કૃતિ :
જે પદાર્થોને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ અને સ્પર્શી શકીએ છીએ એ બધી ‘ભૌતિક સંસ્કૃતિ’ છે. માનવીએ પોતાની જરૂરિયાતની પૂર્તી માટે સભ્યતાના પ્રારંભથી ભૌતિક વસ્તુનું ઉત્પાદન કર્યું છે.
સમાજશાસ્ત્રી રૉબર્ટ બર્સ્ટડે ભૌતિક સામગ્રીમાં યંત્રો, સાધનો, વાસણો, મકાનો, માર્ગો, પુલ, કલાકૃતિ, વસ્ત્રો, વાહનો રચરચીલું, ખાદ્યસામગ્રી, દવાઓ વગેરેનો સમાવેશ કર્યો છે.
માનવીના અસ્તિત્વમાં આ બધી ભૌતિક સામગ્રી મહત્વનો ભાગ ભજવે છે. આ સામગ્રી પ્રાપ્ત કરવા માનવી પ્રયત્નો કરે છે. જેથી બીજા માનવી સાથેના સંબંધો મજબૂત બને છે.
2 અભૌતિક સંસ્કૃતિ :
સમાજશાસ્ત્રીઓ અભૌતિક સંસ્કૃતિને ભૌતિક સંસ્ક્ર્તિના જેટલી જ અનિવાર્ય ગણે છે અને તેને વધુ મહત્વ આપે છે.
સમાજશાસ્ત્રી સોરોકીન અભૌતિક સંસ્કૃતિને ‘ભાવનાત્મક સંસ્કૃતિ’ કહે છે.
સમાજશાસ્ત્રી એલી ચિનોઇ અભૌતિક સંસ્કૃતિને બે પેટાવિભાગમાં વગ્રીકૃત કરે છે જે નીચે પ્રમાણે છે :
• બોધનાત્મક અભૌતિક સંસ્કૃતિ : બોધનાત્મક અભૌતિક સંસ્કૃતિ એટલે કુદરતમાંથી કૃતિઓ બનાવવા માટે કોઈ એક ચોક્કસ સાધનનો ઉપયોગ કઈ રીતે કરવો તે અંગેનું જ્ઞાન.
• ધોરણાત્મક અભૌતિક સંસ્કૃતિ : ધોરણાત્મક અભૌતિક સંસ્કૃતિ સમાજે લાદેલા નિયમો, મુલ્યો, માન્યતાઓ, વિચારો અને વસ્તુઓ અંગેના નિર્ણયોની બનેલી હોય છે.
લોકરીતિ, રૂઢિ, નિષેધ, કાયદા, લોકાચાર, રિવાજ, ફૅશન, ધર્મક્રિયા, વિધિ, શિરસ્તા, શિષ્ટાચાર, નિયમો વગેરે અગત્યના ધોરણો છે.
લોકરીતિ એટલે સમાજે સાહજિક રીતે સ્વીકારેલી અને વ્યવહારમાં પ્રચલિત બનેલી વર્તનવ્યવહારની પદ્વતિ. દા. ત., વ્યક્તિને આવકાર આપવા માટે તેને નમસ્કાર કરવા અને તેની સાથે હાથ મિલાવવા,
રૂઢિ એટલે એવી લોકરીતિ કે જેને લોકકલ્યાણની દ્વષ્ટિએ અને સમાજની નીતિમત્તાની જાળવણીની દ્વષ્ટિએ અત્યંત મહત્વની માનવામાં આવી હોય. દા. ત., સગા ભાઇ-બહેનના લગ્નને અનૈતિક ગણવાનું ધોરણ.
કાયદા એટલે રાજ્યની અદાલતે સ્વીકારેલા, અર્થઘટન કરેલા અને નિશ્વિત પરિસ્થિતિને લાગુ પડતા નિયમો. દા. ત., ભારતમાં લગ્ન અંગેના કાયદા, મિલકત અંગેના કાયદા વગેરે. કાયદાનો ભંગ કરનાર વ્યક્તિને ઠપકાથી શરૂ કરીને દેહાંતદંડ સુધીની સજા થઈ શકે છે.
જીવન જીકકાની સામાન્ય કળાને ‘સંસ્કૃતિ’ કહે છે. સંસ્કૃતિમાં જ્ઞાન, માન્યતાઓ, કલા, નીતિ, કાયદો, રિવાજ અને સમાજના સભ્ય તરીકે માનવીએ પ્રાપ્ત કરેલી યોગ્યતાઓ તથા ટેવોનો સમાવેશ થાય છે. સંસ્કૃતિનાં લક્ષણો નીચે પ્રમાણે છે :
1. સંસ્કૃતિ જીવનશૈલી છે :
સંસ્કૃતિ જે-તે સમાજના સભ્યોની જીવાન જીવવાની એક શૈલી છે અને એમાંથી ઊપસી આવતી જીવન જીવવાની એક રીત પણ છે. સંસ્કૃતિનું આ લક્ષણ દરેક સમાજ વચ્ચેની અને દરેક સમૂહ વચ્ચેની ભિન્નતા દર્શાવવામાં મદદરૂપ બને છે. આમ, સંસ્કૃતિ જીવનશૈલી છે.
2 સંસ્કૃતિ એ શીખેલી વર્તણૂક છે :
વ્યક્તિ પોતાના સમાજની સંસ્કૃતિ વચ્ચે જન્મે છે. તેમાં રહેતાં રહેતાં તે કેટલુંક શીખે છે અને કેટલુંક શીખવવામાં આવે છે. આમ, સંસ્કૃતિ એ શીખેલી વર્તણૂક છે.
3 સંસ્કૃતિ માનવીના સમાજજીવનની આગવી પેદાશ છે :
સંસ્કૃતિ માનવીની સામાજિક આંતરક્રિયા અને અનુભવમાંથી ઉદભવે છે અને વિકાસ પામે છે. માનવીના સમાજજીવનમાં જ આ શક્ય બને છે. પશુ-પક્ષીઓ તેમના સમાજજીવનમાંથી સંસ્કૃતિ ઉપજાવી શકતાં નથી. આમ, સંસ્કૃતિ માનવીના સમાજજીવનની આગવી પેદાશ છે.
4 સંસ્કૃતિ સાતત્ય, વિકાસશીલતા અને પરિવર્તનશીલતા ધરાવે છે :
સંસ્કૃતિનો ઘણો મોટો ભાગ પેઢી દર પેઢી ટકી રહે છે. આ દર્શાવે છે કે સંસ્કૃતિ સ્થિરતા અને સાતત્ય ધરાવે છે. માનવીનું સામાજિક જીવન જેમ જેમ સંકુલ બનતું જાય છે તેમ તેમ સંસ્કૃતિનો વિકાસ થાય છે. નવી પેઢી સમયાંતરે સાંસ્કૃતિક વારસામાંથી કેટલુંક છોડી દે છે. કેટલાકમાં વિકાસ સાધે છે અને કેટલીક બાબતોમાં પરિવર્તન લાવી નવું ઉમેરે છે. આમ, સંસ્કૃતિ સાતત્ય, વિકાસશીલતા અને પરિવર્તનશીલતા ધરાવે છે.
5. સંસ્કૃતિ હસ્તાંતરિત થઇ શકે છે :
સંસ્કૃતિ હસ્તાંતરિત થાય છે. એક સમાજની સંસ્કૃતિ બીજા સમાજમાં ફેલાય છે. એક વર્ગની સંસ્કૃતિ બીજા વર્ગમાં ફેલાય છે. શહેરની સંસ્કૃતિ ગામડામાં ફેલાય છે. આમ, સંસ્કૃતિ હસ્તાંતરિત થઇ શકે છે.
6 સંસ્કૃતિનો સંચય થાય છે :
સંસ્કૃતિનો સંચય થઈ શકે છે. સંસ્કૃતિ સામાજિક વારસારૂપે પેઢી દર પેઢી ઊતરી આવે છે. આપણી ખેતીની પદ્વતિઓ, વાહનવ્યવહાર અને સંદેશાવ્યવહારના સાધનો વગેરેની શોધો સંસ્કૃતિનો સંચય દર્શાવે છે. આમ, સંસ્કૃતિનો સંચય થાય છે.
સામાજિકીકરણના પરિણામે વ્યક્તિ સમાજના સભ્ય તરીકે સામાજિક અપેક્ષાઓ મુજબ જીવન જીવતાં શીખે છે. સામાજિકીકરણ બાળકને સમાજનાં ધોરણો, મૂલ્યો, લાગણીઓ, ભૂમિકાઓ અને વર્તનપદ્વતિ શીખવતી અનૌપચારિક પ્રક્રિયા છે. સામાજિકીકરણ થતાં બાળક પોતાના સમાજના સાંસ્કૃતિક માળખામાં ગોઠવાય છે. સામાજિક અપેક્ષાઓ સંતોષવા તે સમર્થ બને છે. આમ, સામાજિકીકરણ બાળકના સામાજિક અને સાંસ્કૃતિક જીવનનું ઘડતર કરતી પ્રક્રિયા છે.