Chapter Chosen

કૃષિક્ષેત્ર

Book Chosen

અર્થશાસ્ત્ર ધોરણ 12

Subject Chosen

અર્થશાસ્ત્ર

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

વર્ષ 2013 – 14માં ભારતમાં અનાજની માથદીઠ પ્રાપ્તિ દૈનિક કેટલા ગ્રામ હતી ?

  • 511 

  • 551

  • 395 

  • 515 


Advertisement
ભારતમાં આધુનિક ખેતીનાં વિવિધ પાસાઓની ચર્ચા કરો. 

ભારતમાં પરંપરાગત ખેતી સેન્દ્રિય ખાતર, બિયારણ, સાદા હળ, બળદ અને ખેતીનાં પ્રથમિક સાધનોના ઉપયોગ દ્વારા કરવામાં આવતી હતી.

આ પરંપરાગત ખેતી દ્વરા ઓછી ઉત્પાદકતા મળતી, પરિણામે આખા દેશની ખેતીજન્ય જરૂરિયાતો સંતોષવી શક્ય ન હતી.

આ કારણથી 1966થી ભારતમાં આધુનિક ખેતીનો જન્મ થયો. આધુનિક ખેતીમાં હાઈબ્રિડ બિયારણ, રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ, ખેતી માટેનાં નવાં યંત્રો, સિંચાઈ પદ્ધતિઓ વગેરે જેવી આધુનિક ટેકનોલૉજીનો ઉપયોગ થયો. જેથી ખેત-ઉત્પાદનમાં અદ્દભૂત વધારો થયો.

આધુનિક ખેતીનાં વિવિધ પાસાં નીચે મુજબ છે :

1. હરિયાળી ક્રાંતિ : ટેકનોલૉજી અને સંસ્થાકીય પરિબળોને આધારે ખેતઉત્પાદન વધારવા 1960-61માં ‘સઘન ખેતી’નો કાર્યક્રમ દેશના માત્ર સાત જિલ્લાઓમાં પાઈલટ પ્રૉજેક્ટ સ્વરૂપે કરવામાં આવ્યો. પરિણામે કૃષિ-ઉત્પાકતામાં ઘણો વધારો જોવા મળ્યો. ત્યારબાદ હેક્ટરદીઠ વધુ કૃષિ-ઉત્પાદન મેળવવા સઘન ખેતીનો કાર્યક્રમ સમગ્ર દેશ માટે અમલમાં મૂકવામાં આવ્યો. આ કાર્યક્રમ સમગ્ર દેશ માટે અમલમાં મુકવામાં આવ્યો. આ કાર્યક્રમ સમગ્ર દેશ માટે અમલમાં મૂકવામાં આવ્યો. આ કાર્યક્રમ ‘ઊંચી ઉત્પાદકતા આપતી જાતોનો કાર્યક્રમ’ નામથી ઓળખાયો.

આમ, હેક્ટરદીઠ વધારે ઉત્પાદન આપી શકે તેવાં સુધારેલા બિયારણોનો ઉપયોગ, પોરતાં પ્રમાણમાં રાસાયણિક ખાતર, જંતુનાશકઅને યોગ્ય સમયે પાણી પૂરું પાડીને ટુંકા ગાળામાં કૃષિ-ઉત્પાદનમાં ઊંચી ઉત્પાદકતા પ્રાપ્ત થાય, તો તેને હરિયાળી ક્રાંતિ કહેવામાં આવે છે.

હરિયાળી ક્રાંતિને ‘આધુનિક ખેત-ટેકનોલૉજી કાર્યક્રમ’ અથવા ‘બિયારણ. ખાતર અને પાણીની ટેકનોલૉજીનો કાર્યક્રમ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

આમ, હરિયાળી ક્રાંતિના ઘટકો નીચે મુજબ તારવી શકાય :

1. સુધારેલાં બિયારણો : સુધારેલા બિયારણોની સફળળતા માટે પાણી, ખાતર, જંતુનાશક દવા વગેરે કૃષિનિક્ષેપો જરૂરી છે.

2. રાસાયણિક ખાતર : નાઈટ્રોજન, પોટૅશિયમ અને ફૉસ્ફરસના મૂળતત્વો ધરાવતું રાસાયણિક ખાતર કૃષિ-ઉત્પદકતા વધારે છે.

3. જંતુનાશક દવાઓ : જંતુનાશક દવાઓ કૃષિ-ઉત્પાદનના બગાડને અટકાવી, પાક-સંરક્ષણ કરી કૃષિઉત્પાદકતા વધારે છે.

4. સિંચાઈ : સિંચાઈ પાકને નિષ્ફળ થતો અટકવે છે, તેમજ પાકની પદ્ધતિ અને પાક-ઘનિષ્ઠતામાં પરિવર્તન લાવે છે.

5. યાંત્રિકકરણ : ટ્રેક્ટર, થ્રેશર જેવાં ખેતીક્ષેત્રે વપરાતાં યંત્રો કૃષિપ્રક્રિયામાં ઝડપ લાવે છે.

2. પાકની ફેરબદલી : પાકની ફેરબદલી દેશમાં લેવાતા જુદા જુદા પાકો માટે ઉપયોગમાં લેવતી ખેડાણ જમીનના વિસ્તાર દ્વારા જાણી શકાય છે.

પાકની ફેરબદલી એ ખીતીકાર્યનું સ્વરૂપ દર્શાવે છે. ખેતીકારય દ્વારા પાક સામાન્ય રીતે બે પ્રકારના હોય છે : (1) અનાજનો પાક અને (2) અનાજેતર પાક.

અનાજનાં પાકમાં ઘઉં, ચોખા, બજરી, જુવાર, મકાઈ, કઠોળ વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે રોકડિયા પાકમાં મગફળી, તલ, એરંડો, સોયાબીન, અળસી, સૂર્યમૂખી જેવા તેલીબિયાં તેમજ શેરડી, કપાસ, શણ, રબર, વગેરેનો સમાવેશ થાય છે.

પાકની ફેરબદલીનાં મુખ્ય બે કારણો છે : (1) ટેકનોલૉજીકલ કારનો અને (2) અર્થિક કારણો.
નવાં બિયારણો, ખાતર, જંતુનાશક દવાઓ, સિંચાઈની સગવડ, ધિરાણની સગવડો વગેરે ટેકનોલૉજીકલ પરિબળો પર આધારિત કોઈ વિસ્તારમાં પાકની ફેરબદલી કરી કૃષિ-ઉત્પાદનમાં અને આવકમાં વધારો કરી શકાય છે.

પાક-ફેરબદલીની પ્રક્રિયામાં બજાર તથા નફાના ઉદ્દેશ સાથે ખેતીને એક વ્યવસાય તરીકે સ્વીકરવામાં આવે છે. તેથી તે માટે કેટલાંક આર્થિક પરિબળો જેવાં કે (1) કિંમત અને મહત્તમ આવક, (2) ખેતીવિષયક સાધનોનો ઉપયોગ, (3) ખેતરનું કદ, (4)પાક-વીમારક્ષણ તથા (5) જમીન વપરાશની મુદત. આ બધાં પરિબળો જે-તે પાકની પસંદગી કે ફેરબદલી માટે જવાબદાર હોય છે.

દેશમાં ‘હરિયાળી ક્રાંતિ’ આવતા પાકની ફેરબદલી વિશેષ જોવા મળે છે. પરિણામે 2010 – 11માં અનાજનો પાક અંદાજે 66% અને રોકડિયો પાક અંદાજે 34% લેવાયો હતો.

3. પાક-સંકરણ : જંતુનાશક દવાઓના ઉપયોગ દ્વારા પાકને થતા જુદા જુદા રોગો સામે રક્ષણ મળે છે અને જંતુઓથી થતા પાકના નુકશાનને રોકી શકાય છે. જેથી ખેત-ઉત્પાદકતા વધારી શકાય.

પરંતુ આર્થિક સર્વે 2015 – 16 મુજબ ભારતમાં હેક્ટરદીઠ માત્ર 0.5 કિગ્રા જંતુનાશક દવાનો ઉપયોગ થાય છે. જેના કારણે 15%થી 25% પક જંતુઓ, રોગો, નીંદામણ અને પશુપંખીઓ દ્વારા નુકશાન પામે છે. જો યોગ્ય પ્રમાણમાં જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવે, તો નુકશાન પામતા પાકને બચાવી શકાય.

જંતુનાશક દવાઓ વિશેની પૂરતી માહિતીનો અભાવ, તેની નીચી ગુણવત્તા, તેઓ તેઓ અયોગ્ય વપરાશ વગેરે પર્યાવરણ અને માનવજાત માટે ખૂબ જ પ્રાણઘાતક બની રહે છે.

ભારતના ખેડૂતોને વિવિધ જંતુનાશક દવાઓ અને તેમના ઝેરીપણા વિશે માહિતી આપવા માટે CIBRCની સ્થાપના કરવામાં આવી છે. આ સંસ્થા ખેડૂતોને જંતુનાશકોના પ્રમાણ, ઉપયોગનો ગાળો અને ઝેરીપણા વિશેની સમજ આપે છે.

આ માહિતીનો વ્યાપ ખેડૂતોમાં વધારવામાં આવે તેઓ જંતુનાશક દવાઓ પર્યાવરણ સંવર્ધક બને, બિનઝેરી અને સસ્તી બને. પરિણામે ખેત-ઉત્પાદકતામાં વધારો થાય છે.

4. કૃષિ-સંશોધન : ભારતમાં વિવિધ કૃષિ-સંશોધનો કરવા અને તે માટેની વ્યવસ્થા કરવા માટે ICARનામની સંસ્થા શરૂ કરવામાં આવી છે.

ICAR દેશમાં ખેતીની સાથે બગાયત ખેતી, મત્સ્યપાલન અને પશુપાલન એ ભારતમાં હરિયાળી ક્રાંતિના વિસ્તાર માટે મહત્વનું કામ કર્યું છે.

ICAR એ દેશમાં અનાજપ્રાપ્તિ અને પોષણમુક્ત આહાર મળી રહે તે માટેના સઘન પ્રયત્નો કર્યા છે.


Advertisement

આઝાદીના સમયે ભારતની કુલ નિકાસ આવક પૈકીની કેટલા ટકા આવક માત્ર ક્ર્ષિક્ષેત્રમાંથી મળી રહેતી હતી ?

  • 60%

  • 72% 

  • 70% 

  • 58% 


આઝાદી સમયે ભારતના કેટલા ટકા લોકો કૃષિ અને કૃષિ-સંલ્ગ્ન પ્રવૃત્તિઓમાંથી રોજગારી મેળવતા હતા ? 
  • 72% 
  • 70% 
  • 58%
  • 49% 


વર્ષ 2013 – 14 મુજબ દેશની કુલ નિકાસ આવકમાં કૃષિક્ષેત્રનો ફાળો કેટલો નોંધવામાં આવ્યો હતો ?

  • 24.2%

  • 12.4% 

  • 13.9% 

  • 14.2% 


Advertisement