Chapter Chosen

બૅન્કિંગ અને નાણાકીય નીતિ

Book Chosen

અર્થશાસ્ત્ર ધોરણ 12

Subject Chosen

અર્થશાસ્ત્ર

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

બૅન્ક એટલે .....

  • નાણાંના મૂલ્યની જાળવણી કરતી સસ્થા

  • વિલંબિત ચુકવણીનું સાધન 

  • નાણાંની હેરફેર કરતી સંસ્થા 

  • ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થા 


Advertisement
શાખસર્જન એટલે શું ? વેપારી બૅન્કો શાખસર્જનનું કાર્ય કઈ રીતે કરે છે તે ઉદાહરણ સાથે સમજાવો. 

બૅન્કો પોતાની પાસે જે પ્રાથમિક થાપણો હોય તેના કરતાં અનેક ગણા નાણાંનું ધિરાણ કરે તેને શાખસર્જન કહેવામાં આવે છે.

વેપારી બૅન્કો પિતાની પાસેથી પ્રથમિક થાપણોની મદદથી શાખસર્જન દ્વારા નવી થાપણોનું સર્જન કરે છે. વેપારી બૅન્કો પોતના ગ્રહકોને રોકડ સ્વરૂપમાં ધિરાણ આપવાને બદલે એ રકમ ગ્રાહકના ખાતામાં જમા કરે છે. એ રકમનો ઉપાડ કરવા માટે બૅન્ક ગ્રાહકને ચેકબુક આપે છે. ગ્રાહક ચેક દ્વારા જેટૅલી રકમનો ઉપાડ કરે તેટલી રકમનું શાખી નાણું સર્જાય છે. વેપારી બૅન્કો આ રીતે શાખસર્જન દ્વારા શાખી નાણાંમાં અને તેના દ્વારા નાણાંના પુરવઠામાં વધારો કરે છે.

બૅન્કમાં થાપણો મૂકનાર લોકો પોતાની બધી જ થાપણો એકસાથે ઉપાડવા જતા નથી. ક્યારેક કોઈક થાપણદાર પોતાના ખાતમાંની મોટા ભાગની જમા રકમ એકસાથે ઉપાડે લે એવું બને. પરંતુ સામાન્ય રીતે થાપણદારો પોતાની જરૂરિયાત પ્રમાણે થોડી થોડી રકમોનો ઉપાડ કરતા રહે છે. એની સામે બૅન્કમાં નવી થાપણો જમા થતી હોય છે. આથી બૅન્ક થાપણદારોની રોજબરોજની નાણાકીય માંગને પહોંચી વળવાં જેટલાં નાણાંનું ધિરાણ કરતી રહે છે. બૅન્ક્ની આ કાર્યપદ્ધતિને કારણે શાખી નાણાનું સર્જન થાય છે. નીચે આપેલા ઉદાહરન પરથી શાખસર્જનની પ્રક્રિયાનો સ્પષ્ટ ખ્યાલ આવી શકશે.

ધારો કે, એક બિલ્ડિંગ કૉન્ટ્રાક્ટરે એક મકાન વેચતાં રૂ 1,00,000ની આવક થાય છે. એ રકમ તે अ બૅન્કમાં જમા રાખે છે. લોકો દ્વારા બૅન્કમાં મૂકવામાં આવતી આવી થાપણ પ્રાથમિક થાપણ કહેવાય છે. હવે, જો થાપણદારો દ્વારા થતા ઉપાડ વિશેના પોતાના અનુભવને આધારે બૅન્ક દરેક થાપણના માત્ર 20 % જેટૅલી રકમ રોકડ અનામત તરીકે રાખીને બાકીની રકમનું ધિરાણ કરતી હોય, તો આ કિસ્સામાં તે રૂ. 20,000 અનામત તરીકે રાખીને રૂ 80,000નું ધિરાણ કરી શકશે. ધારો કે બૅન્ક રોકડાં નાણાં ચૂકવી દેતી નથી; પરંતુ ધિરાણ લેનાર લેનાર ખાતામાં એ રકમ જમા કરે છે. આમ, બૅન્કને વધારના રૂ.80,000ની વાસ્તવિક થાપણ ન મળી હોવા છતાં એટલી થાપણનું સર્જન થાય છે. બૅન્ક દ્વારા થતા ધિરાણને લીધે પરિણમતી આવી થાપણ સર્જિત થાપણ કે વ્યુત્પન્ન થાપણ કહેવામાં આવે છે. રૂ. 1,00,000ને એથાપણ મૂકનાર કૉન્ટ્રાક્ટરને એની પૂરેપૂરી થાપણ ગમે ત્યારે ઉપાડવાનો હક રહે જ છે. આમ, આ કિસ્સામાં બૅન્ક દ્વારા રૂ. 80,000નાં શાખી નાણાંનું સર્જન થયું છે.

હવે, ધારો કે કાપડના જે વેપારીએ રૂ. 80,000ની લોન મેળવી છે તે કાપડની કોઈ મિલને એટલી રકમ ચેક દ્વારા ચૂકવી દે છે અને એ મિલ ब બૅન્કમાં પોતાના ખાતામાં એ ચેક જમા કરે છે. એ રૂ. 80,000 ब બૅન્ક માટે પ્રાથમિક થાપણ બનશે. તેમાંથી 20% લેખે રૂ 16,000 રોકડ અનામત તરીકે રાખીને એ બૅન્ક બાકીના રૂ 64,000નું ધિરાણ કરી શકશે. ધારો કે, એ બૅન્ક દવાઓના કોઈ વેપારી દવાઓ બનાવતી કંપનીને તેના બિલ પેટે રૂ 64,000 ચેક દ્બારા ચૂકવી દે છે અને એ કંપની क બૅન્કમાંના પોતાના ખાતામાં એ ચેક જમા કરે છે. આમ, क બૅન્ક માટે રૂ 12,800 અનામત રાખીને એ બૅન્ક બાકીના રૂ. 51,200નું ધિરાણ કરી શકશે.

શાખ સર્જનની ઉપર દર્શાવેલી આખી પ્રક્રિયા કોઠા દ્વાર નીચે મુજબ રજુ કરી શકાય :

શાખસર્જનની આપ્રક્રિયા આટલેથી અટકશે નહિ. રૂ. 1,00,000ની મૂળ થાપણ શૂન્ય પર આવે ત્યાં સુધી આ ઉદાહરણમાંની શાખસર્જનની પ્રક્રિયાને લંબાવી શકાય. આમ, કયા દરે શાખસર્જન થશે તેનો આધાર થાપણ ગુણકના મૂલ્ય પર છે. થાપણ ગુણકનું મૂલ્ય રોકડ અનામત પ્રમાણથી ઉલટું હોય છે. અર્થાત

થાપણ ગુણક = fraction numerator bold 1 over denominator bold ર ો કડ bold space bold અન ા મત bold space bold પ ્ રમ ા ણ bold space end fraction

જો k = થાપણ ગુણક અને r = રોકડ અનામત પ્રમાણ લઈએ, તો

K = bold 1 over bold r

ઉપરનાં ઉદાહરણમાં r = 20% અથવા 0.2 છે. તેથી

K = fraction numerator bold 1 over denominator bold 0 bold. bold 2 end fraction bold space bold equals bold space bold 5

અહીં, થાપણ ગુણક 5નો અર્થ એ થાય કે પ્રાથમિક થાપણોના 5 ગણી શાખ કે ધિરાણ બૅન્ક કરી શકે. ઉપરના ઉદાહરણમાં પ્રાથમિક થાપન રૂ.1,00,000 અને થાપણ ગુણક 5 છે. તેથી બૅન્ક રૂ. 1,00,000 X 5 = રૂ. 5,00,000 નું ધિરાણ કરી શકે. આપણે લીધેલા ઉદાહરણમાં માત્ર ત્રણ જ બૅન્કો લીધી છે અને તેથી કુલ ધિરાણ રૂ. 1,95,000 સુધી પહોંચ્યું છે. સમગ્ર બૅન્કિંગ વ્યવસ્થા લઈએ તો સર્જિત થાપણો કે ધિરાણ રૂ. 5,00,000 સુધી પહોંચે છે. આમ, શાખસર્જનનો આધાર રોકડ અનામત પ્રમાણ પર છે. જો રોકડ અનામત પ્રમાણનું મૂલ્ય ઊંચું હોય, તો થાપણ ગુણકનું મૂલ્ય નીચું જાય અને પરિણામે બૅન્ક ઓછું શખસર્જન કરશે. જો રોકડ અનામત પ્રમાણનું મૂલ્ય નીચું હોય, તો થાપણ ગુણકનું મૂલ્ય ઊંચું જાય અને પરિણામે બૅન્ક વધુ શાખ સર્જન કરશે.


Advertisement

શાખ સર્જનથી ........ વધે છે.

  • રોકડ અનામતનું પ્રમાણ

  • નાણાની માંગ 

  • નાણાનું મૂલ્ય 

  • નાણાનો પુરવઠો 


લાંબા ગાળાનું ધિરાણ એટલે .......

  • 1 થી વધુ વર્ષનું ધિરાણ 

  • 5 થી 7 વર્ષનું ધિરાણ 

  • 5 થી 15 વર્ષનું ધિરાણ 

  • (b) તથા (c)


નીચેનાં પૈકી કયા પ્રકારની થાપણો પર વ્યાજ મળતું નથી ?

  • લાંબા ગાળાની થાપણો

  • ચાલુ ખાતાની થપણો 

  • બચત ખાતાની થાપણો  

  • રિકરિંગ ખાનાની થાપણો


Advertisement