Chapter Chosen

બેરોજગારી

Book Chosen

અર્થશાસ્ત્ર ધોરણ 12

Subject Chosen

અર્થશાસ્ત્ર

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

વિકાસશીલ દેશમાં મુખ્ય સમસ્યા કયા પ્રકારની બેરોજગારીની છે ?

  • ઘર્ષણન્ય

  • શિક્ષિત 

  • ચક્રીય 

  • માળખગત 


અર્થશાસ્ત્રમાં બેરોજગારી કયા સ્વરૂપે ગણતરીમાં લેવાય છે ?

  • સક્રીય શ્રમ

  • સ્વૈચ્છિક 

  • અનૈચ્છિક 

  • રાજકીય 


વિકસિત દેશોમાં જોવા મળતી બેરોજગારીનો સમયગાળો કેવો હોય છે ?

  • ટૂંકો

  • મધ્યમ 

  • નિશ્ચિત 

  • લાંબો 


સક્રિય શ્ર્માના પૂરવઠાનો હિસ્સો ન હોય તેવી વ્યક્તિને શું કહેવાય ?

  • આર્થિક રીતે નિસહાય

  • બેરોજગાર 

  • સ્વૈચ્છિક બેરોજગાર 

  • ફરજિયાત બેરોજગાર 


Advertisement
બેરોજગારીનો અર્થ ઉદાહરણ સહિત સમાજાવી, તેના પ્રકારોની સમજૂતી આપો. 

બેરોજગારી એટલે પ્રવર્તમાન વેતનદરે કામ કરવાની તત્પરતા અને શક્તિ ધરાવતી વ્યક્તિને કામ શોધવા છતાં કામ મળતું ન હોય એવી સ્થિતિ. કામ કરવાની ઈચ્છા, શક્તિ અને લાયકાત ધરાવનાર વ્યક્તિને પ્રવર્તમાન વેતનદરે કામ ન મળે ત્યારે તે ‘બેરોજગાર કે બેકાર’ છે એમ કહેવાય. આ પરિસ્થિતિમાં વ્યક્તિએ અનિચ્છાએ કામ વિનાની સ્થિતિમાં રહેવું પડે છે. તેને બેકાર રહેવાની ફરજ પડે છે. આમ, અર્થશાસ્ત્રમાં બેરોજગારીનો ખ્યાલ સ્વૈચ્છિક બેકાર અંહીં પણ અનૈચ્છિક સ્વરૂપની બેકારી સાથે સંકળાયેલો છે.

બેરોજગારીને શ્રમના સક્રિય પુરવઠા સાથે સંબંધ છે. અહીં વ્યક્તિની કામ કરવાની ઈચ્છા અને શક્તિ છે. તે કામ વગર બેસી રહેવા ઈચ્છતો પણ નથી. છતાં તે કામ વિનાનો રહે છે. આવી સ્થિતિ દેશના અર્થતંત્ર માટે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. બીજી તરફ બાળકો, વૃદ્ધો, અશક્ત લોકો, ગૃહિનીઓ વગેરે રોજગારીની શોધમાં હોતાં નથી. આવી વ્યક્તિઓ શ્રમના સક્રિય પુરવઠાનો ભાગ નથી. તેથી તેમને બેરોજગાર કે બેકાર કહી શકાય નહિ.

ઉદહરણ : તાલીમી સ્નાતકની પદવી ધરાવનાર શોક્ષકો માટેના પ્રવર્તમાન વેતનદર માસિક રૂ 5,000 છે. કોઈ શિક્ષકને આ વેતનદર નીચો જણાય છે. તેથી તે આ દરે કામ કરવા તૈયાર નથી. તેને ઓછામાં ઓછા રૂ. 7,000 માસિક પગાર મળે તો જ તે કામ સ્વીકારવા તૈયાર છે. આ સંજોગોમાં તે બેકાર રહે છે. આ પ્રકારની બેકારી ‘ઐચ્છિક બેકારી’ ને ‘બેરોજગારી’ કહેવાય. આ જ વ્યક્તિ જો 5,000ના પગારે કામ કરવા તૈયાર હોય છતાં જો તેને નોકરી ન મળતી હોય, તો તેની બેકારી અનૈચ્છિક કે ફરજિયાત બેકારીને લગતો છે. વ્યક્તિની પાસે લાયકાત છે, શક્તિ છે અને કામ કરવાની તૈયારી છે પણ કામ શોધવા છતાં તેને કામ મળતું નથી. તેથી તે લાચારી અનુભવે છે. જ્યારે અનેક વ્યક્તિઓ બેકાર હોય તેવી સામૂહિક સ્થિતિને ‘બેરોજગારી’ કે ‘બેકારી’ કહે છે.

બેરોજગારી દેશના અર્થતંત્રમાં અનેક પ્રશ્નો ઉભા કરે છે. બેરોજગારીને લીધે માનવશક્તિ વણવપરાયેલી રહે છે. બેરોજગાર વ્યક્તિઓને આવક મલતી નથી. તેથી ચીજવસ્તુઓ અને સેવાઓની અસરકારક માંગ ઘટે છે અને મંદીનાં પરિબળોને વેગ મળે છે. બેરોજગાર વ્યક્તિ માનભેરે જીવન જીવી શકતી નથી. તેનું વ્યક્તિત્વ છિન્નભિન્ન થઈ જાય છે. આમ, બેરોજગારીની સમસ્યા આર્થિક ઉપરાંત સામાજિક, મનોવૈજ્ઞાનિક અને રાજકીય પ્રશ્નો પેદા કરે છે.

બેરોજગારીના પ્રકારો. :

1. સંપૂર્ણ બેરોજગારી : જે વ્યક્તિઓ પ્રવર્તમાન વેતનદરે કામ કરવા માંગે છે અને જરૂરી લાયકાત અને ક્ષમતા પણ ધરાવે છે, છતાં તેમને બિલકુલ કામ ન મળે તો તેઓ સંપૂર્ણ બેરોજગાર કે ખુલ્લા બેરોજગાર કહેવાય. બેરોજગારીની આ સ્થિતિને સંપૂર્ણ બેરોજગારી કહે છે.

જે દેશમાં શ્રમનો પુરવઠો ઝડપથી વધતો અને શહેરીકરણની પ્રક્રિયા પણ ઝડપી હોય, તે દેશમાં સંપૂર્ન બેરોજગારી વધુ જોવા મળે છે.

સામાન્ય રીતે અશિક્ષિતો અને તાલીમ વગરની વ્યક્તિઓ સંપૂર્ણ બેરોજગારીનો ભોગ વધુ બને છે.

સંપૂર્ણ બેરોજગારો બોજારૂપ છે, જેને કારણે ઉત્પાદકતા ઘટે છે.

સંપૂર્ણ બેરોજગારીનું પ્રમાણ 15 થી 25 વર્ષની વ્યક્તિઓમાં વધુ જોવા મળે છે.

સંપૂર્ણ બેરોજગારીમાપવા માટે ત્રણ પ્રચલિત વ્યવસ્થાઓ છે : (1) રોજગાર વિનિમય કચેરી થયેલી નોંધણી દ્વારા. (2) શ્રમ-પુરવઠાના સેમ્પલ સર્વે દ્વારા અને (3) વસ્તીગણતરીના આંકડા દ્વારા

2. અર્ધબેરોજગારી : જે શ્રમિકોને પોતાની શક્તિ કરતાં ઓછા સમય માટે કે તેમની લાયકાત કરતાં ઉતરતી કક્ષાનું કામ સ્વીકારવું પડે, તે શ્રમિકો અર્ધબેરોજગારી કહેવાય અને આવી બેરોજગારીને અર્ધબેરોજગાર કહે છે.

જેમ કે, એક કારખાનામાં કે ખેતરમાં શ્રમિકને આઠ કલાકને બદલે માત્ર પાંચ કલાક કામ મળતું હોય, તો તે અર્ધ બેરોજગાર કહેવાય.

ભારતમાં ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીક્ષેત્રે રોકાયેલા શ્રમિકોને વાવણી અને કાપણીના સમયે જ કામ મળે છે અને બાકીના સમયમાં કામ વગર બેસી રહેવું પડે છે. ખેતીક્ષેત્રે જોવા મળતી બેરોજગારી મોસમી બેરોજગારી કહેવાય, જે અર્ધબેરોજગારીનો એક પ્રકાર છે.

કેટલીક શિક્ષિત વ્યક્તિઓને તેમની લાયકાત કે ડીગ્રી પ્રમાણે કામ ના મળતાં ઉતરતી કક્ષાનું કામ કરવું પડે છે. આ પણ અર્ધબેરોજગારી છે.

જેમ કે, મિકેનિકલ એન્જિનિયરને વર્કશોપમાં નોકરી કરવી પડે.

3. પ્રચ્છન્ન બેરોજગારી : જોન રોબિન્સના મત અનુસાર, “કોઈ એક વ્યવસાયમાં પ્રવર્તમાન ટેકનોલૉજીના સંદર્ભમાં જરૂરી હોય તેના કરતાં વધુ શ્રમિકો રોકાયેલા હોય, આવા વધારાના શ્રમિકોનેખસેડી લેવામાં આવે તો પણ કુલ ઉત્પાદનમાં કોઈ ફેરફાર ન થતો હોત, તો તેઓ પ્રચ્છન્ન બેરોજગાર કહેવાય છે.”

રગ્નાર નર્કસના મત અનુસાર, “જો ઉત્પાદનનાં સાધનો અને ઉત્પાદનની ટેકનિકલ આપેલી હોય અને અતિ વસ્તી ધરાવતા વિકસતા દેશોમાં ખેતીક્ષેત્રમાં વિશેષ પ્રમાણમાં શ્રમની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય, તો તેવા દેશોમાં પ્રચ્છન્ન બેરોજગારી પ્રવર્તે છે તેમ કહી શકાય.”

પ્રચ્છન્ન બેરોજગારી એટલે છૂપી બેરોજગારી, જેમાં પ્રચ્છન્ન બેરોજગારની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય છે.

ભારતમાં વસ્તીવૃદ્ધિનો દર ઊંચો છે. તેથી રોજગારી મેળવનારાઓની સંખ્યાં પણ ઊંચા દરે વધે છે. પરંતુ ભારતમાં ખેતી સોવાયના અન્ય ક્ષેત્રોનો પૂરતો વિકાસ ન થયો હોવાથી રોજગારી માટે વધતી વસ્તીનું ખેતીક્ષેત્રે ભારણ વધતું જાય છે. આ વધારાના શ્રમિકોનો ખેત-ઉત્પાદનમાં કોઈ ફાળો હોતો નથી. અર્થાત તેમની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોવાથી તેમને પ્રચ્છન્ન બેરોજગાર કહી શકાય.

શહેરી વિસ્તારમાં પણ ઉદ્યોગ અને વેપારક્ષેત્રે પ્રચ્છન્ન બેરોજગારી જેવા મળતી હોય છે, જેને શહેરી બેરોજગારી જોવા મળે છે.

ઉદાહરણ : ખેતીક્ષેત્રે જમીનના મહત્તમ ઉપયોગ માટે વધુમાં વધુ 10 વ્યક્તિઓને કામ આપી શકાય છે. તેમ છતાં અન્યત્ર કામ ન મળવાથી ઘરની વધારાની 3 વ્યક્તિઓ કામમાં જોડાય છે. આ વધારાની 3 વ્યક્તિઓ દેખીતી રીતે કામ કરતી જણાય છે. પરંતુ તેમનો કુલ ખેત-ઉત્પાદનમાં કોઈ ફળો હોતો નથી. વળી તેમને કામ પર ન રાખવાથી કુલ ખેત-ઉત્પાદનમાં કોઈ ઘટાડો પણ થતો નથી. તેથી વધારાના આ 3 ખેતમજૂરો પ્રચ્છન્ન બેરોજગાર છે તેમ કહેવાય.

4. ચક્રીય બેરોજગારી : અર્થતંત્રમાં આવતાં તેજી-મંદીનાં મોજાંને કારણે ચક્રીય બેરોજગારી સર્જાય છે.

મૂડીવાદી અર્થવ્યવસ્થામાં બચત કરનારો અને મૂડીરોકાણ કરનારો વર્ગ અલગ અલગ હોવાને કારણે બચત અને મૂડીરોકાણ વચ્ચેની સમતુલા જળવાતી નથી. પરિણામે તેજી-મંદીનું વલણ જોવા મળે છે.

અર્થતંત્રમાં તેજીનું વલણ હોય ત્યારે મૂડીરોકાણ, ઉત્પાદન, રોજગારી વગેરે વધે છે. ક્યારેક ઉત્પાદન નીચા દરે થતું હોય ત્યારે રોજગારી ઘટવાનું વલણ ધરાવે છે. આ સ્થિતિમાં સર્જાતી બેરોજગારી ચક્રીય બેરોજગારી છે.

જ્યારે સમગ્ર અર્થતંત્રમાં મંદીનું વાતાવરણ સર્જાય ત્યારે ચીજવસ્તુઓ અને સેવાઓની માંગમાં ઘટાડો જોવા મળે છે. પરિણામે ઉત્પાદન ઘટાડવું પડે છે અથવા અસરકારક માંગના અભાવને કારણે ક્યારેક ઉત્પાદન એકમો બંધ કરવા પડે છે અને ઘણા બધા શ્રમિકોને કામ પરથી છૂટા કરવા પડે છે. અહીં મંદી બેરોજગારીનું કારણ બને છે. તેથી આ બેરોજગરીને મંદીજન્ય બેરોજગારી કે વ્યાપાર ચક્રીય બેરોજગારી કહે છે.

અર્થતંત્રમાં આવતી તેજી-મંદીની સ્થિતિની રોજગારી પર થતી અસરને આકૃતિ દ્વારા નીચે પ્રમાણે સમજાવી શકાય :



1929 – 30 વિશ્વ – મહામંદીને કારણે અમેરિકા, ઈંગલૅન્ડ વગેરે વિકસિત દેશોમાં પણ ચક્રીય બેરોજગારી સર્જાઈ હતી. ભારતમાં પણ મૂડીવાદી બજારતંત્ર હોવાથી અવારનવાર ચક્રીય બેરોજગારી સર્જાતી જોવા મળે છે.

જેમ કે, ભારતમાં હીરા ઉદ્યોગક્ષેત્રે ચક્રીય બેરોજગારી ઉદ્દભવે છે.

ચક્રીય બેરોજગારીની સમસ્યા હલ કરવા માટે રાજ્ય સરકારે વિકાસલક્ષી કાર્યોમાં મૂડીરોકાણ કરી, રોજગરીની વધુ ને વધુ તકો પૂરી પાડવી જોઈએ.

5. ઘર્ષણજન્ય બેરોજગારી : જ્યારે ઉત્પાદન-પદ્ધતિમાં અને ચીજવસ્તુઓના ઉત્પાદનમાં ફેરફાર થાય, સંશોધનને કારણે નવી વસ્તુઓ બજારમાં આવે ત્યારે કેટલાક શ્રમિકો થોડા સમય માટે બેરોજગાર બને છે. આવી બેરોજગારીને ઘર્ષણજન્ય બેરોજગારી કહે છે.

જૂની ટેકનોલૉજીને સ્થાને નવી ટેકનોલૉજી આવે ત્યારે જૂની ઉત્પાદન પદ્ધતિવાળા કેટલાક એકમો બંધ પડે છે. પરિણામે તેમાં રોકાયેલા શ્રમિકો નવી ટેકનોલૉજી મુજબ પ્રશિક્ષણ કે તાલિમ ન મેળવે ત્યાં સુધી બેરોજગાર રહે છે. તાલીમ મળતાં તેઓ રોજગારી મેળવી લે છે. આમ, ઘર્ષઞન્ય બેરોજગારી ટૂંકા ગાળાની હોય છે.

ઉદાહરણ : સ્ટીએનલેસ સ્ટીલનાં વાસણો બજારમાં મુકાયાં, તેથી તાંબા-પિત્તળના વાસણોની માંગ ઘટાડો થયો. પરિણામે તાંબા-પિત્તળના વાસણો બનાવવાના વ્યવસાયમાં રોકાયેલા શ્રમિકો બેરોજગાર બન્યા. આ સ્વરૂપની બેરોજગારી ઘર્ષણજન્ય બેરોજગારી છે.


Advertisement
Advertisement