Chapter Chosen

મનોભાર અને સ્વાસ્થ્ય

Book Chosen

મનોવિજ્ઞાન ધોરણ 12

Subject Chosen

મનોવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

વ્યક્તિમાં રહેલી આવડતને કયા પ્રકારનું સંસાધન કહેવાય ? 

  • ભૌતિક સંસાધન

  • સામાજિક સંસાધન

  • વ્યક્તિગત સંસાધન

  • ઉપલબ્ધ સંસાધન 


સ્વજન તરફથી મળતી સહાય કયા પ્રકારનું સંસાધન કહેવાય ?
  • વ્યક્તિગત સંસાધન

  • ઉપલબ્ધ સંસાધન
  • ભૌતિક સંસાધન

  • સામાજિક સંસાધન 


કયા મનોવૈજ્ઞાનિકે મનોભારની પ્રતિક્રિયાને ‘લડો અથવા ભાગી છૂટો’ પ્રતિક્રિયા તરીકે ઓળખવી છે ?
  • વૉલ્ટર કેનન

  • હાન્સ સેલી

  • જે. સી. કોલમેન

  • સારાસન


Advertisement
મનોભારનાં ઉદગમસ્થાનોની સમજૂતી આપો. 

મનોભાર માટેનાં વ્યક્તિએ વ્યક્તિએ અનેક કારણો હોઈ શકે છે.

વ્યક્તિને થતો કોઈ પણ અનુભવ કે ઘટના વ્યક્તિ માટે મનોભાર થઈ શકે છે.

સમાજજીવનની કોઈ એક ઘટના કોઈ એક વ્યક્તિ માટે સામાન્ય હોય તો બીજી કોઈ વ્યક્તિ માટે તે ઘટના મનોભારજનક બની શકે છે દા. ત., માર્ગ અકસ્માતમાં કોઈ એક યુવાનનો પગ ભાંગી જાય તો રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ માટે એક સામાન્ય અકસ્માતની ઘટના ગણાય. પરંતુ આ જ ઘટના તે યુવાનના પરિવાર માટે મનોભારજનક બની જાય.

મનોભાર વગરની જિંદગી અશક્ય છે. દરેક વ્યક્તિના જીવનમાં સમસ્યાઓ તો આવ્યા જ કરતી હોય છે. જઈ મનોભારની સ્થિતિ ઉત્પન્ન કરે છે. મનોભાર પુનરાવર્તિત સમસ્યા બની રહે તેવી પણ અનેક શક્યતાઓ હોય છે.

બદલાતી જતી પરિસ્થિતિ સાથે વ્યક્તિએ સતત સમાયોજન સાધવું પડે છે. દા. ત., પરિવારમાં કે કુટુંબમાં માંદગી, સ્વજનનું મૃત્યુ, નોકરીમાં બદલી, બાળકોના શિક્ષણના પ્રશ્નો, શાળા કે કૉલેજના ઍડમિશનના પ્રશ્નો, વ્યવસાયને લગતા પ્રશ્નો, જીવનજરૂરિયાત સંતોષવાને લગતા પ્રશ્નો, પુત્ર કે પુત્રીને વ્યવસાયમાં અથવા લગ્નજીવનમાં ગોઠવવા અંગેના પ્રશ્નો – આ બધા પ્રસંગો મનોભારક બની શકે છે.

આ ઉપરાંત રોજબરોજની સામાન્ય ઘટાનાઓ પણ મનોભાર ઉત્પન્ન કરી શકે છે. દા. ત., વ્યવસાયમાં સમયસર પહોંચવા ટ્રાફિકના પ્રશ્નો, વાહનવ્યવહારની અનિયમિતતા, પાણીની મુશ્કેલી, પડોશમાંથી આવતા અવાજ અને ઘોંઘાટના પ્રશ્નો, ચોમાસામાં રસ્તાઓમાં પાણી ભરાઈ જતાં પડતી મુશ્કેલીઓ વગેરે. આમ, મનોભારકો અસંખ્ય છે.

મનોભારની નીચે જણાવેલી ત્રણ પરિસ્થિતિઓને સમજવાનો પ્રયત્ન કરીએ :
1. આઘાતજન્ય બનાવો:
ભારતમાં બનેલા કેટલાક મોટા આપત્તિજનક બનાવોએ અનેક વ્યક્તિઓમાં તીવ્ર આઘાત ઊભો કરી મનોભાર સર્જ્યો હતો. દા. ત., ઑગસ્ટ, 1979માં મચ્છુ નદી પરનો બંધ તૂટતાં થયેલી મોરબી હોનારત, ડિસેમ્બર; 1983માં ભોપાલમાં થયેલી ગૅસદુર્ઘટના; ઑક્ટોમ્બર, 1993માં મહારાષ્ટ્રના લાતુરમાં થયેલો ધરતીકંપ; 26મી જાન્યુઆરી, 2001 માં ગુજરાતમાં થયેલો ધરતીકંપ; 26મી ડિસેમ્બર, 2004માં ત્સુનામીએ સર્જેલો વિનાશ. આવા અનેક તીવ્ર આઘાતજન્ય બનાવો અનેક વ્યક્તિમાં મનોભાર સર્જે છે, જેની નિષેધક અસરો લાંબા સમય સુધી રહે છે.

આ પ્રકારની અનેક આડઅસરો પણ થાય છે. આવી ઘટનાનો ભોગ બનેલ વ્યક્તિઓ વારંવાર ઘટનાની ભયાનકતા અનુભવે છે. અનેકને રાત્રે બિહામણાં સ્વપ્નો પણ આવે છે.

આ પ્રકારની ઘટનાઓ ભાગ્યે જ બને છે, પરંતુ તેનાથી થતી મનોભારની નિષેધક અસરો સૌથી તીવ્ર અને હાનિકારક હોય છે.

2. જીવનની તાજેતરની ઘટનાઓ:
માનવી સામાજિક પ્રાણી છે. આથી સમાજમાં બનતી નાનીમોટી દરેક ઘટના અને તેનાં પરિણામોને લીધે પેદા થતી સમસ્યાઓનો તેણે સામનો કરવો જ પડે છે. દરેક માનવી પાસે તેનાં આર્થિક, સામાજિક, માનસિક કે શારીરિક સાધનો પૂરતાં હોતાં નથી. જેમનાં આર્થિક અને સામાજિક સંસાધનો મર્યાદિત છે તેવી વ્યક્તિઓને વધારે સહન કરવું પડે છે. ભારતમાં ગરીબી, વસ્તીવિસ્ફોડ, બેકારી, સામાજિક અસમાનતા વગેરે બાબતો સામાન્ય માનવીમાં મનોભાર પેદા થાય છે. વિશ્વના સંદર્ભમાં જોઈએ તો પ્રદૂષણ, રંગભેદની નીતિ, અણુશાસ્ત્રોનું ઉત્પાદન, અણુધડાકાઓ અને અણુયુદ્ઘનો ભય માનવીમાં મનોભાર જન્માવે છે. વિજ્ઞાનની અવનવી શોધોના કારણે માનવીની જીવનશૈલીમાં ઝડપી પરિવર્તનો આવ્યાં છે. આ બદલાતી જતી પરિસ્થિતિમાં વ્યક્તિએ ઝડપી સમાયોજન સાધવું પડે છે. જો વ્યક્તિ સમાયોજન સાધી ન શકે તો મનોભારની પરિસ્થિતિ ઉદભવે છે.

જીવનમાં આવતાં નવાં પરિવર્તનો આપણે આવકારીએ છીએ. આવાં એકાએક આવતાં પરિવર્તનો સુખદ હોવા છતાં સમાયોજનની સમસ્યા પેદા કરે છે. દા. ત., ગ્રામ સમુદાયમાંથી સથળાંતર કરી સમાયોજન કરવામાં મુશ્કેલીઓ અનુભવવી પડે છે. આવું પરિવર્તન વ્યક્તિને અસરકારક કાર્ય કરતાં અવરોધે છે અને વ્યક્તિની શક્તિમાં પણ ઘટાડો કરે છે.

3. રોજિંદી મુશ્કેલીઓ:
આપણે રોજબરોજની હળવી અને નાની નાની મુશ્કેલીઓ અનુભવીએ છીએ. આવી નાની મુશ્કેલી પણ ક્યારેક મનોભારક પુરવાર થાય છે અને વ્યક્તિના સ્વાસ્થ્યને નુકસાન કરે છે.

દરરોજ સવારમાં પાણીની અનિયમિતતા, નળમાં આવતું પ્રમાણમાંવ ઓછું પાણી, પૂરતું પાણી મેળવવા કરવો પડતો શ્રમ, બસની અનિયમિતતા,ભીડમાં બસમાં જગા મેળવવાનો પ્રશ્ન, પરીક્ષાના સમયે વહેલા ઊઠવા એલાર્મ સેટ કરવાનું ભૂલી જવું,અભ્યાસના સમય દરમિયાન પડોશમાંથી આવતો રેડિયો, ટીવી વગેરેનો અવાજ.

આવી નાની નાની રોજબરોજની મુશ્કેલીઓની સંખ્યા જ્યારે વધતી જાય ત્યારે વ્યક્તિના રોજિંદા જીવનમાં અગવડત ઊભી થાય છે અને તે મનોભારનું કારણ બને છે.

આવી રોજબરોજની મુશ્કેલીઓની પરંપરા એક વિષચક્ર રચે છે અને તે સતત ચાલ્યા કરે છે.


Advertisement
કોના મત મુજબ, "માનસિક સ્વાસ્થ્ય એટલે તંદુરસ્ત વ્યક્તિત્વવિકાસ અને માનસિક રોગના હુમલાથી બચાવ માટેનો વ્યવસ્થિત વૈજ્ઞાનિક પ્રયત્ન ?"
  • સારાસન

  • જે. સી. કોલમેન

  • વૉલ્ટર કેનન

  • હાન્સ સેલી


Advertisement