ટોલવાળા નાકાકારને બે આના ન આપવાની ગામડિયાની યુક્તિ કેમ નિષ્ફળ ગઈ ?
ટોલવાળા નાકાદારને બે આનાઅ ન આપવા પડે તેથી ગામડિયો ગાડું લઈને વહેલી સવારે છનોમાનો જંગલમાં પેઠો. આખો દિવસ ખૂબ વાંસ કાપ્યા અને ગાડામાં ઠાંસીઠાંસીને ભરી દીધા. સાંજ પડતાં તે થાકી ગયો એટલે તે ગાડામાં ગોઠવેલા વાંસ પર સૂઈ ગયો. આખી રાત બળદો જંગલથી ઘરેડોમાં આંટા મારીને છેક વહેલી સવારે ટોલની છાપરી સામે આવીને ઊભા રહ્યા. ત્યારે દાતણ કરવા બેઠેલાં ટોલવાળા નાકેદારે ગાડું જોયું અને ગામડિયા પાસે ટોલના બે આના માગ્યા. આમ, ટોલવાળા નાકેદારને ટોલના બે આના ભર્યા વરગ જવાની યુક્તિ નિષ્ફળ ગઈ.