Chapter Chosen

બોળો

Book Chosen

ગુજરાતી ધોરણ 9

Subject Chosen

ગુજરાતી

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
સોંડાએ કોસ હાંકતાં ઘોડેસવાર આગળ પોતાની શી વીતક કહી ?

સોંડાએ કોસ હાંકતાં હાંકતાં ઘોડેસવાર આગળ પોતાની વીતક જણાવતાં કયું કે, ઠાકોર સસલાં ને કાળિયારનો શિકાર જ કર્યા કરશે કે વસ્તીની શી હાલત છે એના પર પણ ધ્યાન આપશે ? ખેડુના ઘરમાં ખાવા અનાજ રહેવા દીધું નથી. આ તે રાજા છે કે કસાઇ ! ઘોડેસવારાને ભુખ લાગતાં ખાવાનું માગ્યું ત્યારે પણ સોંડાએ હૈયાવરાળ કાઢતાં કહ્યું કે ખાવા માટે મારાં કાળજાં આપું ? બોળો ખાવો છે ?


ઘોડેસવારને ખેડુત સોંડાની ઉદારતા ક્યારે સ્પર્શી ગઇ ? 

સોંડો કંગાલ હોવા છતાં એનામાં આતિથ્યની ભાવના હતી. વાડીએ આવેલા અતિથિને એ ખાવા અનાજ તો નથી આપી શકતો, પણ પાંદાડાના દડિયામાં બોળો ખાવા આપે છે. ખાટો અને શીતળ બોળો ખાધા પછી ઘોડેસવાર વધારે બોળો માગે છે, ત્યારે તે પોતાને માટે રાખેલ બોળો પણ આપી દે છે. આવી કંગાળ અવસ્થામાં સોંડાએ દર્શાવેલી ઉદારતા ઘોડેસવારને સ્પર્શી ગઈ.


સોંડાએ મહારાજા વજેસંગજીને બોળો જમાડ્યો એના બદલામાં એમણી ત્રાંબાના પતરા પર લખીને જાગીરમાં શું શું આપ્યું ?  

મહારાજા વજેસંગજીએ સોંડાને બાર સાંતીની જમીન, છ વાડીના કોસ, બાર બળદ, કળશી બાજરો, ચાર ભેંસ અને રૂપિયા એક હજાર રોકડા ત્રાંબાના પતરા પર લખીને જાગીરમાં આપ્યાં. સોંડાને માથી મદ્વાસી શેલું બંધાવીને એના ગામ ભુંભલી પહોંચાડ્યો.


સમઢિયાળા ગામની કણબી ડોશીએ શિકારીને ગાળો શા માટે આપી ?

શિકારીએ ટુંકા રસ્તેથી જવા માટે એક ખેતરના ઉભા મોલમાં ઘોડો દોડાવ્યો. ખેતરમાં ડોશી ઊભી હતી અને એણે પોતાનો મોલ ચગદાતા જોયો. તેથી ડોશીએ ઘોડેસવારને બે-ચાર ગાળો દઈ દીધી.


'બોળો' લોકવાર્તાના આધારે સોંડાની કંગાળ અવસ્થાનું વર્ણન કરો.

સોંંડા પાસે બે બળદ હતા, પણ એમની કાંધ કાગડાઓએ ઠોલી-ઠોલીને લોહીલુહાણ કરી નાખી હતી. એમનાં પૂછડાં તૂટી ગયાં હતાં. તેના ઉપર બેસુમાર બગાઇઓ હતી. એ બળદોનાં શરીર લોહીમાંસ વિનાનાં હાડપિંજર જેવાં થઈ ગયાં હતાં. એના કોસમાં એકસો ને એક કાણાં પડી ગયાં હતાં. સો પોતે પણ ચીંથરેહાલ હતો.