Chapter Chosen

વર્તનના જૈવિય આધારો

Book Chosen

મનોજ્ઞાન ધોરણ 11

Subject Chosen

મનોવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
કેન્દ્રીય ચેતાતંત્રની કાર્યવાહીની ચર્ચા કરો.

અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ જણાવી કોઈ પણ બે ગ્રંથિની સમજૂતી આપો. 

Advertisement
ઉત્ક્રાંતિમૂલક અભિગમની સમજૂતી આપો. 

સજીવસૃષ્ટિમાં અન્ય પ્રાણીઓની સરખામણીમાં મગજના વિકાસ અને માનસિક શક્તિઓની બાબતમાં માનવી વધારે વિકસિત છે. મગજના વિવિધ ભાગોનો વિકાસ તેમજ ભાષાનો ઉપયોગ એ માનવીનાં વિશિષ્ટ લક્ષણો છે. મગજ અને ચેતાતંત્રના વિકાસને પરિણામે માનવી અમૂર્ત વિચારણા અને તર્કશક્તિ ધરાવતો થયો છે.

ઉતક્રાંતિમૂલક અભિગમ (Evolutionary Perspective) : પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતા કદ, આકાર અને વર્તનમાં ભિન્નતા ધરાવતા અસંખ્ય સજીવો છે. આ બધા સજીવોમાં માનવી સૌથી વિકસિત છે.

ઉત્ક્રાંતિનાં હજારો વર્ષ પછી પણ વિકાસની પ્રક્રિયા ચાલુ છે અને ચાલતી રહેશે.

ઈ.સ. 1859માં પ્રકાશિત ‘The Origin of the Species’ નામના પુસ્તકમાં ચાર્લ્સ ડાર્વિને જણાવ્યું છે કે, ‘લાંબા સમય પછી સજીવોમાં નજીવું પરિવર્તન આવે છે.’ વ્યક્તિના વર્તનની સાથે તેનામાં શારીરિક વિકાસ પણ થાય છે. આધુનિક જીવશાસ્ત્રીઓ પણ માને છે કે વાર્તનિક અને શારીરિક પરિવર્તનો એકસાથે થતાં હોય છે.

કોઈ રોગ, દવા કે અકસ્માતના કારણે મગજના કોષોને ઈજા થઈ હોય તેવા કિસ્સાઓમાં અવલોકન દ્વારા સંવેદન, પ્રત્યક્ષીકરણ, સ્મૃતિ કે તર્ક જેવી પ્રક્રિયાઓનો ઉદ્દભવ થાય છે.

મગજના કોષોની ખામી કારણે રોગો પણ થાય છે.

બુદ્ધિ, શીખવવાની શક્તિ, સ્મૃતિ તેમજ શારીરિક અને માનસિક લક્ષણોની બાબતોમાં જુદી જુદી વ્યક્તિઓમાં ભિન્નતા જોવા મળે છે.

આ વ્યક્તિક ભિન્નતાઓ મગજ, વર્તન અને સામાજિક તથા સાંસ્કૃતિક પર્યાવરણની આંતરક્રિયાનું પરિણામ છે.

વિકાસની પ્રક્રિયા દરમિયાન માનવીના શારીરિક અને વાર્તનિક પાસાઓમાં આવતાં પરિવર્તનો એ વાતાવરણની જરૂરિયાતની અસરનું પરિણામ છે.

પ્રાચીન સમયમાં પુરુષો દૂરનાં સ્થળોએથી ખોરાક શોધવાનું અને શિકાર કરવાનું કાર્ય કરતા, જ્યારે મહિલાઓ ગૃહકાર્ય અને બાળઉછેરનું કાર્ય કરતી.

માનવીના સંદર્ભમાં અલગ અલગ સાંસ્કૃતિઓમાં પુરુષો અને મહિલાઓની ભૂમિકામાં તફાવત જોવા મળતો. મહિલા ઝીણવટભર્યા કાર્ય-કૌશલ્યમાં પારંગત હતી. જ્યારે પુરુષોએ સતત અને સ્નાયુપ્રધાન કાર્યો કરતાંં.

આધુનિક સમાજમાં દરેક વ્યક્તિ પાસે વિવિધ પ્રકારના કાર્ય અંગેનાં કૌશલ્યો હોવા જરૂરી છે. આથી વંશપરંપરાગત કે રૂઢિગત ભૂમિકાઓ અને વ્યવાસાયોમાં પરિવર્તન આવ્યું છે. દા.ત. વર્તમાન સમયમાં મહિલાઓ લશ્કર, તબીબી, પોલિસ વગેરે ક્ષેત્રોમાં સેવાઓ આપે છે, જ્યારે પુરુષો હૉટલોમાં, પ્રસંગોમાં રસોઈયા તરીકે સેવા આપે છે.

પુરુષો અને મહિલાઓની વિશિષ્ટ અભિયોગ્યતાઓ વચ્ચેના તફાવતો ઝડપથી અદ્રશ્ય થતા જાય છે. જે માનવીમાં થતાં જૈવિય અને વાર્તનિક પરિવર્તનોમાં વાતાવરણના મહત્વનો ઉલ્લેખ કરે છે.

વાતાવરણજન્ય પરિવર્તનો સજીવોમાં સાધનો માટેની સ્પર્ધા સર્જે છે. જે સજીવોમાં આવાં વાતાવરણજન્ય પરિવર્તનો સામે ટકી શકે છે તેઓ જ પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે અને પ્રજોત્પત્તી કરી શકે છે.


Advertisement
સ્વયંસંચાલિત ચેતાતંત્ર સમજાવો. 

જનીનતત્વો અને વર્તનની સમજૂતી આપો. 

Advertisement