Chapter Chosen

વ્યક્તિત્વ

Book Chosen

મનોજ્ઞાન ધોરણ 11

Subject Chosen

મનોવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
આઈઝેન્કની વ્યક્તિત્વ પ્રશ્નાવલી સમજાવો. 

વ્યક્તિત્વનો મનોત્યાગાઅત્મક અભિગમ સમજાવો. 

ટુંકનોંધ લખો.
વ્યક્તિને અસર કરતાં પરિબળો

'સ્વ' એટલે શું ? 'સ્વ'ની વ્યાખ્યા અને સ્વરૂપ ચર્ચો.

Advertisement
વ્યક્તિત્વનો અર્થ આપી, વ્યક્તિત્વનો પ્રકારલક્ષી અભિગમ સમજાવો. 

રોજિંદા વ્યવહારમાં ‘વ્યક્તિત્વ’ શબ્દ વિવિધ અર્થમાં વપરાય છે. પોતાના આકર્ષક શારીરિક દેખાવને કારણે અન્યને આંજી નાખતા લોકો આકર્ષક વ્યક્તિવાળા ગણાય છે. સૌંદર્યપ્રસાધનોની જાહેરખબરો માનવીને એવું માનવા પ્રેરે છે કે સારો દેખાવ એટલે સારું વ્યક્તિત્વ, વ્યક્તિત્વના પ્રભાવને ધ્યાનમાંં રાખી વ્યક્તિત્વને પ્રભાવશાળી કે બિનપ્રભાવશાળી ગણવામાં આવે છે. જેમ કે, અધ્યાપક વર્ગમાં દાખલ થાય કે તરત વિદ્યાર્થીઓ શાંત થઈ જાય. પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિ કેટલીક વાર શારીરિક આકર્ષણની દ્દષ્ટિએ ઓછાં નોંધપાત્ર હોય છે. આમ, રોજિંદા જીવનમાં ‘વ્યક્તિત્વ’નો અર્થ માત્ર શારીરિક દેખાવ કે પ્રભાવ કે સ્વભાવને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. વ્યક્તિત્વ અંગેના મનોવિજ્ઞાનિક અને વ્યાપક અર્થને ધ્યાનમાં લેતાં જણાશે કે આવા ખ્યાલો સંકુચિત અને એકતરફી હૉય છે, છતાં તદ્દન ખોટાં નથી.

વ્યક્તિત્વનો અર્થ : ગુજરાતી ભાષામાં ‘વ્યક્તિત્વ’ શબ્દ માટે અંગ્રેજી શબ્દ ‘Personality’ વપરાય છે. ‘Personality’ ઇન શબ્દ ‘persona’ પરથી ઉતરી આવ્યો છે. Persona શબ્દનો અર્થ ‘બુરખો’, ‘મહોરું’ કે ‘મુખવટો’ થાય છે. પ્રાચીન રોમન નાટકોમાં અભિનેતા-અભિનેત્રીઓ પોતાના પાત્રને ઓળખવા માટે ચહેરા પર પાત્રને અનુરૂપ મહોરં પહેરતાં. મહોરાંને જોઈ પ્રક્ષકો અભિનેતા કે અભિનેત્રીના પાત્રને જલદી ઓળખી જતાં.

વ્યક્તિત્વ એ કોઈ એક લક્ષણ નથી. વ્યક્તિ આપેલ પરિસ્થિતિમાં શું કરશે તે અંગેની આગાહી કરવાની ક્ષમતા વ્યક્તિત્વ આર્પે છે. વ્યક્તિ એ વાતાવરણ પ્રત્યે ટેવગત અનૂકૂલનનું તંત્ર છે.

વ્યક્તિત્વના અભ્યાસ માટેના મુખ્ય અભિગમો : દરેક માનવી પોતાની આગવી રીતે વાતાવરણ સાથે અનુકુલન સાંધે છે. મનોવૈજ્ઞાનિકોએ વ્યક્તિત્વના અભ્યાસ માટે મુખ્ય આ અભિગમો રજૂ કર્યા છે : 1. વ્યક્તિગત પ્રકારલક્ષી અભિગમ, 2. વ્યક્તિત્વ ગુણલક્ષી અભિગમ, 3. મનોત્યાગાત્મક અભિગમ, 4. માનવવાદી અભિગમ અને 5. વાર્તાનિક અભિગમ.

વ્યક્તિત્વ પ્રકારલક્ષી અભિગમની સમજૂતી નીચે મુજબ છે.

વ્યક્તિત્વ પ્રકારલક્ષી અભિગમ : વ્યક્તિત્વના પ્રકારો પાડી કે તેનું વર્ગીકરણ કરી જુદા જુદા વ્યક્તિત્વને સમજી શકાય છે. વર્ગીકરણ કરવાથી વ્યક્તિત્વની વિવિધતા આયોજિત રીતે સમજી શકાય છે. પ્રકારો પરસ્પશી નહિ, પરંતુ પરસ્પર વ્યાવર્તક હોવા જોઈએ.

પ્રાચીન પ્રકારો : વ્યક્તિત્વના પ્રકારો પાડીને અભ્યાસ કરવાનો અભિગમ સદીઓ જૂનો છે. ભારતીય દર્શનશાસ્ત્રમાં વ્યક્તિત્વના ત્રણ પ્રકારો પાડ્યાં છે : 1. સાત્વિક, 2. રાજસ અને 3. તામસ. ભારતીય ચિકિત્સાશાસ્ત્રના ગ્રંથ ‘ચરકસંહિતા’માં શારીરિક દોષોના આધારે ત્રણ પ્રકારો પાડ્યાં છે : 1. વાતપ્રકૃતિ, 2. પિત્તપ્રકૃતિક અને 3. કફપ્રકૃતિ, ગ્રીક વૈદ્યહિપોકેટિસે મનવીના શરીરના રસસ્ત્રાવના પ્રભાવને આધારે ચાર પ્રકારોપાડ્યાં છે : 1. રક્ત પ્રધાન, 2. કફ પ્રધાન, 3. કાળાપિત્ત પ્રધાન અને 4. પીળપિત્ત પ્રધાન.

ક્રેશમર અને શેલ્ડના પ્રકારો : ક્રેશમર અને શેલ્ડને શરીરના બાંધાને આધારે વ્યક્તિત્વના ત્રણ પ્રકારો છે.

1. આંતરસ્તન પ્રધાન : આ પ્રકારના બાંધાવાળા વ્યક્તિઓનું શરીર સુવિકસિત હોય છે. શરીરનો આકાર ગોળમટોળ હોય છે. તેઓ સ્વભાવે મિલનસાર, આનંદી અને રમૂજી હોય છે. તેઓ પોતાની લાગણીઓ સહેલાઈથી વ્યક્ત કરે છે. મિત્રો અને પરિવારના સભ્યો પ્રત્યે પ્રેમભાવ રાખે છે.

2. મધ્યમસ્તર પ્રધાન : આ પ્રકારના બાંધાવાળા વ્યક્તિઓનું શરીર સૂવિકસિત અને સુદ્દઢ સ્નાયુવાળું હોય છે. આ વ્યક્તિઓના સ્વભાવમાં પ્રવૃત્તિશીલતા વધુ જોવા મળે છે. સાહસિક અને ઉત્તેજનાસભર કાર્યો તેમને પ્રિય હોય છે. અન્ય વ્યક્તિઓ અને પરિસ્થિતિ પર વર્ચસ્વ મેળવવાનું તેમને ખૂબ ગમે છે. તેઓ હિંમતવાન અને નેતૃત્વ લેનાર હોય છે.

3. બાહ્યસ્તર પ્રધાન : આ પ્રકારના બાંધાવાળા વ્યક્તિઓમાં ચેતાતંતુઓ પ્રાધાન્ય ભોગવે છે. તેઓ દેખાવે ઉંચા અને પાતળા હોય છે. માનસિક કાર્યોમાં તેમને વધુ રસ પડે છે. શારેરિક રીતે તેઓ જલદી થાકી જાય છે. સામાજિક સબંધોથી તેઓ અલિપ્ત રહે છે. પોતાની લાગણીઓ જલદી વ્યક્ત કરતા નથી.

કાર્લ યુગના પ્રકારો : યુંગે પ્રવૃત્તિની દિશાને આધારે વ્યક્તિત્વના બેપ્રકારો પાડવામાં આવ્યા છે.

1. અંતર્મુખ : અંતર્મુખ વ્યક્તિઓ એકાંતપ્રિય હોય છે. સમાજથી દૂર રહેવું તેમને ગમે છે. નિખાલસ રીતે તેઓ પોતાના મનોભાવો પ્રગટ કરતા નથી. મનમાંને મનમાં તેઓ મૂંઝવણ અનુભવે છે. નાની બાબતોને વધુ મહત્વ આપે છે. અન્યની ટીકા સહન કરી શકતા નથી. વધુ પડતા સ્વમાનશીલ હોય છે. જીવનવ્યવહારમાં હંમેશા પોતાની જાતને જ કેન્દ્રમાં રાખે છે.

2. બહિર્મુખ : બહિર્મુખ વ્યક્તિઓ મનઃસૃષ્ટિમાંં રાચવા કરતાં વાસ્તવિક સૃષ્ટિમાં વિષે રાચે છે. આવી વ્યક્તિઓ સમાજમાં સહેલાઈથી સમાયોજન સાધી શકે છે. અન્ય વ્યક્તિઓનો સહવાસ તેમને આનદ આપે છે. તેઓ સ્વભાવે વાચાળ હોય છે. તેમના લાગણીશીલતા વધુ પ્રમાણમાં હોતી નથી. તેવો મળતવડા સ્વભાવના હોઈ અન્ય વ્યક્તિઓના સંપર્કવાળા કાર્યો વધુ પસંદ કરે છે.


Advertisement
Advertisement