Chapter Chosen

નૂતન વિશ્વ તરફ પ્રયાણ

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ 9

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement

વૈશ્વવિક મહામંદીના ઉદ્દભવની અસરો જણાવો. 


વૈશ્વિક મહામંદીની અસરો નીચે મુજબ છે.

વિશ્વના મોટાં ભાગના રાષ્ટ્રો પર વૈશ્વિક મહામંદીને અસરો થઈ હતી.

વિશ્વની મહાસત્તા ગણાતા ગ્રેટબ્રિટનને પોતાના ચલણ પાઉંડ સામે અનામતરૂપે સોનાનો જથ્થો રાખવાની નીતિ ત્યજવી પડી હતી. ગ્રેટબ્રિટનના આ પગલાની અસર વિશ્વના અન્ય રાષ્ટ્રો પર પણ પડી.

અમેરિકા જેવા સમૃદ્ધ રાષ્ટ્રમાં આર્થિક મંદીનું મોજું ફરીવળ્યું હતું. અમેરિકામાં અનેક કારખાના તેમજ ઉદ્યોગ-ધંધા બંધ પડી ગયાં હતાં.

અમેરિકામાં લાખો કામદારો બેકાર બન્યા.

વૈશ્વિક મંદીએ અમેરિકાની અર્થવ્યવસ્થાને નબળી પાડી. દેશની આર્થિક સ્થિતિને કથળતી અટકાવવા અમેરિકાને કડક નિયંત્રણો લાદવાં પડ્યાં.

વિશ્વના આંતરરાષ્ટ્રીય વેપાર અને ઉદ્યોગો મંદીની અસર નીચે આવ્યા. વિશ્વનો વેપાર ઘટીને અડધો થઈ ગયો.


Advertisement
દ્વિતિય વિશ્વયુદ્ધના ઉદ્દભવ માટેનાં જવાબદાર પરિબળોની ચર્ચા કરો.

સંયુકત રાષ્ટ્રોની સ્થાપના કરવામાં આવી ? 

દ્વિતિય વિશ્વયુદ્ધના પરિણામો લખો. 

સયુક્ત રાષ્ટ્રોના અંગ તરીકે આર્થિક-સામાજિક સમિતિની સમજ આપો. 

Advertisement