Chapter Chosen

ચેતનાની બદલાયેલી અવસ્થાઓ

Book Chosen

મનોજ્ઞાન ધોરણ 11

Subject Chosen

મનોવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
‘સ્વપ્ન’ વિશેના મૂળભૂત પ્રશ્નોની ચર્ચા કરો. 

ચેતનાની વ્યાખ્યા આપી, તેની સમજૂતી સ્પષ્ટ કરો. 

ચેતના અંગેનો ભારતીય વિચાર વર્ણવો. 

Advertisement
નિંદ્રા અને તેની ગઢતાના તબક્કાઓ વર્ણવો. 

નિંદ્રા એ ચેતનાની સહજિક રીતે અવસ્થા છે.

નિંદ્રાનો અર્થ : નિંદ્રા એ પ્રાણીની મૂળભૂત શારીરિક જરૂરિયાત છે. ચેતનાની સભાન અવસ્થા દરમિયાન અનેક પ્રવૃત્તિઓ અને વર્તનો કર્યા પછી પ્રાણી નિંદ્રીધીન બને છે. દરેક પ્રાણીઓ માટે નિંદ્રા એ સહજવૃત્તિજન્ય હોવ છતાં માનવીમાં નિંદ્રાને પસંદગીનો આધાર પણ છે. માનવીને નીંદ્રા અમુક સ્થળે, અમુક સમયે અને અમુક વાતાવરણમાં તરત આવે છે. કેટલીક વ્યક્તિઓને વાતાવરણ, સ્થળ અને સમય અનૂકૂળતા મુજબના ન મળે તો કાં તો નિંદ્રા આવતી જ નથી અથવા નિંદ્રા માટે ખૂબ મુશકેલી પડે છે.

આમ, નિંદ્રા સંપૂર્ણપણે શારીરિક જરૂરિયાત અને સાહજિક પ્રવૃતિ હોવા છતાં માનવીમાં નિંદ્રા અભિસંધાન, શિક્ષણ અને પસંદગી પર આધારિત છે.

નિંદ્રાના તબક્કાઓ : ‘ઈઈજી’ તથા ‘આરઈએમ’ સંશોધનો દ્વારા જાણવા મળ્યું છે કે આંખના ડોળાના હલનચલન વગરની નીંદ્રા એ ‘ગાઢ નિંદ્રા’ છે. ગાઢ નિંદ્રા દરમિયાન પણ મગજનાં મોજાંની ભાતોમાં પરિવર્તનો થાય છે. નિંદ્રાના જે તબક્કા દરમિયાન આંખનાં ડોળાનાં હલનચલનો જોવા મળેતા નથી. તેને ‘એનાઅરઈએમ નિંદ્રા’ કહેવામાં આવે છે.અને નિંદ્રાના જે તબક્કા દરમિયાન આંખના ડોળાનાં હલનચલનો જોવા મળે છે, તેને ;આરઈએમ નિંદ્રા’ કહેવાય છે. આરઈએમ નિંદ્રા ‘સ્વપ્નાવસ્થા’નું સૂચન કરે છે. નિંદ્રા દરમિયાન ‘એનઆરઈએમ નિંદ્રા’ અને ‘આરઈએમ’ નિંદ્રાનું ચક્ર સતત ચાલ્યા કરે છે.

અતિ આધુનિક વર્ગીકરણ અનુસાર નિંદ્રાની ગાઢતાના તબક્કાઓ નીચે મુજબ છે :

1. જાગ્રત અવસ્થા : વ્યક્તિ જ્યારે નિંદ્રા માટેની તૈયારી કરે છે ત્યારે તે આંખો બંધ કરી રાહતની સ્થિતિમાં પ્રવેશે છે. આ તેની ‘જાગ્રત અવસ્થા’ છે.

જાગ્રત અવસ્થા દરમિયાન ઈઈજી દ્વારા નોંધાયેલા મગજનાં મોજાની ઝડપ પતિસેકન્ડ 8 થી 13 મોજાની હોય છે. આ મોજાંને ‘આલ્ફા તરંગો’ કહેવામાં આવે છે.

આલ્ફા તરંગો મગજની આરામની અને રહતની સ્થિતિમાં જોવા મળે છે.

નિંદ્રામાં જવાની તૈયારીમાં, શાંતચિત્તે હળવુંં સંગીત સંભળતા હોઈએ ત્યારે, પ્રકૃતિક સૌંદર્ય માણતા હોઈએ ત્યારે, ધ્યાન અવસ્થામાં સ્થિર હોઈએ ત્યારે, ગાઢ નિંદ્રા પછી ઊઠીએ ત્યારે વ્યક્તિ મગજની શાંતિ અનુભવતી હોય છે. આ તમામ અતિ રાહતના સમય દરમિયાન ‘આલ્ફા તરંગો’ જોવા મળે છે.

ચેતાવૈજ્ઞાનિકોના મત મુજબ ‘આલ્ફા તરંગો’ જોવા મળે છે.

ચેતાવૈજ્ઞાનિકોના મત મુજબ ‘આલ્ફા તરંગો’ દરમિયાન સર્જનાત્મકતા અને અંતઃસ્ફુરણા જેવી માનસિક પ્રક્રિયાઓ વધુ જોવા મળે છે.

2. નિંદ્રાની ગાઢતાનો પ્રથમ તબક્કો : વ્યક્તિ જ્યારે નિંદ્રાધિન બને છે ત્યારે શરૂઆતના પ્રથમ તબક્કામાં મગજનાં મોજાઓ અનિયમિત બને છે અને આલ્ફા તરંગો અદ્દશ્ય થાય છે.

આ અવસ્થા દરમિયાન મગજનાં મોજાની આવૃત્તિ પતિસેકન્ડ 4થી 8 મોજાંની હોય છે, જેને ‘થીટા તરંગો’ કહેવાય છે.

નિંદ્રાની ગાઢતાના આ પ્રથમ તબક્કામાં શરીરનાં સ્નાયવિક હલનચલનો ઓછાં થઈ જાય છે અને વાતાવરણનાં ઊદ્દીપકોની સભાનતા રહેતી નથી.

3. નિંદ્રાની ગઢતાનો દ્વિતિય તબક્કો : વ્યક્તિ જ્યારે નિંદ્રાની ગાઢતાના વધુઅ ઊંડાણમાં સરકે છે ત્યારે ‘નિંદ્રાની ગાઢતાનો દ્વિતિય તબક્કો’ શરૂ થાય છે.

આ તબક્કામાં મગજનાં મોજાં ત્રાક સ્વરૂપમાં હોય છે અને મગજનાં મોજાંની આવૃત્તિ પ્રતિસેકન્ડ 13થી 16 મોજાંની હોય છે, જે ‘આલ્ફા મોજાં’ કરતાં વધુ છે.

આ અવસ્થા દરમિયાન મગજની સક્રિયતા રાહતની પળો કરતાં પણ વધુ હોય છે. જે મગજનાં મોજાંની ભાતમાં વચ્ચે વચ્ચે અચાનક જોવા મળતા ત્રાક સ્વરૂપનાં મોજાં સ્વરૂપે પ્રગટ થાય છે.

આ તબક્કા દરમિયાન સ્નાયવિક પ્રવૃત્તિઓ થોડી વધુ શાંત બને નિંદ્રાના કુલ કલાકોમાંથી 50% જેટલે સમય આ તબક્કામાં પસાર થાય છે.

4. નિદ્રાની ગઢતાનો તૃતિય તબક્કો : વ્યક્તિ જ્યારે નિંદ્રાની મહત્તમ ગાઢતામાં હોય છે ત્યારે ‘નીંદ્રાની ગાઢતાનો તૃતિય તબક્કો’ શરૂ થાય છે.

આ તબક્કા દરમિયાન મગજનાં મોજાં સૌથી ધીમા હોય છે, જેને ‘ડેલ્ટા તરંગો’ કહેવામાં આવે છે.

આ તબક્કા દરમિયાન મગજની સક્રિયતા નહિવત અને નિંદ્રાની ગાઢતા મહત્તમ હોય છે. આ તબક્કાને ‘મંદ તરંગ નિંદ્રા’ કહેવામાં આવે છે.

આ તબક્કામાં વ્યક્તિને નિંદ્રામાંથી જગાડવી ખૂબ મુશ્કેલ બને છે.

વ્યક્તિ આ તબક્કામાં ગઢ નિંદ્રામાં હોવાથી વાતાવરણની બિલકુલ સભાનતા હોતી નથી. છતાં પણ આ તબક્કા દરમિયાન રૂમમાં ધુમાડો પ્રવેશે અથવા બાળકનો રડવાનો અવાજ આવે તો વ્યક્તિ ગાઢ નિંદ્રામાં હોવા છતાં અભાનપણે તેના પ્રત્યે પ્રતિક્રિયા આપે છે.

આ તબક્કા દરમિયાન સામાન્ય રીતે ‘નિંદ્રાસભ્રમણ’ કે ‘પથરી પલાળવી’ વગેરે જેવી વર્તન વિકૃતિઓ આકાર લેતી હોય છે.

નિંદ્રાની ગઢતાના આ ત્રણ તબક્કાઓ દરમિયાન આંખના ડોળાનાં હલનચલનો જેવા મળતાં નથી. આથી નિંદ્રાની ગઢતાના ત્રણ તબક્કાઓને ‘એનઆરઈએમ નિંદ્રા’ કહેવામાં આવે છે. ‘એનાઅરઈએમ નિંદ્રા’ પછી વ્યક્તિ નિંદ્રાધિન તો રહે છે. પરંતુ ત્યારબાદ મગજની સક્રિયતા વધે છે અને ‘આરઈએમ નિંદ્રા’ શરૂ થાય છે.

5. નિંદ્રાની ગઢતનો ચતુર્થ તબક્કો : ‘એનઆરઈએમ નિંદ્રા’ પછી ‘આરઈએમ નિંદ્રા’નો તબક્કો શરુ થાય છે.

આ તબક્કાનો સમયગાલો આશરે 90 મિનિટનો હોય છે.

આ તબક્કા દરમિયાન વ્યક્તિને નિંદ્રામાંથી જગાડવી મુશ્કેલ છે. આ તબક્કા દરમિયાન આંખનાં ડોળાનં ઝડપી હલનચલનો સ્પષ્ટ જોવા મળે છે. જો આ તબક્કા દરમિયાન વ્યક્તિને નિંદ્રામાંથી બળપૂર્વક જગડવામાં આવે, તો તે હંમેશા ‘પોતે સ્વપ્ન જોઈ રહ્યો હતો’ તેમ જણાવે છે.

‘એનઆરઈએમ નિંદ્રા’ દરમિયાન વ્યક્તિને નિંદ્રામાંથી જગાડીને પૂછવામાં આવે તો તે સ્વપ્નનો અનુભવ જણવતી નથી, પરંતુ ‘આરઈએમ નિંદ્રા’ દરમિયાન મગજનાં સીમાવર્તી તંત્રમાં આવેલા અને અવિગિક ઉત્તેજના સાથે જોડાયેલા ‘એમિગડાલા’માં મગજની વિશેષ સક્રિયતા જોવા મળે છે.

‘આરઈએમ નિંદ્રા’ એ ‘એનઆરઈએમ નિંદ્ર’ જેટલી પગાઢ નથી. આમ છતાં પણ સ્વપ્નન અનુભવના કારણે વ્યક્તિને આ તબક્કમાંથી જગડવી પણ મુશ્કેલ છે. આથી ‘આરઈએમ નિંદ્રા’ ને ‘વિરોધાભાસી નિંદ્રા’ પણ કહેવામાં આવે છે.

આ તબક્કા દરમિયન ‘જાગ્રત અવસ્થા’ જેવી જ મગજની અતિ સક્રિયતા હોવા છતાં નિંદ્રાનાં અન્ય તમામ તબક્કાઓની સરખામણીમાં વ્યક્તિને આ તબક્કામંથી જગાડવી સૌથી વધુ મુશ્કેલ છે.

પુખ્ત ઉંમરની વ્યક્તિઓની નિંદ્રાના કુલ સમયના આશરે 20થી 25% જેટલો સમય ‘આરઈએમ નિંદ્રા’માં પસાર થાય છે.

વ્યક્તિ ‘એનાઅરઈએમ નિંદ્રા’ પછી જાગી જતી નથી. કારણ કે, પછી શરૂ થતી સ્વપ્નાવસ્થા સૂચવતી ‘આરઈએમ નિંદ્રા’ છે.

આમ, ‘સ્વપ્નો એ નિંદ્રા’ના આશરે 90 મિનિટના સમયગાળા પછી પુનઃ ‘એનઆરઈએમ નિંદ્રા’ શરૂ થાય છે. આમ, સમગ્ર રાત્રી દરમિયાન નિંદ્રાનું આ ચક્ર સતત ચાલ્યા કરે છે.

સૂર્યોદય અને સૂર્યાસ્ત સાથે પ્રાણીઓની ‘જૈવિય ઘડિયાળ’ અને જાગ્ર્તિ અભિસંધિત થયા હોવાથી, સૂર્યોદય થતાંની સાથે નિંદ્રા અને જાગૃતિ અભિસંધિત થયા હોવાથી, સોર્યોદય થતાની સાથે જ ‘શરીર સંતુલનના સિદ્ધાંત’ મુજબ આપોઆપ મગજનાં મોજાંની ભાતમાં ‘આલ્ફા તરંગો’ અને ‘બીટા તરંગો’ કમશઃ જોવા મળે છે. આ સાથે જ વ્યક્તિ નવી સ્ફૂર્તી અને તાજગી સાથે ‘જાગ્રત અવસ્થા’માં પ્રવેશે છે.

નિંદ્રામાંથી જાગતા જ જે શાંતિની પળોનો અનુભવ થાય છે તે દરમિયાન ‘આલ્ફ તરંગો’ જોવા મળે છે. આમ, નિંદ્રાની શરૂઆતમાં અને નિંદ્રા પૂરી થાય ત્યારે ‘આલ્ફા તરંગો’ જોવા મળે છે.

વ્યક્તિ સંપૂર્ણ જાગૃત બની જ્યારે રોજબરોજની પ્રવૃત્તિઓમાં જોડાય છે ત્યારે મગજમાં આવેલું ‘ડાબું ગોળર્ધ’ વિશેષ સક્રિય બને છે અને ‘બીટા તરંગો’ ની ભાત જોવા મળે છે.

આમ, ચેતનાની બદલાયેલી અવસ્થા અનુસાર મગજનાં મોજાની બદલાતીભાતો જોવા મળે છે. જેમ કે ‘બીટા તરંગો’ સક્રિય જાગ્રત અવસ્થામાં, ‘આલ્ફા તરંગો’ રાહત, આરામ અને ધ્યાનની અવસ્થામાં તથા ‘થીટા તરંગો’ અને ‘ડેલ્ટા તરંગો’ નિંદ્રા અવસ્થાનું સૂચન કરે છે, જ્યારે ‘આરઈએમ નિંદ્રા’ એ ‘સ્વપ્નાવસ્થા’ સૂચવે છે.


Advertisement
ચેતનાની વિવિધ અવસ્થાઓ વર્ણવો. 

Advertisement