Chapter Chosen

ચેતનાની બદલાયેલી અવસ્થાઓ

Book Chosen

મનોજ્ઞાન ધોરણ 11

Subject Chosen

મનોવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
ચેતના અંગેનો ભારતીય વિચાર વર્ણવો. 

ચેતનાની વ્યાખ્યા આપી, તેની સમજૂતી સ્પષ્ટ કરો. 

Advertisement
‘સ્વપ્ન’ વિશેના મૂળભૂત પ્રશ્નોની ચર્ચા કરો. 

ચેતનાની બદલાયેલી અવસ્થા અને તેનાં શારીરિક અને વાર્તનિક પરિણામો અંગે મનોવિજ્ઞાનમાં સૌથી વધુ અનુભવિક સંશોધનો થયાં છે.

સ્વપ્નાવસ્થા એ ચેતનાની નિમ્નસભાન કક્ષા સૂચવે છે.

ડૉ.સિગ્મંડ ફ્રોઈડના ‘સ્વપ્ન સિદ્ધાંત’ મુજબ, “સ્વપ્ન એ અચેતન મન સુધી પહોંચવાનો રાજમાર્ગ છે.”

‘સ્વપ્ન’ એ ઈચ્છાપૂર્તીરૂપ અને પ્રતિકાત્મક હોય છે. અચેતન મનમાં ગ્રંથિ રૂપે કે આદ્યસંસ્કારો રૂપે સંગ્રહાયેલી દમિત ઇચ્છાઓની પૂર્તી થાય છે.

સ્વપ્નાવસ્થા અંગે અનેક આનુભવિક અભ્યાસો થયા છે. આ અભ્યાસો મુજબ ‘આરઈએમ નિંદ્રા’ એ ‘સ્વપ્નાવસ્થા’ છે. ‘આરઈએમ નિંદ્રા’ માંથી વ્યક્તિને જગાડતાં તે અચૂકપણે સ્વપ્નાનુભવ રજૂ કરે છે. આમ, સ્વપ્નો એ નિંદ્રાનું રક્ષણ કરે છે.

ચેતનાની બદલાયેલી અવસ્થા તરીકે સ્વપ્નાવસ્થા અંગેનાં અનેક મનોવિજ્ઞાનિક સંશોધનોએ સ્વપ્ન વિશેના કેટલાક મૂળભૂત પ્રશ્નોના નીચે પ્રમાણે વૈજ્ઞાનિક ઉત્તરો આપ્યાં છે.

1. શું દરેકને સ્વપ્ન આવે છે ? : મનોવિજ્ઞાનિક ગુડઈનફ અને તેમના સાથી દારોના સંશોધન મુજબ, “કેટલીક વ્યક્તિઓ સ્વપ્નાનું પુનરાવહન કરી શકે છે, જ્યારે કેટલીક વ્યક્તિઓ સ્વપ્નનું પુનરાવહન કરી શકતાં નથી.”

હિલગાર્ડ, એટકિન્સન અને એટકિન્સનના મત મુજબ, “આરઈએમ નિંદ્રા મુજબ દરેક વ્યક્તિને સ્વપ્ન આવે છે, પરંતુ બધી વ્યક્તિઓ તેને યાદા રાખી શકતી નથી.”

પુખ્ત વયની વ્યક્તિઓનો નિંદ્રાનો ચતુર્થ તબક્કો એ ‘સ્વપ્નાવસ્થા’ સૂચવે છે. દરેક વ્યક્તિની નિંદ્રામાં ‘આરઈએમ નિંદ્રા’ દરમિયાન અચૂકપણે સ્વપ્નાનુભવ થતો હોવાથી કહી શકાય જે દરેક વ્યક્તિને સ્વપ્ન આવે છે, પરંતુ બધી વ્યક્તિ તેનું પુનરાવહન કરી શકતી નથી.

આમ, 'આરઈએમ’ના અભ્યાસોના આધારે કહી શકાય કે દરેક વ્યક્તિને સ્વપ્ન આવે છે.

2. સ્વપ્નનો અનિભવ કેટલા સમયનો હોય છે ? : સામાન્ય રીતે સ્વપ્ન એક જ ક્ષણમાં ખૂબ જડપથી પૂરું થઈ જતું હોય તેમ લાગે છે.

પરંતુ વ્યક્તિને જ્યારે જેટલો સમય સ્વપ્નાનુભવનું વર્ણન કરવાનું કહેવામાં આવે ત્યારે વ્યક્તિ જેટલો સમય સ્વપ્નાનુભવમાં પસાર કરે છે સામાન્ય રીતે તેટલો જ સમય તેનું વર્ણન કરવામાં લે છે.

સંશોધનો જણાવે છે કે વ્યક્તિ ‘આરઈએમ નિંદ્રા’ જેટલો સમય સ્વપ્નાનુભવમાં અને તેટલો જ સમય તેના વર્ણન કરવામાં લે છે.

3. શુ સ્વપ્નમાં બહારનાં ઉદ્દીપકોનો સમાવેશ થાય છે ? : સ્વપ્ન અંગેના મનોવિજ્ઞાનિક સંશોધનોમાં જાણવા મળ્યું છે કે સ્વપ્નમાં બહારના ઉદ્દીપકોનો સમાવેશ થાય છે.

ઈ.સ. 1958માં મનોવિજ્ઞાનિક ડિમેન્ટ અને વૉલપર્ટના સંશોધન અભ્યાસ દરમિયાન પ્રયોગપાત્રની ‘આરઈએમ નિંદ્ર’ દરમિયાન તેમના પર થોડું પાણી છાંટવામાં આવ્યું અને પછી તેમને જગાડવામાં આવ્યા અને સ્વપ્નાનુભવનું વર્ણન કરવાનું કહેવામાં આવ્યું. દરેક પ્રયોગપાત્રના સ્વપ્નાનુભવના વર્ણનમાં પાણીના છંટકાવનું વર્ણન સામેલ હતું.

અન્ય એક અભ્યાસમાં પણ જાણવા મળ્યું હતું કે વ્યક્તિની ‘આરઈએમ નિંદ્રા’ દરમિયાન પ્રયોગકર્તાએ જે નામોનો મોટા અવાજથી ઉચ્ચાર કર્યો હતો તે જ નામો પ્રયોગપાત્રએ પોતાના સ્વપ્નાનુભાવના વર્ણન અને અનુવર્તી સ્વપ્નવર્ણનમાં સામેલ હતા.

અનેક વ્યક્તિઓનો પણ એવો અનુભવ છે કે ઘણી વાર એલાર્મની ઘંટડી સ્વપ્નમાં પરીક્ષના બેલ તરીકે અથવા મંદિરના ઘંટ સ્વરૂપે સામેલ થઈ જાય છે.

આમ, અભ્યાસો જણાવે છે કે સ્વપ્નમાં બહારનાં ઉદ્દીપકોનો સમાવેશ થાય છે. આથી સ્વપ્નને અભાન નહિ, પરંતુ નિમ્નસભાન અવસ્થા ગણવામાં આવે છે.

4. નિંદ્રાપ્રલાપ અને નિંદ્રાભ્રમણ ક્યારે થાય છે ? : નિંદ્રા દરમિયાન અભાન અવસ્થામાં વ્યક્તિ મોટેથી અસંબદ્ધ શબ્દો બોલવા મંડે તેને ‘નિંદ્રપ્રલાપ’ કહેવાય.

નિંદ્રા દરમિયન અભાન અવસ્થામાં વ્યક્તિ ચાલવા માંડે તેને ‘નિંદ્રાભ્રમણ’ કહેવાય.

પ્રયોગશાળામાં થયેલાં સંશોધનોના અહેવાલો મુજબ નિંદ્રા દરમિયાન 13 પ્રયોગપાત્રના કુલ 206 નિંદ્રાપ્રલાપો નોંધવામાં આવ્યા હતા. જેમાંથી જેમાંથી 75થી 80 % નિંદ્રાપ્રલપો ‘એનાઆરઈએમ નિંદ્રા’ દરમિયાન અને 20 થી 25% નિંદ્રાપલાપો ‘આરઈએમ નિંદ્રા’ દરમિયાન હતા.

પ્રયોગશાળામાં થયેલા સશોધનો મુજબ મોટા ભાગે ‘નિંદ્રાભ્રમણ’ ‘એનાઅરઈએમ નિંદ્રા’ દરમિયાન જોવા મળે છે. આ નિંદ્રાની ગઢતાનો ત્રીજો તબક્કો છે.

‘નિંદ્રાપ્રલાપ’ અને ‘નિંદ્રાભ્રમણ’ નિંદ્રા દરમિયાન ક્યારે થયું અને કેમ થયું તે વ્યક્તિને બિલકુલ યાદ હોતું નથી, પરંતુ ‘સ્વપ્ન’ વ્યક્તિને યાદ રહી જાય છે.

આમ, ‘નિંદ્રાપ્રલાપ’ અને ‘નિંદ્રાભ્રમણ’માં વ્યક્તિની અભાનતાનું સ્તર, સ્વપ્ન જરતાં ઘણું વધારે ઊંડું હોય છે.

5. સ્વપ્ન વખતે શું વ્યક્તિ તેના સ્વાભાનુભાવથી સભાન હોય છે ? : સામાન્ય રીતે જાગ્રત અવસ્થામાં પ્રવેશ્યા બાદ વ્યક્તિને ખ્યાલ આવે છે કે પોતાને નિંદ્રા દરમિયાન સ્વપ્નનો અનુભવ થયો હતો.

નિયંત્રિત કરેલી કેટલીક પદ્ધતિ દ્વારા સંશોધન કરતાં જાણવા મળ્યું છે કે વ્યક્તિને સ્વપ્નનો અનુભવ પણ થતો હોય અને એ જ સમયે પોતે સ્વપ્ન જોઈ રહ્યો છે તેવી સભાનતા પણ હોય એવું શક્ય છે.

આ અંગેનું સંશોધન કરવા માટે પ્રયોગપાત્રને જ્યારે સ્વપ્ન ચાલી રહ્યું હોય ત્યારે તેનો નિર્દેશ હાથમાં આપવામાં આવેલી સ્વિચ દબાવીને કરવાનું કહેવામાં આવે છે.

સ્વપ્ન એ નિમ્નસભાન અવસ્થા હોવાથી તેમાં આ બંને પ્રકારની સભાનતા હોવી એ તાર્કિક રીતે શક્ય છે અને પ્રયોગિક સંશોધનોમાં પણ અનુભાવિક રીતે સાબિત થતું જોવા મળે છે.


Advertisement
નિંદ્રા અને તેની ગઢતાના તબક્કાઓ વર્ણવો. 

ચેતનાની વિવિધ અવસ્થાઓ વર્ણવો. 

Advertisement