Chapter Chosen

માનવવિકાસ

Book Chosen

મનોજ્ઞાન ધોરણ 11

Subject Chosen

મનોવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
વૃદ્ધિ એટલે શું ? વિકાસ અને પરિપક્વતાની સમજૂતી આપો. 

જીન પિયાજેના બોધાત્મક વિકાસના તબક્કાઓ સમજાવો. 

Advertisement
ફ્રોઈડનો મનોજાતીય વિકાસનો સિદ્ધાંત વર્ણવો.

દરેક બાળકમાં વિકાસની પ્રક્રિયા લગભગ એક સમાન જોવા મળે છે. વિકાસની એક ચોક્કસ તરેહ હોય છે. જેમ જેમ બાળકની વૃદ્ધિ થાય છે તેમ તેમ વિકાસના તબક્કાઓ ઉદ્દભવે છે. બાળકનો વિકાસ તબક્કાવાર થતો હોવાથી વિકાસની આગાહી કરી શકાય છે. જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ પોતાના અભ્યાસ સ્વરૂપે જુદા જુદા સિદ્ધાંતો દર્શાવ્યા છે. ફ્રોઈડનો મનોજાતીય વિકાસનો સિદ્ધાંત નીચે પ્રમાણે છે :

ફ્રોઈડેનો મનોજાતીય વિકાસનો સિદ્ધાંત : ફ્રૂઈડના મતે, “વ્યક્તિના વિકાસની અવસ્થાઓ તેની મનોજાતીય વિકાસની અવસ્થાઓ છે.” વિકાસની આ આવસ્થાઓ દરમિયાન વ્યક્તિ તેના શરીરના અવયવો દ્વારા થતી પ્રવૃત્તિઓમાંથી આનંદ મેળવે છે. વિકાસની આ અવસ્થાઓ નીચે મુજબ છે.

1. મુખકેન્દ્રી અવસ્થા : ફ્રોઈડના મત મુજબ બાળકના જન્મથી આશરે દોઢથી બે વર્ષ સુધી બાળકની કામશક્તિ તેના મુખમાં કેન્દ્રિત થાય છે. તે મુખ દ્વારા આનદ મેળવવાનો પ્રયત્ન કરે છે. આથી આને ‘મુખકેંદ્રી અવસ્થા’ કહેવામાં આવે છે.

આ અવસ્થામાં બાળક હોઠ અને જીભ દ્વારા મળતી ઉત્તેજનાનું સુખ મેળવવાનો પ્રયત્ન કરે છે. તે હાથમાં આવેલી દરેક વસ્તુ મુખમાં લઈ જાય છે. તે ખાવા જેવી અને ન ખાવા જેવી દરેક વસ્તુ તેના મુખમાં મૂકે છે. જો બાળકને કોઈ પણ વસ્તુ ના મળે તે તે તેનો મુખમાં મૂકી ચુસ્યા કરે છે. બાળક જ્યારે વિકાસના બીજા તબક્કામાં આવે છે ત્યારે તેની આવી પ્રવૃત્તિ બંધ થઈ જાય છે. જોકે કેટલાંક બાળકોની આવી ટેવ લાંબા સમય સુધી ચાલુ રહે છે. અથવા બીજી કોઈ ટેવમાં પરિણમે છે. દા.ત. મોંમા પેન કેપેન્સિક નાંખવી, ચ્યુઈંગમ ખાવી, મોટા થઈને પાનમસાલા ખાતા રહેવું વગેરે, ફ્રોઈડેના મતે આ બધી મુખકેંદ્રી અવસ્થાની અસરો છે.

2. ગુદાકેન્દ્રી અવસ્થા : ફ્રોઈડના મત મુજબ ગુદાકેન્દ્રી અવસ્થા બીજા અને ત્રીજા વર્ષ દરમિયાન વિકાસ પામે છે. આ સમયની બાળકની મળમૂત્ર વિસર્જનની પ્રક્રિયા સાથે સંકળાયેલી કામશક્તિને ‘લિંબિડો’ કહેવાય છે. આ અવસ્થામાં બાળકને મળમુત્ર વિસર્જન સાથે સંકળાયેલા અવયવોમાં ઉતેજનાનો અનુભવ થાય છે. તે વારંવાર આવી પવૃત્તિઓમાંથી આનંદ મેળવવા પ્રયત્ન કરે છે. માતા-પિતા અને વડીલોએ બાળકની આવી પ્રવૃત્તિઓ સામે કડકાઈ વાપરીને અંકુશ લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ નહિ, પરંતુ બાળકને સમજાવટથી આવી પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવાનું શીખવવું જોઈએ.

3. શેશ્ર્નકેન્દ્રી અવસ્થા : ફ્રોઈડેના મત મુજબ શીશેનકેન્દ્રી અવસ્થા ત્રણથી છ વર્ષ દરમિયાન વિકાસ પામે છે. આ અવસ્થામાં બાળકની કામશક્તિ તેનાં જાતીય અંગોના ઉદ્દેપન પર કેન્દ્રીત થાય છે. આ અવસ્થામાં બાળકનું ધ્યાન મળમૂત્ર વિસર્જનની પ્રક્રિયા સાથે સંકળાયેલા અવયવોમાં થતી ઉતેજના પર કેન્દ્રીત થાય છે. આ અવસ્થામાં જાતીય અંગોના વિકાસની શરૂઆત હોય છે. બાળક પોતાના જાતીય અંગોના વારંવાર સ્પર્શ કરી; પોતાના જાતીય અવયવોને ઉત્તેજિત કરી, આનંદ મેળવવાનો પ્રયત્ન કરે છે.

4. સુપ્ત અવસ્થા : ફ્રોઈડેના મત મુજબ સુપ્ત અવસ્થા છથી બાર વર્ષ દરમિયાન વિકાસ પામે છે. તે આ અવસ્થાને ‘કામશક્તિના વિકાસની વિરામ અવસ્થા’ કહેવાય છે. આ અવસ્થામાં બાળક શારીરિક પ્રવૃત્તિમાંથી આનંદ મેળવવાને બદલે બૌદ્ધિક પ્રવૃત્તિઓમાંથી આનંદ મેળવવાનો પ્રયત્ન કરે છે. આ અવસ્થામાં બાળક તેના સમવયસ્ક બાળકો સાથે હળીમળીને રહેવાનું અને પોતાના હક તથા ફરજો વિશે સમજવાનો પ્રયત્ન કરે છે. આ અવસ્થામાં બાળકના બૌદ્ધિક તેમજ સામાજિક એમ બંને પ્રકારના સુસમયોજિત વિકાસને વેગ મળે છે.

આ અવસ્થામાં બાળકને સજાતીય આકર્ષણ થાય છે. આ અવસ્થામાં બાળક વિજાતીય બાળકો સાથે રમવાને બદલે સજાતીય મિત્રો સાથે રહેવાનું વધુ પસંદ કરે છે. આ અવસ્થામાં બંધાતાં સબંધો જો વિકૃત સ્વરૂપ ધારણ કરે તો તેમાંથી સજાતીયતાની વિકૃતિ ઉદ્દભવે છે અને બાળકોને તેના સમાજ સાથેના સમાયોજનામાં મુશ્કેલી ઊભી કરે છે.

5. પુખ્ત શીશ્ર્નકેન્દ્રી અવસ્થા : ફ્રોઈડેના મતે પુખ્ત શિશ્ર્નકેન્દ્રી અવસ્થા કામશક્તિના વિકાસની છેલ્લી અવસ્થા છે. આ અવસ્થા તરુણાવસ્થાથી શરૂ થાય છે. છોકરાઓમાં આ અવસ્થા આશરે 13થી 14 વર્ષે અને છોકરીઓમાં આશરે 12થી 13 વર્ષે શરૂ થાય છે.

આ અવસ્થામાં વ્યક્તિ વિજાતીય વ્યક્તિ તરફ આકર્ષાય છે. આ અવસ્થામાં વ્યક્તિ વિજાતીય વ્યક્તિને આકર્ષિત કરવાનું, તેમની સાથે રહેવાનું, મિત્રતા બાંધવાનું, હરવા-ફરવાનું વગેરે પસંદ કરે છે. જો મિત્રતા સંબંધો ગાઢ બને, તો તે લગ્નમાં પરિણમે છે. લગ્ન એ પુક્ત શિશેનકેન્દ્રી અવસ્થાના જાતીય આવેગોને સંતોષવાનું સમાજનું સ્વીકૃત સ્વરૂપ છે.

આ અવસ્થામાં જો વ્યક્તિ વિજાતીય વ્યક્તિ સાથે સરળતાથી અને સહજતાથી હળીમળી જાય તો તે વ્યક્તિનો સામાજિક વિકાસ થાય છે, પરંતુ જો વ્યક્તિ આ અવસ્થામાં વિજાતિય વ્યક્તિની હાજરીમાં માનસિક અજંપો અનુભવે છે.


Advertisement
એરિક એરિક્સનના જીવન વિકાસના તબક્કાઓ સમજાવો. 

વિકાસને અસર કરતાં પરિબળો તરીકે ‘વારસા’ને સવિસ્તર વર્ણવો. 

Advertisement