Chapter Chosen

માનવવિકાસ

Book Chosen

મનોજ્ઞાન ધોરણ 11

Subject Chosen

મનોવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
વૃદ્ધિ એટલે શું ? વિકાસ અને પરિપક્વતાની સમજૂતી આપો. 

Advertisement
વિકાસને અસર કરતાં પરિબળો તરીકે ‘વારસા’ને સવિસ્તર વર્ણવો. 

વય વધવાની સાથે માનવીના વર્તનમાં થતા પ્રગ્રતિશીલ ફેરફારોને ‘વિકાસ’ કહેવાય છે. વિકાસને કારણે વ્યક્તિમાં પર્યાવરણ સાથે સમાયોજન સાધવાની ક્ષમતા વધે છે.

ઈલિઝાબેથ હરલોકના મતે, “વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે. પરિપક્વતાના લક્ષ્ય તરફ જતો ક્રમબદ્ધ, સુસંવાદી અને પ્રગત્યાત્મક ફેરફાર એટલે વિકાસ.”

વિકાસમાં વ્યક્તિગત ભિન્નતા જોવા મળે છે. તેનું કારણ વારસો અને વાતાવરણ છે. બાળકને ગર્ભાધાન સમયે વારસો મળી જાય છે અને ફલિતાંડ પર વાતાવરણની અસર શરૂ થાય છે. આમ, જન્મથી મૃત્યુપર્યત આજુબાજુના વાતાવરણનો વ્યક્તિ પર પ્રભાવ પડતો રહે છે.

માનવસમાજમાં કોઈ બે વ્યક્તિ એકસરખી હોતી નથી. જોડિયાં બાળકોમાં પણ થોડી ભિન્નતા હોય છે. શારીરિક રીતે એકદમ સરખાંં દેખાતાં બાળકોમાં પણ સ્વભાવ, વિચારણા, આવેગ વગેરે બાબતોમાં ભિન્નતા જોવા મળે છે.

વ્યક્તિને વારસામાં રૂપ, રંગ, બાંધો, ઊંચાઈ, આંખોનો, રંગ, વાળનો રંગ વગેરે મળે છે. વારસામાં મળેકા કોષોનો વિકાસ તેને મળતા વાતાવરણ ઉપર આધારિત છે.

વિકાસને અસર કરતાં મુખ્ય પરિબળો છે : 1. વારસો અને 2. પર્યાવરણ

વારસો : એક જ જાતનાં પ્રાણીઓની દેહરચના મૂળભૂત રીતે સમાન હોય છે. ગાય, ભેંસ, હાથી કે માનવીની સંતતી તેમની જાતિ જેવી જ હોય છે. આનું કારણ સમાન વારસો અથવા સમાન આનુવંશિકતા છે.

આમ, એક જ જાતિમાં મૂળભૂત સમાનતા હોવા છતાં તે જાતિનાં સભ્યો વચ્ચે કેટલાક તફાવતો પણ જોવા મળે છે.

કેટલાક માનવી ઊંચા હોય છે તો કેટલાક નીચા, કેટલાક ગોરા હોય છે તો કેટલાક કાળા, તેઓના વાળનો રંગ, આંખોનો રંગ, આંખોનો રંગ, વજન, શરીરનો બાંધો, દેખાવ, બુદ્ધિ, સ્વભાવ, લાગણીઓ, રસ, વલણો અને વ્યક્તિમાં ભિન્ન તફાવતો જોવા મળે છે.

વારસો અને પર્યાવરણ વ્યક્તિગત તફાવતો સર્જે છે. ‘અનુવંશ’ એટલે જૈવીય વારસો, જૈવિય વારસો જનીનતત્વોનો બનેલો હોય છે અને તે વ્યક્તિને માતા-પિતા પાસેથી વારસામાં મળે છે.

માનવ વારસોપ એટલે ગર્ભાધાન સમયે સંતાનને માતા પાસેથી મળતાં 23 અને પિતા પાસેથી મળતાં 23 એમ કુલ 46 રંગસુત્રો. રંગસુત્રોમાં જનીનતત્વો હોય છે. જનીનતત્વો વારસાનાં વાહકો છે.

માતા-પિતાનાં રંગસુત્રોમાં રહેલા જનીનતત્વો બાળકના શરીરનાકોષોના બંધારણમાં ઉતરી આવે છે. કોઈ પણ જાતિના મૂળભૂત કોષોમાં તે જાતિનાં જનીનતત્વો રહેલાં હોય છે. એક જ જાતિના મૂળભૂત કોષોમાં એકસરખાંં જનીનતત્વો હોય છે.

વારસો અને વાતાવરણના સંયુક્ત પ્રભાવથી ફલિત અંડકોષનો વિકાસ થાય છે. આમ, સરખું લગભગ સરખાને જન્મ આપે છે. ‘Like tends to beget almost like’ એક જ માતા-પિતાનાં સંતાનો ઘણે અંશે સરખાં હોય છે, જોકે પૂરેપૂરાં સરખાં નથી હોતાં કોઈ પણ બે સંતાનોને મળતું વાતાવરણ એકસરખું નથી હોતું. તેમાં વ્યક્તિગત ભિન્નતા હોય છે.

જનીનતત્વોનું પ્રસારણ અટપટું છે. જનીનતત્વોનાં સંયોજનો લાખોની સંખ્યામાં હોય છે. 23-23 રંગસુત્રો સંયોજનો લાખોની સંખ્યામાં હોય છે. દરેક રંગસુત્રમાં ત્રણ રંગસુત્રો સંયોજાતા (2)23ગુણાંક બને છે. દરેક રંગસુત્રમાં ત્રણ હજારથી વધુ સંખ્યામાં જનીનતત્વો હોય છે.

પુરુષના એક શુક્રાણુનાં કયાં રંગસુતત્રોનું સ્ત્રીબીજનાં કયાં રંગસુત્રો સાથે સંયોજન થઈને જોડી બનશે તે નક્કી નથી હોતું. આ એક આકસ્મિક ઘટના છે.

રંગસુત્રોનાં સંયોજનથી જોડીઓનું માળખું બદલાઈ જાય તો તેમાં રહેલા જનીનતત્વોનું સંયોજન બદલાતાં વારસો પણ બદલાઈ જાય છે. તેથી જ એક કુટુંબના ભાઈ-બહેનોનો વારસો સમાન હોતો નથી. એક જ માતા-પિતાનાં સંતાનોમાં વર્તન તથા લક્ષણોમાં વિવિધતા જોવા મળે છે. બધા જ ગુણધર્મો અને લક્ષણો મુખ્યત્વે બે ભાગોમાં વહેંચવામાં આવે છે.

1. અપ્રગટ અથવા પ્રચ્છન્ન વારસો : (Genotype) : જનીનતત્વોનાં સંયોજનમાં જે ગુણધર્મો અને લક્ષણો હોય તે બાળકના આંતરિક બંધારણમાં હોય, પરંતુ તે વારસામાં પ્રગટ થતાં નથી. આવા વારસાને ‘અપ્રગટ’ અથવા ‘પ્રચ્છન્ન’ વારસો કહેવામાં આવે છે.

2. પ્રગટ અથવા પ્રભાવી વારસો : (phenotype) : જનીનતત્વોનાં સંયોજનમાં જે ગુણધર્મો અને લક્ષણો હોય તે બાળકના વારસામં પ્રગટ થાય છે. આવા વારસાને ‘પ્રગટ’ અથવા ‘પ્રભાવી’ વારસો કહેવામાં આવે છે.

પ્રભાવી જનીનતત્વો પ્રચ્છન્ન જનીનતત્વોની અસારને દાબી દે છે. જનીનતત્વોની જોડી બંને પ્રભાવી હોય તો તેની અસર જોવા મળે છે, પરંતુ એક પ્રચ્છન્ન હોય અને બીજું પ્રભાવી હોય તો પ્રભાવી જનીનતત્વોની અસર પ્રગટ થાય છે. દા,ત, કોઈ બાળકને માતા અને પિતા બંને પાસેથી ભૂરી આંખના પ્રભાવી જનીનતત્વો મળ્યાં હોય તો બાળકની આંખનો રંગ ભૂરો બને છે. જો માતા પાસેથી કાળી આંખનું પ્રભાવી જનીનતત્વ મળ્યું હોય, તો બાળકની આંખનો રંગ કાળો થાય છે.

પ્રચ્છન્ન લક્ષણો બીજી અથવા ત્રેજી પેઢીમાં પણ પ્રગટ થઈ શકે છે. અ પ્રગટ લક્ષણો બીજી પેઢીમાં તેવાં જ અપ્રગટ લક્ષણો સાથે સંયોજાતાં પ્રબળ બને છે.


Advertisement
જીન પિયાજેના બોધાત્મક વિકાસના તબક્કાઓ સમજાવો. 

ફ્રોઈડનો મનોજાતીય વિકાસનો સિદ્ધાંત વર્ણવો.

એરિક એરિક્સનના જીવન વિકાસના તબક્કાઓ સમજાવો. 

Advertisement