Chapter Chosen

ભારતનો સાહિત્યિક વારસો

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ ૧૦

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
મધ્યકાલીન સાહિત્યની ચર્ચા કરો. 

Advertisement
તક્ષશિલા વિદ્યાપીઠ વિશે નોંધ લખો. 

તક્ષશિલા વિદ્યાપીઠ હાલના પાકિસ્તાનમાં આવેલ રાવલપિંડીની પશ્ચિમે આવેલી હતી. તક્ષશીલા પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું.

સાતમા સૈકામાં તે ભારતના મહત્વના વિદ્યાકેન્દ્ર તરીકે જાણીતું હતું.

એક દંતકથા પ્રમાણે રઘુવંશી ભગવાન રામના ભાઈ ભરતના પુત્ર તક્ષના નામ પરથી આ સ્થળનું નામ તક્ષશિલા પડ્યું હોવાનું માનવામાંં આવે છે.

તક્ષશિલા વિદ્યાપીઠમાં વેદ, શસ્ત્રક્રિયા, ગજવિદ્યા, ધનુર્વિદ્યા, વ્યાકરણ, તત્વજ્ઞાન. યુદ્ધવિદ્યા, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર વગેરે કુલ 64 વિદ્યાઓનું શિક્ષણ આપવામાં આવતું હતું.

વારાણાસી, રાજગૃહ, મિથિલા, ઉજ્જૈન વગેરે દૂરનાં શહેરોમાંથી વિદ્યાર્થીઓ આ વિદ્યાપીઠમાં અભ્યાસ માટે આવતા હતાં.

ભગવાન બુદ્ધના શિષ્ય જીવકે આ વિદ્યાપીઠમાં આયુર્વેદનું શિક્ષણ લીધું હતું. અર્થશાસ્ત્રના રચયિતા અને રાજનીતીજ્ઞ કૌટિલ્યે, મૌર્ય વંશના સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્યે, કૌશલના રાજા પ્રસેનજિતે અને વ્યાકરણશાસ્ત્રી પાણિનિએ આ વિદ્યાપીઠમાં શિક્ષણ લીધું હતું.

તક્ષશિલા વિદ્યાપિઠમાં વિદ્યાર્થીને તેની પસંદગીનાં રસના વિષયમાં આપવામાં આવતું.

પાંચમી સદીની શરૂઆતમાં ચીની પ્રવાસી ફાહિયાને તક્ષશિલા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી.


Advertisement
ભારતમાં વેદો કેટલા છે અને કયા કયા છે તે સમજાવો. 

યજુર્વેદ વિશે સમજૂતી આપો.


અથર્વવેદમાં કઈ માહિતી આપવામાં આવી છે ?


Advertisement