Chapter Chosen

ભારતનો સાહિત્યિક વારસો

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ ૧૦

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

અથર્વવેદમાં કઈ માહિતી આપવામાં આવી છે ?


તક્ષશિલા વિદ્યાપીઠ વિશે નોંધ લખો. 

યજુર્વેદ વિશે સમજૂતી આપો.


Advertisement
મધ્યકાલીન સાહિત્યની ચર્ચા કરો. 

મધ્યયુગના આરંભમાં ઉત્તર ભારતમાં સંસ્કૃત ભાષમાં સાહિત્ય રચાયું.

આયુગમાં અપભ્રંશ ભાષામાંથી આધુનિક ભારતીય ભાષાઓનો વિકાસ થયો.

મધ્યયુગ દરમિયાન દ્રવિડકુળની ભાષાઓમાં ઘણું તમિલ સાહિત્ય રચાયું.

આ સમય દરમિયાન તેલુગુ ભાષામાં રામાયણ અને મહાભારતનું ભાષાંતર થયું તેમજ વ્યાકરણગ્રંથો, વિજ્ઞાનવિષયક ગ્રંથો અને કેટલાંક લૌકિક સાહિત્યના ગ્રંથો રચાયા.

મધ્યયુગમાં મલયાલમ ભાષામાં સાહિત્ય રચવાનું શરૂ થયું હતું.

દિલ્લીના સલ્તનતકાળ દરમિયાન હિંદી ભાષાનાં બે સ્વરૂપો – વ્રજ અને ખડીબોલીમાં અનેક ભક્તિગીતો રચાયાં.

રાજસ્થાની ભાષામાં ‘આલ્હા’, ‘ઉદલ’, ‘બીસલદેવરાસો’ નામની પ્રખ્યાત વીરગાથાઓ રચાઈ.

મુલ્લા દાઉદરચિત ‘ચંદ્રાયન’ અવધ ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે.

જોકે આ સમય દરમિયાન પ્રાચીન ગ્રંથો પરના ભાષ્ય ગ્રંથો (ટીકા ગ્રંથો) સંસ્કૃત ભાષામાં રચાતા હતા.
સલ્તનતકાળમાં ફારસી દિલ્લીના સુલતાનોની રાજભાષા હતી .

બંગાળ, ગુજરાત અને અન્ય કેટલાંક રાજ્યોના સુલતાનોએ સ્થાનિક ભાષાઓ અને સાહિત્યને પ્રોસ્તાહન આપ્યું હતું.

કબીર જેવા ભક્તિમાર્ગના અનેક સંત કવિઓએ લોકભાષામાં ઉપદેશ આપ્યો. કબીરના દોહરા લોકસાહિત્ય તરીકે જાણીતા બન્યા. કબીરની રચાનાઓ મુખ્યત્વે સધુંકડી (સધુક્કડી) લોકબોલીમાં છે.

આ સમયમાં અવધિ ભાષામાં મલિક મુહમ્મદ જાયસીએ ‘પદ્માવત’ નામનું મહાકાવ્ય, સંત તુલસીદાસે ‘રામચરિતમાનસ’ નામનો પ્રસિદ્વ ગ્રંથ અને કુતુબને ‘મૃગાવતી’ નામનો ગ્રંથ લખ્યો.

બંગાળના સુલતાનોનું પ્રોત્સાહન મળવાથી બંગાળીમાં કૃત્તિવાસે ‘રામાયણ’ કવિ ચંડીદાસે ગીતો, સંત ચૈતન્યે ભક્તિગીતો રચ્યાં.

નરસિંહ મહેતાએ ગુજરાતી ભાષામાં અને નામદેવ તથા એકનામે મરાઠી ભાષામાં તેમજ મીરાંબાઈએ રાજસ્થાની અને ગુજરાતીમાં પ્રખ્યાત ભક્તિપદો રચ્યાં.

કશ્મીરમાં જૈનુલ અબિદિનના આશ્રયે ‘મહાભારત’ અને ‘રાજતરંગિણી’ જેવા સંસ્કૃત ગ્રંથોનો ફારસીમાં અનુવાદ થયો.

વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવરાયે ‘આમુક્તમાલ્યદા’ નામનો ગ્રંથ રચ્યો.

મુઘલ બાદશાહ બાબરે ‘તુઝુક-એ-બાબરી’ અને બાદશાહ જહાંગીરે ‘તુઝુક-એ-જહાંગીરી’ નામની આત્મકથાઓ તુર્કી ભાષામાં લખી. હુમાયુની બહેન ગુલબદન બેગમે હુમાયુની આત્મકથા ‘હુમાયુનામા’ લખી.

બાદશાહ અકબરના સમયમાં અબુલ ફઝલે ફારસી ભાષામાં ‘આઈન-એ-અકબરી’ નામનો ઐતાહાસિક ગ્રંથ લખ્યો તેમજ તેણે અકબરની અત્મકથા ‘અકબરનામા’ લખી.

કવિ બિહારીએ ‘બિહારી સતસઈ’ નામની સુપ્રસિદ્વ હિંદી કૃતિ રચી.

મધ્યયુગ દરમિયાન ઉર્દૂ ભાષાનો જન્મ થયો, જે ભાષા-સાહિત્યની એક મહત્ત્વની ઘટના ગણાય છે.

18મી સદી દરમિયાન ઉર્દુ ગ્રંથો લખાયા, જેમાં મુહંમદ હુસેન આઝાદનો ‘દરબારે અકબરી’ એક મહત્વનો ગ્રંથ છે.


Advertisement
ભારતમાં વેદો કેટલા છે અને કયા કયા છે તે સમજાવો. 

Advertisement