Chapter Chosen

અભ્યાસ પદ્વતિઓ

Book Chosen

મનોજ્ઞાન ધોરણ 11

Subject Chosen

મનોવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
વ્યવસ્થિત નિરિક્ષણ પદ્ધતિ તેના લાભ અને મર્યાદા સાથે સમજવો. 

Advertisement
ટુંકનોંધ લખો. 

મનોવૈજ્ઞાનિક કસોટીનાં લક્ષણો   

મનોવૈજ્ઞાનિક કસોટીઓના ઉપયોગ દ્વારા નિરીક્ષણને વધુ ચોક્કસ અને વ્યવસ્થિત બનાવી શકાય છે. મનોવૈજ્ઞાનિક કસોટીઓ વર્તનનાં વિવિધ પાસાઓના માપન માટેના વસ્તુલક્ષી સાધનો છે. વ્યક્તિની શક્તિઓ, અભિયોગ્યતાઓ, અભિસુચી, વ્યક્તિત્વ વગેરેના માપન માટે મનોવિજ્ઞાનના ક્ષેત્રે જુદી જુદી કસોટીઓ તૈયાર કરવામાં આવી છે.

મનોવૈજ્ઞાનિક કસોટીઓના લક્ષણો : મનોવિજ્ઞાનમાં મનોવૈજ્ઞાનિકોએ મનોમાપનના સાધનોરૂપે મનોવૈજ્ઞાનિક કસોટીઓની રચના કરી છે. આ કસોટીઓ દ્વારા વસ્તુલક્ષી માપન શક્ય બને તે માટે કસોટીઓ વિશ્વનીય અને યથાર્થ હોવી જોઈએ. મનોવિજ્ઞાનિક કસોટીઓની મુખ્ય છ લાક્ષણિકતાઓ છે : 1. વર્તનના નમૂનાનું માપન, 2. પ્રામાણિતતા, 3. માનાંકો, 4. વસ્તુલક્ષિતા, 5. યથાર્થતા, 6. વિશ્વનીયતા.

1. વર્તનના નમૂનાનું માપન : મનોવૈજ્ઞાનિક કસોટી વ્યક્તિના વર્તનના નમૂનાનું વસ્તુલક્ષી માપન કરે છે. કોઈ એક જ મનોવૈજ્ઞાનિક કસોટી વ્યક્તિના સમગ્ર વર્તનનું માપ કરી શકતી નથી. વિવિધ પ્રકારની કસોટીઓ વ્યક્તિના ચોક્કસ પાસાનું માપન કરી તે પાસાને લગતા લક્ષણો દર્શાવે છે. કસોટીના મૂળ આશય વ્યક્તિનાં વર્તનનાંં વિવિધ પાસઓનો અભ્યાસ કરી તે અંગે ભવિષ્ય કથન કરવાનો છે.

2. પ્રામાણિતતા : ‘પ્રામાણિતતા’ એટલે કસોટિનું સંચાલન કરવાની અને તેના પ્રાપ્તાંકો તારવવાની પદ્ધતિ એકરૂપતા. જ્યારે કસોટીણનો ઉપયોગ કરવામાં આવે ત્યારે દરેક વ્યક્તિને આપવામાં આવતી સૂચનાઓ, સંચાલનની પદ્ધતિ, સમયમર્યાદા, પ્રાપ્તાંકોની ગણતરીની પદ્ધતિ વગેરે બાબતો સમાન રાખવામાં આવી હોય તેને ‘પ્રામાણીત કસોટી’ કહેવામાં આવે છે.

3. માનાંકો : માનાંકો એટલે સમધારણ કે સરેરાશ કાર્ય, કસોટીના પ્રામાણીકરણ સમયે સ્થાપવામાંઆવેલા માપદંડોને ‘માનાંકો’ કહેવામાં આવે છે.

કસોટીની રચના જે જુથ માટે કરવામાંઆવી હોય તે જૂથનું સરેરાશ કાર્ય એટલે જૂથના માનાંકો, જૂથના માનાંકો પરથી વ્યક્તિનું સ્થાન નક્કી કરવામાં આવે છે. કસોટીની રચના કરનારે જે જૂથ માટે માનાંકો નક્કી કર્યા હોય તે જ જૂથને તે માનાંકો લાગુ પાડી શકાય છે.

4. વસ્તુલક્ષિતા : કસોટી લેનાર વ્યક્તિ કોઈ પણ પ્રકારની અંગત માન્યતા, મનોવલણ કે પૂર્વગ્રહ રાખ્યા વગર કસોટીનું મૂલ્યાંકન સંશોધકની ઈચ્છાઓ કે પક્ષપાત વગરનું હોવું જોઈએ. આમ, કસોટીનું મૂલ્યાંકન અનિવાર્ય રીતે વસ્તુલક્ષી હોવું જોઈએ.

5. યથાર્થતા : કસોટી દ્વારા જે કંઈ માપવાનો હેતુ હોય તેનું જ કસોટી દ્વારા માપન થાય તો તે કસોટી યથાર્થ છે એમ કહેવાય. કસોટી દ્વારા વ્યક્તિના જે ગુણ, લક્ષણ કે શક્તિના માપન માટે કસોટીની રચના કરવામાં આવી હોય તે જ ગુણ, લક્ષણ કે શક્તિનું માપન કસોટી દ્વારા થવુંં જોઈએ. અન્ય બાબતનું નહિ. દા.ત. સંગીત અભિયોગ્યતા કસોટી કોઈ પ્રસિદ્ધ સંગીતકારને આપવામાં આવે અને તેનો પ્રાપ્તાંક ઊંચો આવે. પછી એ જ કસોટી સંગીત નહિ જાણનાર વ્યક્તિને આપવામાં આવે અને તેનો પ્રાપ્તાંક નીચો આવે તો કસોટી ‘યથાર્થ’ કહેવાય.

6. વિશ્વનિયતા : ‘વિશ્વનિયતા’એ પુનરાવર્તન શીલતા સૂચવે છે. જો કોઈ એક જ વ્યક્તિ કે વ્યક્તિઓને તે જ કસોટી અથવા સમાન સ્વરૂપની કસોટી જુદા જુદા સમયે આપવામાં આવે અને બધાં પરિણામોમાં સુસંગતતા કે સાતત્ય હોય, તે એ કસોટી વિશ્વનિય છે એમ કહેવાય. કસોટીની વિશ્વનીયતા પરિણામો વચ્ચેના સહસબંધને આધારે નક્કી થાય છે. દા.ત. જાહનવીને આજે એક બુદ્ધિકસોટી આપતાં તેનો બુદ્ધિઆંક 90 આવે અને પંદર દિવસ પછી ફરી તે જ કસોટી આપવામાં આવે અને તેનો બુદ્ધિઆંક 110 આવે તો તે બુદ્ધિકસોટી વિશ્વનીય કહેવાય નહિ.


Advertisement
ક્ષેત્ર નિરીક્ષક એટલે શું ? મનોવિજ્ઞાનમાં તેનું મહતવ સ્પષ્ટ કરો. 

નિરિક્ષણ એટલે શું ?


નિરીક્ષણ પદ્ધતિના વિવિધ પ્રકારો જણાવો.


Advertisement