Chapter Chosen

પ્રેરણા અને આવેગ

Book Chosen

મનોજ્ઞાન ધોરણ 11

Subject Chosen

મનોવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
પ્રેરણા એટલે શું ? પ્રેરણા ચક્રની સમજૂતી અપો. 

Advertisement
શારીરિક પ્રેરણા સંદર્ભે કોઈ બે પ્રેરણા સમજાવો. 

મનોવિજ્ઞાનિકોએ પ્રેરણાના મુખ્ય બે પ્રકારો પાડ્યા છે. 1. શારીરિક પ્રેરણાઓ અને 2. મનોસામાજિક પ્રેરણા :

શારીરિક પ્રેરણાઓ ‘જૈવિય પ્રેરણાઓ’ તરીકે પણ ઓળખાય છે. આ પ્રેરણાઓ શારીરિક પ્રક્રિયાઓ દ્વારા પ્રેરિત થાય છે.

મનોસામાજિક પ્રેરણા એ વ્યક્તિની વાતાવરણના ઘટકો સાથેની આંતરક્રિયામાંથી આકાર પામે છે.

આ બેંને પ્રેરણાઓ અલગ હોવાં છતાં પરસ્પર આધારિત છે.

શારીરિક પ્રેરણાની સમજૂતી નીચે મુજબ છે :

શારીરિક પ્રેરણા : માનવી અને પ્રાણીના જીવનને ટકાવવા માટે શારીરિક જરૂરિયાતોની પૂર્તી અનિવાર્ય છે. આ જરૂરિયાતો શરીરમાંથી આપોઆપ ઊભી થાય છે. જો આ જરૂરિયાતો સંતોષવામાં ન આવે, તો પ્રાણીનું અસ્તિત્વ જોખમમાં મુકાય છે. આથી શારીરિક પ્રેરણાઓને ‘મૂળભૂત જરૂરિયાતો’ કે ‘પ્રાથમિક પ્રેરણાઓ’ તરીકે ઓળખાય છે, ભૂખ, તરસ, ઊંઘ, આરામ અને જાતીયતા એ શારીરિક પ્રેરણાઓ છે. તેમાંથી ભૂખ અને તરસની સમજૂતી નીચે મુજબ છે :

1. ભૂખ : ભૂખ પ્રાણીમાત્રની મૂળભૂત જરૂરિયાત છે. ખોરાક લેવાથી ભૂખ સંતોષાય છે.

ભૂખની પ્રેરણા સાથે ખાવાની તીવ્ર ઈચ્છા સંકળાયેલી છે. ભૂખનો અનુભવ દરેક વ્યક્તિને થાય છે. જોકે ભૂખની તીવ્રતાની બાબતમાં વ્યક્તિગત તફાવતો જોવા મળે છે.

એક જ વ્યક્તિની બાબતમા6 ભૂખનો અનુભવ અલગ અલગ સમયે વિવિધ તીવ્રતાવાળો હોય છે. કેટલીક વાર ભૂખની તીવ્રતાવાળો હોય છે. કેટલીક વાર ભૂખની પ્રેરણાનો અનુભવ વ્યક્તિને નબળાઈનો અનુભવ કરાવે છે.

જઠરનું સંકોચન, લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટવું વગેરે આંતરિક શારીરિક ફેરફારોના પરિણામે જે સંવેદનો જન્મે છે, તેને ‘ભૂખ’ કહેવાય છે.

ભૂખની પ્રેરાણાના નિયમનમાં હાઈપોથેલેમસ, યકૃત અને મગજના કેટલાક અગત્યના ભાગો સંકળાયેલા છે.

આધુનિક સંશોધનો મુજબ મગજના હાઈપોથેલમસમાંં આવેલું ‘એક્સટ્રીમ લેટરલ’ નામનુંં કેન્દ્ર ભૂખના ઉદ્દભવ માટે જવાબદાર છે.

ભૂખ શારીરિક હોવા છતાં તેના સંતોષમાંં સંસ્કૃતિ, વ્યક્તિગત રુચી, અનુભવ, ભૌગોલિક પરિસ્થિતિ, બોધાત્મક બાબતો, ખોરાકની ટેવો વગેરેની અસર હોય છે.

ભૂખ સંતોષવા ખોરાકની પસંદગીમાં રીતિરિવાજો તેમજ સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક અને વ્યક્તિગત બાબતોની અસર હોય છે. દા.ત. વ્યક્તિને ભૂખ લાગી હોય તો પણ ઉપવાસને કારણે તે ખોરાક લેતો નથી. ખોરાકની પસંદગી-નાપસંદગીમાં તેનો સ્વાદ, ગંધ, રુચી, ટેવ, ઉંમર વગેરે અગત્યનો ભાગ ભજવે છે.

દરરોજ એક જ પ્રકારનો ખોરાક ખાઈને આપણને અરુચિ થાય છે. આપણને ખોરાકની પસંદગીમં નવીનતાને પ્રાધાન્ય આપીએ છીએ.

માનવીએ હંમેશા તમામ પોષક તત્વો પૂરતા પ્રમાણમાં મળી રહે તેવો સમતોલ આહાર લેવો જોઈએ.

કેટલીક પરિસ્થિતિમાં શરીરમાં ખૂટતાં આવશ્યક તત્વોની પૂર્તી માટે વ્યક્તિને કોઈક ચોક્કસ પદાર્થો ખાવાનું મન થાય છે, જેને ‘વિશિષ્ટ ભૂખ’ કહેવાય છે. જેમ કે શરીરમાં ક્ષારોનું પ્રમાણ ઓછું થઈ ગયું હોય, તો વ્યક્તિમીઠું વધારે ખાય છે.

2. તરસ : ‘તરસ’ શરીરની અગત્યની પ્રેરણા છે. માનવી કે પ્રાણી માટે પાણી વિના અમુક કલાકોથી વધારે સમય સુધી જીવન ટકાવવું મુશ્કેલ બને છે.

આપણા શરીરમાંથી પરસેવા અને મૂત્ર દ્વારા પાણી બહાર નીકળે છે. આપણા શરીરમાં 78 % ભાગ પાણી છે. શરીરમાં પાણીનો વપરાશ સતત થયા કરે છે.

લોહિમાં અને માંસપેશીઓમાં પણ અમુક પ્રમાણમાં પાણી જળવાઈ રહેવું અનુવાર્ય છે. આથી જ ઝાડા કે ઉલટીને કારણે શરીરમંથી પાણી ગુમાવનાર વ્યક્તિને વારંવાર ગ્લુકોઝવાળું પાણી કે ઈલેક્ટ્રોલાઈટસ કે ઓ.આર.એસ.નું દ્રાવણ પિવડાવવામાં આવે છે. જેથી ડિહાઈડ્રેશન દૂર થાય.

તરસની પ્રેરણમાં પાણીનો જથ્થો રહેવો જોઈએ. જો તે જથ્થો ઘટે, તો આપણને તરસ લાગે છે. તરસનાં કેન્દ્રો હાઈપોથેલેમસમાં છે.

લોહીમાં જ્યારે પાણીનું અપેક્ષિત પ્રમાણ ઓછું થાય ત્યારે હાઈપોથેલેમસનાં કેન્દ્રો સક્રિય થાય છે અને વ્યક્તિને પાણી પીવાની પ્રવૃત્તિ તરફ દોરે છે.

તરસનું નિયમનતંત્ર શરીરમાં રહેલું છે. વ્યક્તિના શરીરમાં પાણીની ખોટ બહારથી પાણી મેળવીને અથવા મૂત્રપિંડમાંથી પાણે મેળવીને પૂરી કરાય છે.

તરસ માટે શારીરિક ઉપરાંત સામાજિક અને અંગત ટેવો પણ અગત્યનો ભાગ ભજવે છે. દા.ત. ભારત જેવા ગરમ દેશોમાં મહેમાનનું સ્વાગત પાણી આપીને કરવામાં આવે છે. જ્યારે ઠંડા પ્રદેશના લોકો બહું ઓછું પાણી પીવે છે.

પાણીની જરૂરિયાત ઊભી થતાં જીભ અને મોંં સુકાય છે. મોંમાં પાણીનો શોષ પડે છે.


Advertisement
કોઈ પણ બે મનોસામાજિક પ્રેરણાની ચર્ચા કરો. 

આવેગનો અર્થ આપી, તેના પ્રકારો સ્પષ્ટ કરો.

આવેગ નિયમનની પદ્ધતિઓ સ્પષ્ટ કરો. 

Advertisement