Chapter Chosen

ભાષા અને પ્રત્યાયન

Book Chosen

મનોજ્ઞાન ધોરણ 11

Subject Chosen

મનોવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
ટુંકનોંધ લખો. 
પ્રત્યયન પ્રક્રિયાનું મૉડલ  

ભાષા અને વિચાર વચ્ચેનો સબંધ સ્પષ્ટ કરો. 

Advertisement
ભાષાના વિવિધ પાસાઓની સમજૂતી આપો. 

વિચારોને પ્રગટ કરવાનું ખૂબ જ મહત્વનું કાર્ય મુખ્યત્વે ભાષા દ્વારા જ થાય છે. ભાષા એ પ્રત્યયનનું મુખ્ય, મહત્વનું, શક્તિસ્શાળી સાધન છે. તેથી જ ભાષા અને પ્રત્યયન પરસ્પર ગાઢ રીતે સંકળાયેલા છે. ભાષા હજારો પ્રતીકો અને એ પ્રતિકોનો ઉપયોગ કરવાના નિયમો પૂરા પાડે છે. મહદઅંશે ભાષાનાં પ્રતિકોને લીધે પ્રાણીઓની પ્રત્યયનની સરખામણીમાં માનવીનું પ્રત્યયન સૌથી વધુ હોય છે.

મનોવિજ્ઞાનમાં ‘મનોભાષાશાસ્ત્ર’ નામનું નવું અભ્યાસક્ષેત્ર વિકસ્યું છે, તે ભાષાની રચના અને નિયમોનો મનોવૈજ્ઞાનિક અભ્યાસ કરે છે.

ભાષાનાં વિવિધ પાસાઓ : ભાષાનાં અનેક પાસાં કે કક્ષાઓ છે: 1. ધ્વનિશાસ્ત્રીય પાસુ, 2. અર્થપૂર્ણ એકમનું પાસું, 3. શબ્દ-સંયોજનનું પાસું, 4. શબ્દાર્થશાસ્ત્રીય પાસું અને 5. સાનાજિકશાસ્ત્ર સંદર્ભલક્ષી પાસું.

1. ધ્વનિશાસ્ત્રીય (Phonological) પાસું : ધ્વનિશાસ્ત્રીય પાસામાં મૌખિક ભાષામાંં વપરાતાં વિવિધ મૂળભૂત ઉચ્ચારો કે ધ્વનિઓનું વિશ્ર્લેષણ થાય છે.

વાણીના મૂળભૂત ઉચ્ચારોને ‘ધ્વનિ એકમ’ કહે છે. અંગ્રેજીમાં ભાષામાં 36 થી 40 ધ્વની એકમો છે.

સંસ્કૃત ભાષા પર આધારિત મોટા ભાગની ભારતીય ભાષાઓમાં 12 સ્વરો અને 34 વ્યંજનોના અલગ અલગ ઉચ્ચારો કે ધ્વનિઓ જુદા જુદા છે ‘ઝાડ’ અને ‘વાડ’ એ શબ્દોમાં આરંભના ધ્વનિઓ જુદા જુદા છે. પણ મધ્યનો અને અંતનો ધ્વનિ સરખા છે. જ્યારે ‘રાસ’ અને ‘રાત’ ‘માન’ અને ‘માર’માં આરંભના અને મધ્યના ધ્વનિઓ સરખા છે; પણ છેવટના ધ્વનિ અલગ અલગ હોય છે.

ધ્વનિઓને પોતાનો અર્થ હોતા નથી. ધ્વનિઓને જોડવાના નિયમો દરેક ભાષામાં જુદા જુદા હોય છે.

2. અર્થપૂર્ણ એકમનું (Morphological) પાસું : કેટલાક ધ્વનિઓનાં જોડાણથી ‘અર્થપૂર્ણ શબ્દ’ બને છે. દા.ત. વ + ત + ન = વતન.

ધ્વનિઓના બીજા જોડાણોથી અર્થપૂર્ણ શબ્દો બનતા નથી, તેથી તેને ;અર્થહીઅન શબ્દ’ કહે છે. દા.ત., વ + ન + ક = વનક.

ભાષાના નાનામાં નાના અર્થપૂર્ણ એકમને ‘મોર્ફિમ’ કહે છે. દા.ત. ‘વાદળ’ એ મોર્ફિમ છે. તેને પ્રત્યયો લગાડવાથી બીજા શબ્દો બને છે. દા.ત. ‘વાદળો’ આ શબ્દ એક જ છે, પરંતુ તેમાં બે મોર્ફિમ રહેલા છે. 1. વાદળ અને, 2. કાનોમાત્રા. જેને લીધે ત્રીજો અક્ષર ‘ળો’ બને છે. કાનોમાત્રા ઉમેરવાથી અર્થ બદલાય છે: વાદળો = એક કરતાં વધુ વાદળ.

‘ચાલવું’ ક્રિયાપદ એક મોર્ફિમ છે. એવો બીજો મોર્ફિમ ઉમેરવાથી ‘ચાલશે’ એવો શબ્દ બને છે. જે ભવિષ્યની ચાલવાની ક્રિયા સૂચવે છે. ‘ચાલ્યો’ મોર્ફિમ ભૂતકળમાં થયેલી ક્રિયા સૂચવે છે.

દરેક ભાષામાં મોર્ફિમની રચના અને સંયોજનો અંગે પોતાના ખાસ નિયમો હોય છે. આવા નિયનોને ‘અર્થપૂર્ણ એકમો અંગેના નિયમો’ કહે છે. આ નિયમો પૂર્વગો, ઉપસર્ગો અને બીજા પ્રત્યયોનો ઉપયોગ કરવાથી શબ્દના અર્થમાં જેવા ફેરફારો થાઅય છે તે દર્શાવે છે.

3. શબ્દ સંયોજન (Syntax) નું પાસું : વ્યાકરણની દ્રષ્ટિએ સ્વીકારી શકાય એવા શબ્દસમૂહો અને વાક્યો રચવા માટે શબ્દોને કઈ રીતે જોડવા જોઈએ તેના નિયમોને શબ્દ-સંયોજન’ કહેવાય છે. શબ્દ-સંયોજનમાં વાક્ય કે વાક્યોનાં અંગો પર ધ્યાન આપવામાં આવે છે.

કેટલાક શબ્દોને એક જ સ્વીકૃત રીતે જોડી શકાય છે તેમાં શબ્દોનો ક્રમ બદલી શકાતો નથી. દા.ત., ‘માળીના હાથમાં ફૂલ છે.’ આ વિધાન સાચું છે, પરંતુ ‘ફુલના હાથમાં માળી છે.’ આવું વિધાન ન થાય. કારણ કે શબ્દોને ખોટા ક્રમમાં જોડવાથી અનર્થ થઈ જાય.

બીજા કેટલાક શબ્દોને એક કરતાં વધારે સ્વીકૃત રીતે જોડી શકાતા હોય છે. દા.ત. ‘જાહનવી અને અંદીશને નિબંધ લખતાં સરસ આવડે છે.’ આ એજ રજૂઆતને, બંને વ્યક્તિઓનાંં નામોને જુદા જુદા ક્રમમાં ગોઠવીને પણ રજૂ કરી શકાય છે : ‘નંદીશ અને જાહનવીને નિબંધ લખતાં સરસ આવડે છે.’

મનોવૈજ્ઞાનિકો અને ભાષાશાસ્ત્રીઓએ વ્યાકરણની દ્દષ્ટિએ સાચાં પડે એવાં સંયોજન કઈ રીતે કરવાથી સમજાય એવાં વાક્યો બને, એના નિયમોના સમૂહને ‘વ્યાકરણ’ કહેવામાં આવે છે. ભાષાના ઉપયોગના માનસિક પાસાઓના અભ્યાસને ‘મનોભાષાશાસ્ત્ર’ કહેવાય છે.

4. શબ્દાર્થશાસ્ત્રીય (Semantics) પાસું : શબ્દાર્થશાસ્ત્ર શબ્દો અને વાક્યોના પરિચ્છેદોના અર્થોનો અભ્યાસ કરે છે. એ માત્ર અલગ અલગ શબ્દોનો અર્થ પણ તપાસે છે. દા.ત., ‘માધુરી અને ઐશ્વર્યાએ આવવું’ આ વાક્યનો અર્થ એમ થાય જે બંને વ્યક્તિઓએ આવવાનું છે, જ્યારે ‘માધુરી અથવા ઐશ્વર્યાએ આવવું’ એ વાક્યનો અર્થ એમ થાય કે બેમાંથી એક જ વ્યક્તિએ આવવાનું છે.

આમ, બે વાક્યો વચ્ચે માત્ર ‘અને/અથવા’ શબ્દો જ જુદા છે. બાકીના બધા શબ્દો સમાન છે. આમ છતાં, સમગ્ર વાક્યનો અર્થ બદલાઈ જાય છે.

5. સામાજિકશાસ્ત્ર સંદરભલક્ષી (Pragmatics) પાસું : સામાજિક સંદર્ભ સાથે બંધબેસે એ રીતે ભાષામાં જરૂરી પરિવર્તન કરવાના નિયમો ‘સામાજિકશાત્ર સંદર્ભ’માં આપવામાં આવે છે.

જુદી જુદી વ્યક્તિઓ સાથે અને જુદા જુદા સંજોગોમાંં ભાષાનો ઉપયોગ જુદી જુદી રીતે કરવાનો હોય છે. દા.ત., વડીલ અથવા મોભાદાર વ્યક્તિને વિનંતી કરી શકાય, આદેશ આપી શકાય નહિ. સમજદાર વ્યક્તિને માત્ર હળવી ટકોર પૂરતી હોય છે, જ્યારે જડ કે જિદ્દી વ્યક્તિને ચેતવણી કે ઘમકી જ આપવી પડે છે. મદદ લેનાર વ્યક્તિએ વિનંતી કરવાની હોય જ્યારે મદદ કરનારનો આભાર માનવાનો હોય.


Advertisement
પ્રત્યયનાં કૌશલ્યો વિગતે સમજાવો. 

ભાષાની વ્યાખ્યા આપી, તેનાં લક્ષણોની ચર્ચા કરો. 

Advertisement