Chapter Chosen

ભાષા અને પ્રત્યાયન

Book Chosen

મનોજ્ઞાન ધોરણ 11

Subject Chosen

મનોવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
પ્રત્યયનાં કૌશલ્યો વિગતે સમજાવો. 

ભાષાની વ્યાખ્યા આપી, તેનાં લક્ષણોની ચર્ચા કરો. 

ભાષા અને વિચાર વચ્ચેનો સબંધ સ્પષ્ટ કરો. 

ભાષાના વિવિધ પાસાઓની સમજૂતી આપો. 

Advertisement
ટુંકનોંધ લખો. 
પ્રત્યયન પ્રક્રિયાનું મૉડલ  

‘પ્રત્યયન’ એટલે સંકેતોને કે સંદેશાઓને મોકલવાની કે ઝીલવાની પ્રક્રિયા, ‘પ્રત્યયન’ એટલે એક સ્થળેથી બીજા સ્થળ સુધી વિચારવાનું કે અર્થનું સંક્રમણ કરવામાં કે સમજવામાં સાધનરૂપી બનતી ક્રિયા.

પ્રત્યયન પ્રક્રિઓયાનું પ્રતિમાન : મનોવૈજ્ઞાનિકોએ પ્રત્યયનના પ્રતિમાનમાં નીચે મુજબ તબક્કાઓ દર્શાવ્યા છે :



1. વિચારનું ઉદ્દગમસ્થાન (Source) : પ્રત્યયનની પ્રક્રિયાનો આરંભ કરનારને ‘પ્રેષક’ કહેવાય છે. પ્રત્યયનની પ્રક્રિયામાં તેની ભૂમિકા અગત્યની છે; કારણ કે તે માત્ર પ્રત્યયનનો આરંભ જ નથી કરતો પરંતુ પ્રત્યયન માટેના સંદેશાઓનું નિર્ધારણ પણ કરે છે.

પ્રેષક સંદેશો કેવી રીતે તૈયાર કરવો, તેને કેવી રીતે મોકલવો વગેરે અગત્યના નિર્ણયો લે છે. જો સંદેશો બરાબર તૈયાર ન થયો હોય અથવા તેને યોગ્ય માધ્યમ દ્વારા મોકલવામાં ન આવ્યો હોય, તો સંદેશાનું સ્વરૂપ વિકૃત બની જાય છે.

પ્રેષક સંદેશાનું નિરૂપણ અને માધ્યમ કઈ રીતે પસંદ કરશે તે વાતાવરણ, મનોભાવ, ટેવ, વ્યક્તિત્વ, જરૂરિયાત અને મૂલ્ય પર આધારિત છે.

2. સંકેતાંકન (Coding) : જ્યારે માહિતી કે સંદેશાને સંકેતોમાં રૂપાંતરિત કરીને સંદેશો ગ્રહણ કરનારને જણાવવામાં આવે છે ત્યારે તેનું ‘સંકેતાંકન થયું છે’ તેમ કહેવાય. સંકેતાંકન માહિતીને અર્થમય અને સ્પષ્ટ બનાવે છે.

સંદેશો આપનાર અને લેનાર જો સંકેતોનો અર્થ બરાબર અને એકસમાન કરે, તો જ પ્રાત્યાયન અસરકારક બને.

સંદેશો આપનાર જે અર્થમાં સંકેતો આપતો હોય તે જ અર્થમાં સંદેશો ગ્રહણ કરનારે તે સ્વીકરવો જોઈએ. જો આમ ન થાય, તો અર્થનો અનર્થ થવા સંભવ છે, કેમ કે દરેક સમાજ અને સંસ્કૃતિમાં સંકેતો, હાવભાવ અને ચેષ્ટાના અર્થ જુદા જુદા થાય છે. જેમ કે આપણે કોઈક બાબત અંગે ‘સન્મતિ’ દર્શાવવા ડોક ઉપર-નીચે કરીએ છીએ ત્યારે બલ્ગેરિયન લોકો ‘અસન્મતિ’ દર્શાવવા આમ કરે છે.

3. તૈયાર થયેલો સંદેશો (Message) : પ્રેષક સંદેશો મોકલે છે ત્યારે એવી અપેક્ષા રાખે છે જે સંદેશો ગ્રહણ કરનાર તેના સંદેશાને બરાબર સમજે, સ્વીકારે અને તે જ પ્રમાણે વર્તન કે કાર્ય કરે.

આવો સંદેશો સલાહ, સૂચન, વિનંતી, હુકમ, માહિતી કે અન્ય કોઈ પણ સ્વરૂપનો હોઈ શકે છે. સંદેશાનું તીવ્ર કે મંદ ઉચ્ચારણ, વાણીનો રણકો, સ્વરભાર, ભાવકક્ષા વગેરે તેની અસરકારકતા નક્કી કરે છે.

4. માધ્યમનો ઉપયોગ (Medium) :પ્રષકથી શરૂકરીને સંદેશો પ્રાપ્ત કરનાર વ્યક્તિ સુધીના સંદેશો મોકલવાના માર્ગને ‘માધ્યમ’ કહેવાય છે. સંદેશો અને માધ્યમ એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે.

પ્રત્યયનની સફળતા માટે તેનું માધ્યમ યોગ્ય રીતે અને કાળજીપૂર્વક પસંદ કરેલું હોવું જોઈએ. પ્રેષકને સંદેશો સ્વીકારનારની શક્તિનો અંદાજ હોવો જોઈએ. માધ્યમની પસંદગીનો આધાર પ્રેષકની અનુકુળતા, અભિયોગ્યતા અને વ્યક્તિત્વ પર આધાર રાખે છે.

માધ્યમની પસંદગીનો આધાર સંદેશાની સામગ્રી પર પણ છે.

માધ્યમની પસંદગી કરતી વખતે માહિતી પ્રાપ્ત કરનારની સંખ્યા, અવકાશીય સમીપતા, શક્તિ અને મર્યાદાઓને પણ ધ્યાનમાં લેવા જોઈએ.

5. વિસંકેતન (Decoding) : વિસંકેતન એટલે સંદેશો લેનાર તેનું અર્થઘટન કરે અને માહિતીને અર્થપૂર્ણ બનાવે તે.

વિસંકેતનની પ્રર્કિયામાં સંદેશો પ્રાપ્ત કરનારનાં પૂર્વાનુભવ, મનોવલણ, લાગણી, પૂર્વગ્રહ, તત્કાલિન, વાતાવરણ, જરૂરિયાત વગેરેનો ફાળો મહત્વનો છે.

પ્રેષકે જે અર્થમાં, જે હેતુસર સંદેશો મોકલ્યો હોય તે જ અર્થ અને હેતુ સંદેશો લેનાર ધ્યાનમાં રાખે તે આદર્શ સ્થિતિ છે. આમ, થાય તો જ પરસ્પાની સમજૂતીમાં વધારો થાય છે.

6. સંદેશનો ગ્રાહક (Receiver) : સંદેશો મોકલનાર સંદેશો મોકલે છે અને સંદેશો પ્રાપ્ત કરનાર તેને મેળવે છે. સંદેશો મેળવનાર આ સંદેશો તેની જ્ઞાનેંદ્રિયો દ્વારા મેળવે છે. આ સમયે સંદેશો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તેના વર્તનને અસર કરે છે. તેમાં વ્યક્તિની ઈચ્છા-અનિચ્છા, માનસિક કક્ષા, પરિપક્વતા, આવેગશિલતા, મનોવલણ વગેરે પણ અગત્યનો ભાગ ભજવે છે.

7. પ્રતિપુષ્ટિ (Feedback) : સંદેશો મળ્યા પછી સંદેશો પ્રાપ્ત કરનાર જે વર્તન કરે તેને ‘પુષ્ટિ’ કહેવાય છે.

પ્રતિપુષ્ટિને પરિણામે સંદેશો મેળવનાર વળતો સંદેશો મોકલે તેને ;પ્રતિપોષણ’ કહેવામાં આવે છે. આ પ્રક્રિયામાં સંદેશો પ્રાપ્ત કરનાર ‘પ્રેષક’ બને અને પ્રેષક ‘સંદેશો પ્રાપ્ત કરનાર’ બને છે.

રોજિંદા જીવનવ્યવહારમાં ક્યારેક પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે પ્રતિપોષણ થાય છે. અન્યોન્ય વાતચીતમાં ‘પ્રેષક અને ‘ગ્રાહક’ બદલાય છે.

સંદેશાના વહનના માધ્યમને ‘પ્રણાલી’ પણ કહે છે. પ્રણાલીની પસંદગી પ્રેષક નક્કી કરે છે. વ્યક્તિગત સંદેશ માટે મુલાકાત અને નૌપચારિક વાતચિતનો સમાવેશ થાય છે.

સંસ્થાઓમાં ઔપચારિક સંદેશાઓ પત્ર, પરિપત્ર, નોટિસબોર્ડૅની સૂચનાઓ, છાપેલી માહિતી અને સૂચનાપત્ર જેવા માધ્યમોનો ઉપયોગ થાય છે.

મોટી સંખ્યાને સંદેશો પહોંચાડવા માટે માધ્યમ તરીકે ભીંત પરનાં લખાણો, પોસ્ટરો, તીવી, પુસ્તકો, સામયિકો અને વર્તમાનપત્રોનો ઉપયોગ થાય છે.


Advertisement
Advertisement