Chapter Chosen

મનોવિજ્ઞાન : એક વિજ્ઞાન

Book Chosen

મનોજ્ઞાન ધોરણ 11

Subject Chosen

મનોવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
મનોવિજ્ઞાનની ‘વ્યાખ્યા’ આપી તેની સમજૂતી આપો. 

Advertisement
મનોવિજ્ઞાનનું સ્વરૂપ સમજાવો. 

વિજ્ઞાન એ જ્ઞાન મેળવવાની અને જ્ઞાનને સંગઠિત કરવાની પ્રક્રિયા છે. મનોવિજ્ઞાન વૈજ્ઞાનિક પદ્ધતિથી વર્તનનો અભ્યાસ કરે છે. આથી તેને વિજ્ઞાન કહે છે. મનોવિજ્ઞાનના સ્વરૂપને સમજવા માટે તેની લાક્ષણિકતાઓ સમજવી ખુબ જ જરૂરી છે. મનોવિજ્ઞાનની લાક્ષણિકતાઓ નીચે મુજબ છે.

1. મનોવિજ્ઞાન વિજ્ઞાન છે (Psycology is Scince.) : મનોવિજ્ઞાન વાસ્તવિકતાના ભૌતિક, શારીરિક અને મનોવૈજ્ઞાનિક પાસાઓ સાથે સબંધ ધરાવતું વિજ્ઞાન છે. અનેક મનોવૈજ્ઞાનિકોએ મનોવૈજ્ઞાનને વિજ્ઞાન તરીકે સ્થપિત કરવાના પ્રયત્નો કર્યા છે. ઈ.સ. 1879માં વિલ્હેમ વુન્ટ નામના મનોવૈજ્ઞાનિકે જર્મનીના લીપ્ઝિંગ શહેરમાં મનોવિજ્ઞાનની પ્રથમ પ્રયોગશાળા સ્થાપતા તેને વિજ્ઞાન તરીકેનો દરજ્જો પ્રાપ્ત થયો.

મનોવિજ્ઞાન ચોક્કસાઈપૂર્વકની વસ્તુલક્ષી પદ્ધતિનો ઉપયોગ કરતું વિજ્ઞાન છે. મનોવિજ્ઞાનનું વિષયવસ્તુ માનવીનું વર્તન હોવાથી તે ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન જેવું શુદ્ધ વિજ્ઞાન નથી.

વર્તમાન સમયમાં અનેક વિષયો વચ્ચે જ્ઞાનનો સેતુ રચાયો છે, ત્યારે મનોવિજ્ઞાન આ બધાં વિજ્ઞાનોનો ઉપયોગ કરી માનવીના વર્તનને વધુ વૈજ્ઞાનિક રીતે સમજવાનો પ્રયત્ન કરે છે. મનોવિજ્ઞાન ન્યુરોસાયન્સ, કમ્પ્યુટર વિજ્ઞાન, માહિતી અને પ્રસારણ વિજ્ઞાન સાથે સમન્વય સાધી રહ્યું છે. મનોવિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન અને જીવવિજ્ઞાનની પદ્ધતિઓનો ઉપયોગ કરી સામાજિક ઉપયોગ કરી સામાજિક અને સાંસ્કૃતિક બબાતોનો અભ્યાસ કરે છે.

2. મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન છે. (Psychology is Natural Scince) : માનવી પ્રાકૃતિક જગતનો એક હિસ્સો છે. મનોવિજ્ઞાનનું અભ્યાસવસ્તુ માનવીનું વર્તન છે. આથી મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન પણ છે. મનોવિજ્ઞાન સજીવતંત્રો જેવાં કે માનવી અને માનવેતર પ્રાણીઓનો અભ્યાસ કરે છે. અન્ય પ્રાકૃતિક વિજ્ઞાનો જેવી રીતે કુદરતી ઘટનાઓ અને કુદરતી બાબતોનો પણ અભ્યાસ કરે છે તેવી જ રીતે મનોવિજ્ઞાન વર્તનનો અભ્યાસ કરે છે. અન્ય પ્રાકૃતિક ઘટનાઓની જેમ કે વર્તનને પણ શરૂઆત તથા અંત હોય છે.

મનોવિજ્ઞાન વર્તનનો અભ્યાસ કરવા માટે અન્ય પ્રાકૃતિક વિજ્ઞાનો જે અભ્યાસ પદ્ધતિનો ઉપયોગ કરે છે. તે જ અભ્યાસ પદ્ધતિનો ઉપયોગ મનોવિજ્ઞાન કરે છે. આથી મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન છે.

મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીઓનાં પ્રાકૃતિક અને કુદરતી વર્તનનો અભ્યાસ કરે છે. આથી મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન છે.

3. મનોવિજ્ઞાન સામાજિક વિજ્ઞાન છે (Pychology is Social Scince) : મનોવિજ્ઞાન માનવીના વર્તનનો અભ્યાસ કરતી વખતે તેના સામાજિક અને સાંસ્કૃતિક સંદર્ભને ધ્યાનમાં રાખે છે. આથી મનોવિજ્ઞાન એ સામાજિક વિજ્ઞાન છે.

માનવીની માત્ર તેની સામાજિક અને સાંસ્કૃતિક બાબતોથી પ્રભાવિત થતો નથી, પરંતુ આ બાબતો તેના વર્તન પર અસર કરે છે. મનોવિજ્ઞાન માનવીમાં રહેલા સામાજિક પાસાંને સ્પર્શતું હોવાથી મનોવિજ્ઞાન સમાજિક વિજ્ઞાન છે.

મનોવિજ્ઞાન માનવીના સમાજમાં અભિવ્યક્ત થતાં વર્તનને અને તેનાં પાસાઓને સમજવાનો અને તેના આધારે નિયમો કે સિદ્ધાંતો તારવાનું કાર્ય કરે છે. આ માટે તે માનવીના વ્યક્તિગત અને સામૂહિક વર્તનને સમજવાનો પ્રયત્ન કરે છે. માનવીના સામાજિક અને સાંસ્કૃતિક વાતાવરણના આધારે તેનું સામાજિક અને સાંસ્કૃતિક વર્તન પણ ઘડાય છે. દા.ત. ગુજરાતના મોટા શહેરોમાં ઊછરેલી યુવતીના વર્તનમાં અને આદિવાસી વિસ્તારોમાં ઊછરેલી યુવતીના વર્તનમાં તફાવત જોવા મળે છે. મનોવિજ્ઞાન માનવીના સામાજિક અને સાંસ્કૃતિક વાતાવરણના આધારે માનવીના વર્તનને સમજવાનો પ્રયત્ન કરે છે. આથી મનોવિજ્ઞાન સામાજિક વિજ્ઞાન છે.

4. મનોવિજ્ઞાન વાર્તનિક વિજ્ઞાન છે. (Pschology is Behavioural Scince.) : જે વિજ્ઞાન માનવી અને પ્રાણીઓના વર્તનનો અભ્યાસ કરે છે, તેને ‘વાર્તાનિક વિજ્ઞાન’ કહેવામાં આવે છે. સામાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, નૃવંશશાસ્ત્ર વગેરે વિજ્ઞાનો માનવીનાં વિવિધ વર્તનનો અભ્યાસ કરે છે. મનોવિજ્ઞાન પણ માનવી અને પ્રાણીઓના વર્તનનો અભ્યાસ કરતું હોવાથી મનોવિજ્ઞાન વાર્તનિક છે.

વર્તમાન શુદ્ધ વિજ્ઞાનો, પ્રકૃતિક વિજ્ઞાનો કે સામાજિક વિજ્ઞાનો વચ્ચે તફાવત રહ્યો નથી બધાં વિજ્ઞાનોમાં જ્ઞાનનો ઉપયોગ એકબીજાં વિજ્ઞાનોમાં કરવામાં આવે છે. દા.ત. ભૌતિક વિજ્ઞાનોના જ્ઞાનનો ઉપયોગ મનોવિજ્ઞાન માનવીની શરીરરચનાનાં ક્ષમતાના સંદર્ભમાં કરે છે. આ જ પ્રમાણે શરીરનીરચનાના જ્ઞાનનો ભૌતિક વિજ્ઞાન પોતાના સિદ્ધાંતો માટે કરે છે.

મનોવૈજ્ઞાનિક સી.ટીમોર્ગનના મતે, “મનોવિજ્ઞાન એવું વાર્તનિક વિજ્ઞાન છે; જેમા ભૌતિકશાસ્ત્ર જેવાં પ્રાકૃતિક વિજ્ઞાનો અને સમાજશાસ્ત્ર, નૃવંશશાસ્ત્ર વગેરે જેવાં સામાજિક વિજ્ઞાનોનાં જ્ઞાનનો સમન્વય કરવામાં આવે છે.”


Advertisement
આધુનિક મનોવિજ્ઞાનનો ઉદભવ અને વિકાસ (Origin and Devlopment) સમજાવો. 

ટુંકનોંધ લખો.
‘મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન છે’ સમજાવો. 

મનોવિજ્ઞાનનો શબ્દાર્થ સમજાવો.


Advertisement