Chapter Chosen

વ્યક્તિત્વ

Book Chosen

મનોજ્ઞાન ધોરણ 11

Subject Chosen

મનોવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
વ્યક્તિત્વ વિશેનો વાર્તનિક અભિગમ સમજાવો. 

વ્યક્તિના સાત્વિક, રાજસી અને તામસી એમ ત્રણ પ્રકારો કોણે પાડ્યાં છે ?

  • ભારતીય દર્શનશાસ્ત્ર 

  • ગ્રીક વૈદ્ય હિપોક્રેટિસ 

  • ચરકસંહિતા 

  • આપેલ પૈકી એક પણ નહિ.


કોના મતે ‘વ્યક્તિત્વ એટલે વ્યક્તિની લાક્ષણિક વિચાર અને વર્તનરેહને ઘડનારી તેની મનોશારીરિક વ્યવસ્થાઓનું ગતિશીલ સંયોજન’ ?

  • હિગિન્સ

  • ફ્રોઈડે 

  • રોજર્સ 

  • ઓલપોર્ટ 


Advertisement
વ્યક્તિત્વ વિશેનો માનવવાદી અભિગમ સમજાવો.

દરેક વ્યક્તિમાં માનસિક શક્તિઓ, સ્વભવનાં લક્ષણો વગેરે ઓછા કે વધતા પ્રમાણમાં હોય છે. દરેક માનવીની મૂળભૂત જરૂરિયાતો લગભગ સમાન હોવા છતાં કોઈ પણ બે માનવીમાં તેનું પ્રમાણ સરખું હોતું નથી. દરેક માનવી પોતની આગવી રીતે વાતાવરણ સાથી અનુકૂલન સાધે છે.

વ્યક્તિત્વના અભ્યાસ માટે નીચેના અભિગમો રજૂ થયા છે :

1. વ્યક્તિત્વ પ્રકારલક્ષી અભિગમ, 2. વ્યક્તિત્વ ગુણ્લક્ષી અભિગમ, 3. મનોત્યાગાત્મક અભિગમ, 4. માનવવાદી અભિગમ અને 5. વાર્તનિક નોંધપાત્ર છે.

માનવવાદી અભિગમની સમજૂતી નીચે મુજબ છે :

માનવવાદી અભિગમ : માનવવાદી અભિગમ માનવવાદી અભિગમ માનવસ્વભાવનો વિધયક અને આશાવાદી ખ્યાલ રજુ કરે છે. વ્યક્તિત્વમાં વ્યક્તિગત જવાબદારીનું અને વર્તમાન સમયનું મહત્વ હોય છે. વ્યક્તિ જે કાંઈ બને છે તે માટે વ્યક્તિ પોતે મહદ્દઅંશે જવાબદાર ગણાય છે. માનવવાદી અભિગમમાં કાર્લ રોજર્સ અને અબ્રાહમ મેસ્લોના સિદ્ધાંતો નોંધપાત્ર છે.

1. કાર્લ રોજર્સનો ‘સ્વ’ સિદ્ધાંત : રોજર્સનો ‘સ્વ’ સિદ્ધાંત વ્યક્તિગત બાબતો પર આધારિત છે.

પ્રત્યેક વ્યક્તિનું મુખ્ય ધ્યેય સંપૂર્ણ કાર્યરત રહેવાનુંં હોય છે. આ માટે તે સતત પ્રયત્ન કરતો રહે છે. આવી કાર્યરત વ્યક્તિ મોટે ભાગે બીજાની જરૂરિયાતો અને હકો તરફ સંવેદશીલ હોય છે, આવી વ્યક્તિ પોતાની લાગણીઓ કે ક્રિયાઓ પર સમાજમાં ધોરણોની વધુ પડતી અસર થવા દેતો નથી. જેમ ઉંમર વધે છે તેમ આવી વ્યક્તિ વધુ રચનાત્મક બને છે. તે પોતાનાં મૂલ્યો અને લાગણીઓન સતત સંપર્કમાં રહે છે. આથી તે પોતાના જીવનને ઉંડાણથી અનુભવે છે અને માણે છે.

સમાજની દરેક વ્યક્તિ કાર્યરત બની શકતી નથી. વ્યક્તિના જીવન વિશેના અનુભવો અને પોતાના વિશેના વિચારો જ્યારે અસંગત બને ત્યારે વ્યક્તિ ચિંતા અનુભવે છે. તેના ખ્યાલ અને વાસ્તવિકતા વચ્ચે અંતર પડે છે. જે તેના કુસમાયોજનનું કારણ બને છે.



રોજર્સના મત મુજબ વ્યક્તિના ‘સ્વ’ ખ્યાલ અને તેની વસ્તવિકતા જેટલી સુસંગત હોય તેટલું વ્યક્તિનું માનસિક સ્વાસ્થ્ય સારું હોય. તેનું વર્તન સુસંગત હોય અને તે સારું સામાયોજન સાધી શકે છે. જો વ્યક્તિ સ્વ ખ્યાલ અને તેના જીવનના અનુભવો વચ્ચે બહુ જ થોડી સમાનતા હોય અથવા બિલકુલ સમાનતા ન હોય, તો તેનું સમાયોજન નબળું હોય છે.

વ્યક્તિને પોતાના અનુભવો પરથી એ શીખવ મળે છે કે વ્યક્તિ અમુક રીતે વર્તન કરે, અમુક પ્રકારના વિચારો અને લાગણીઓ વ્યક્તિ કરે તો સમાજની મહત્વની વ્યક્તિઓ તેના વર્તનને અનુમોદન આપશે. આ કારણે વ્યક્તિએ બિનશરતી, વિધાયક, આદર અને સદભાવ મળે તેવું પર્યાવરણ ઊભું કરવું પડે છે.

2. મેસ્લોના ‘સ્વ’ સાર્થકતાનો સિદ્ધાંત : માનવવાદી મનોવિજ્ઞાનિક અબ્રાહમ મેસ્લોએ માનવ-જરૂરિયાતોને માનવવાદી મનોવૈજ્ઞાનિક અબ્રાહમ મેસ્લોએ માનવ-જરૂરિયાતોને શ્રેણીક્રમમાં ગોઠવી છે. વ્યક્તિ પહેલા ક્રમની પ્રેરણાના સંતોષ પછી જ બીજી તરફ આગળ વધે છે. આ અનુસંધાનમાં મનોવૈજ્ઞાનિક રીતે સ્વસ્થ વ્યક્તિ કોને કહેવાય તેની વિસ્તૃત રજૂઆત કરે છે.

મેસ્લોનો મત વિધાયક અને આશાવાદી છે. માનવી પાસે પ્રેમ, આનંદ અને સર્જનાત્મક કાર્ય કરવાની આંતરિક શક્તિ છે. તે પોતાની મહત્તમ શક્તિનો ઉપયોગ કરી પોતાના જીવનને યોગ્ય ઘાટ આપી શકે છે.

વ્યક્તિ પોતાનું અને જગતનું પ્રત્યક્ષીકરણ કરે છે અને પોતાની જરૂરિયાતને ધ્યાનમાં રાખી પોતાની શક્તિનો મહત્તમ ઉપયોગ કરે છે. જે દ્વારા વ્યક્તિનું વ્યક્તિત્વ સ્પષ્ટ થાય છે.

જે વ્યક્તિ પ્રેરણાઓના શ્રેણીક્રમની નીચલી કક્ષાની શારીરિક જરૂરિયાતોને સંતોષવામાં જ રહે તેના વ્યક્તિત્વમાં ઉણપની અભિમુખતા સર્જય છે. આથી આવી વ્યક્તિઓ પાસે જે ભૌતિક પદાર્થો નથી તેને પ્રાપ્ત કરવા અવ્યવસ્થિત વર્તન કરવાની શક્યતા રહે છે.

મેસ્લોના મત મુજબ ઉચ્ચ કક્ષાની જરૂરિયાતોને આધિ જરૂરિયાતો કહેવાય છે. ન્યાય, ભલમનશાહી, સૌંદર્ય, વ્યસ્થા, કે એકતા જેવી અધિ જરૂરિયાતો સંતોષવામાં નિષ્ફળ જાય તેનું મન સમજમાંથી ઊઠી જાય છે. તે ઉદાસિન, વક્રદર્શી અને નિઃસારવાદી બની જાય છે.

મેસ્લોએ સ્વાર્થક બનેલા વ્યક્તિઓનો અભ્યાસ કર્યો હતો. તેમના અભ્યાસ મુજબ આવી વ્યક્તિઓ પોતાના અનુભવો પ્રત્યે ખુલ્લું મન રાખતા હતા. તેઓ પોતાના આંતરિક જગત સાથે તલમેલ રાખી શકતા હતા. તેઓ સ્વાયત્ત, સ્વયંસ્ફુર્ત, ધ્યેયનિષ્ઠ તથા અન્ય માનવી અને ઘટનાઓના કદરદાન હતા. તેઓ બહ્ય ઉદ્દેશ માટે પ્રતિબદ્ધ રહેતા હતા.

જરૂરિયાતો પર સાંસ્કૃતિક ઘટકોની અસર હોય છે. પશ્ર્યાત્ય સંસ્કૃતિના લોકો ભૌતિક જરૂરીયાતોને મહત્વ ગણે છે. આથી તેઓ નિમ્ન કક્ષાની જરૂરિયાતોને વધુ અગત્યની માને છે.

માનવસમજમાં સંપૂર્ણ સ્વાર્થક બનેલી વ્યક્તિઓની સંખ્યા ખૂબ જ મર્યાદિત હોય છે, પરંતુ મોટા ભાગની વ્યક્તિઓ અમુક સમય માટે સ્વાર્થકતાનો અનુભવ કરે છે એ સમયે તેમને પોતાનું અસ્તિત્વ સમૃદ્ધ અને પરમાંદથી ભરેલું લાગે છે.

આમ, માનવાદી અભિગમ જીવનમાં વિધાયક પાસાઓની અગત્યત દર્શાવે છે.


Advertisement

શારીરિક દોષના આધારે વાતપ્રકૃતિ, પિત્તપ્રકૃતિ અને કફપ્રકૃતિ એમ ત્રણ પ્રકારો કોણે પાડ્યા છે ?

  • ગ્રીક વૈદ્ય હિપોક્રેટિસ 

  • ભારતીય દર્શનશાસ્ત્ર 

  • ચરકસંહિતા 

  • આપેલ પૈકી એક પણ નહિ.


Advertisement