Chapter Chosen

વ્યક્તિત્વ

Book Chosen

મનોજ્ઞાન ધોરણ 11

Subject Chosen

મનોવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

શારીરિક દોષના આધારે વાતપ્રકૃતિ, પિત્તપ્રકૃતિ અને કફપ્રકૃતિ એમ ત્રણ પ્રકારો કોણે પાડ્યા છે ?

  • ગ્રીક વૈદ્ય હિપોક્રેટિસ 

  • ભારતીય દર્શનશાસ્ત્ર 

  • ચરકસંહિતા 

  • આપેલ પૈકી એક પણ નહિ.


વ્યક્તિત્વ વિશેનો માનવવાદી અભિગમ સમજાવો.

Advertisement
વ્યક્તિત્વ વિશેનો વાર્તનિક અભિગમ સમજાવો. 

દરેક વ્યક્તિમાં માનસિક શક્તિઓ, સ્વભાવનાં લક્ષણો વગેરે ઓછા કે વધતા પ્રમાણમાં હોય છે. દરેક માનવીની મૂળભૂત જરૂરિયાતો લગભગ સમાન હોવાં છતાં કોઈ પણ બે માનવીમાં તેનું પ્રમાણ સરખું હોતું નથી. દરેક માનવી પોતાની આગવી રીતે વાતાવરણ સાથે અનૂકુલન સાધે છે.

વ્યક્તિના અભ્યાસ માટે નીચેના અભિગમો રજુ થયાં છે.

1. વ્યક્તિત્વ પ્રકારલક્ષી અભિગમ, 2. વ્યક્તિત્વ ગુણ્લક્ષી અભિગમ, 3. મનોત્યગાત્મક અભિગમ, 4. માનવાદી અભિગમ અને 5. વર્તનિક અભિગમ.

વાર્તનિક અભિગમની સમજૂતી નીચે મુજબ છે.

વાર્તનિક અભિગમ : વાર્તનિક અભિગમના પ્રણેતા અમેરિકન મનોવૈજ્ઞાનિક જે.બી.વૉટસસ છે. તેમણે મનોવૈજ્ઞાનને ‘વાર્તનિક વિજ્ઞાન’ તરીકે ઓળખાવ્યું છે.

વર્તનીક અભિગમ વ્યક્તિના વસ્તુલક્ષી રીતે નિરીક્ષણ કરી શકાય તેવા વર્તનનો અભ્યાસ કરે છે. આ અભિગમમાં અનુભવ, ચેતના અને આંતરનિરિક્ષણ પદ્ધતિને સ્થાન નથી.

વાર્તનિક અભિગમ વ્યક્તિના વર્તનને ઉદ્દીપક પ્રત્યેની પ્રતિક્રિયા તરીકે ઓળખાવે છે. આથી આ અભિગમને ‘ઉદ્દિપક-પ્રતિક્રિયા અભિગમ’ પણ કહેવામાં આવે છે.

વાર્તનિક અભિગમમાં વ્યક્તિનાં વાણી, મુખભાવ, ચેષ્ટાઓ, હલનચલનો વગેરેનો અભ્યાસ કરવામાં આવે છે. આ અભિગમમાં વિટ્સન, સ્કીનર, ગથરી, ટોલમૅન વગેરે મનોવૈજ્ઞાનિકોએ મહત્વનું યોગદાન આપેલ છે.

વાર્તનિક અને સામાજિક શિક્ષણના સિદ્ધાંતો વૈજ્ઞાનિક સંશોધનો પર આધારિત હોવાથી તે વ્યક્તિના અભ્યાસના સિદ્ધાંતોને મજબૂત ટેકો આપે છે.

વર્તનવાદીઓના મત મુજબ બાળકો દયાભાવ, સેવાભાવ, ઉદારતા, તોડફોડ કરવાની વૃત્તિ વગેરે પોતાના વાતાવરણમંથી શીખે છે. વ્યક્તિત્વ એ માત્ર વર્તનની જુદી જુદી તરેહનો સંગ્રહ નથી. વ્યક્તિત્વ એટલે નિરિક્ષણથી શીખેલી બાબતોને બાળકો વર્તન દ્વારા વ્યક્ત કરે છે. બાળકો વડીલો દ્વારા વર્તનનું નિરીક્ષણ કરે છે અને પછી તેનું અનુકરણ કરે છે.

મનોવિજ્ઞાનિકોના મતે કોઈ વ્યક્તિ કયા સંજોગોમાં પ્રામાણિક રહેશે તેનું અનુમાન કરી શકાતું નથી. દા.ત., પરીક્ષાખંડમાં સીસીટીવી કમેરા લગાવેલા હોવાથી મોટા ભાગના વિદ્યાર્થીઓ પરીક્ષામાં ચોરી કરતા નથી.

વ્યક્તિત્વનું માળખું વ્યક્તિની ટેવના લીધે ઘડાય છે. ટેવ આ ચાર તત્વો પર આધારિત છે : 1. ઉદ્દેપક 2. પ્રતિક્રિયા, 3. ઈરણ, 4. કારણ.

વ્યક્તિત્વનો વર્તનવાદી સિદ્ધાંત વ્યકિતિત્વને શિક્ષણ, પ્રબલન અને અનુકરણન ખ્યાલો દ્વારા સમજાવે છે.

વર્તનવાદીઓના મત મુજબ માયળુપણું, વિરોધી વર્તન, ઉદારતા કે વિનાશકતા જેવાં વ્યક્તિત્વ સાથે ગાઢ રીતે જોડાયેલાં લક્ષણોને બાળકો શીખી શકે છે.

વ્યક્તિત્વ પણ પ્રશિષ્ટ અને ક્રિયાત્મક અભિસંધાન, નિરીક્ષણ દ્વારા શિક્ષણ, પ્રબલન, વિલોપન, સામાન્યીકરણ, ભેદબોધન વગેરે જેવી ક્રિયાઓ વડે શીખીને પ્રાપ્ત થાય છે.

ચુસ્ત વર્તનવાદી મનોવૈજ્ઞાનિકો વ્યક્તિત્વમાં નિશ્ચિત ગુણો હોવાનો સ્વીકાર કરતાં નથી. એક વ્યક્તિની સરખામણીમાં બીજી વ્યક્તિ કરતાં અમુક ગુણ વધુ કે ઓછા હોઈ શકે છે, પરંતુ એક વ્યક્તિમાં અમુક ગુણ કાયમી હોય અને બીજી વ્યક્તિમાં તે ગુણનો હંમેશા અભાવ હોય એવું બનતું નથી, વ્યક્તિત્વના વર્તનમાં પ્રગટ થતો ગુણ પરિસ્થિતિ પર આધાર રાખે છે અને તેમાં અગાઉ મેળવેલું શિક્ષણ પણ અગત્યનો ભાગ ભજવે છે.

ડોલાર્ડ અને મિલરના મતે પ્રેરણા, સંકેત, પ્રતિક્રિયા અને પુરસ્કાર દ્વારા ટેવોનું ઘડતર થાય છે. પ્રેરણા વ્યક્તિને ક્રિયાશીલ બનાવે છે. પરિસ્થિતિમાંથી ઉદ્દભવતા સંકેતો, પ્રતિક્રિયાઓને એ રીતે દોરે છે કે જેથી તે પુરસ્કાર લાવવાની શક્યતાઓ વધારે છે.


Advertisement

વ્યક્તિના સાત્વિક, રાજસી અને તામસી એમ ત્રણ પ્રકારો કોણે પાડ્યાં છે ?

  • ભારતીય દર્શનશાસ્ત્ર 

  • ગ્રીક વૈદ્ય હિપોક્રેટિસ 

  • ચરકસંહિતા 

  • આપેલ પૈકી એક પણ નહિ.


કોના મતે ‘વ્યક્તિત્વ એટલે વ્યક્તિની લાક્ષણિક વિચાર અને વર્તનરેહને ઘડનારી તેની મનોશારીરિક વ્યવસ્થાઓનું ગતિશીલ સંયોજન’ ?

  • હિગિન્સ

  • ફ્રોઈડે 

  • રોજર્સ 

  • ઓલપોર્ટ 


Advertisement