Chapter Chosen

નાણું અને ફુગાવો

Book Chosen

અર્થશાસ્ત્ર ધોરણ 12

Subject Chosen

અર્થશાસ્ત્ર

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

માંગમાં વૃદ્ધિ થવાના કારણે થતા ભાવવધારાને કેવો ફુગાવો કહે છે ?

  • માંગપ્રેરિત 
  • ખર્ચપ્રેરિત 
  • વેતન પ્રેરિત 

  • નફાપ્રેરિત


“વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે સર્વસ્વીકૃત છે તે નાણું છે.” નાણાની આ વ્યાખ્યા કોણે આપેલી છે ?

  • માર્શલ 

  • કેઈન્સ 

  • પીગુ 

  • રૉબર્ટસન


સતત અને સર્વગ્રાહી ભાવવધારાની સ્થિતિમાં નાણાનું મુલ્ય .....

  • ઘટે છે. 
  • વધે છે. 
  • સ્થિર રહે છે. 

  • બદલાતું નથી.


સાટાપ્રથાનો અર્થ આપી. સાટાપ્રથાની મર્યાદાઓ સમજાવો. 

Advertisement
નાણાંનો અર્થ આપી, તેના કાર્યો ટુંકમાં સમજાવો. 

સામાન્ય વ્યવહારમાં નાણુ એટલે “સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી ચલણી નોટો અને સિક્કા” એવો અર્થ કરવામાં આવે છે. પરંતુ અર્થશાસ્ત્રની પરિભાષામાં “નાણું” શબ્દ એનાથી ઘણો વિશાળ અર્થ ધરાવે છે. અર્થશસ્ત્રીઓએ નાનાંની વિવિધ વ્યાખ્યાઓ આપી છે. એ વ્યાખ્યાઓને આધારે નાણાંની વ્યાખ્યા આ પ્રમાણે આપી શકાય : “નાણું એટલે મૂલ્યના માપદંડ તરીકે, વસ્તુઓ અને સેવાઓના વિનિમયમાં ચુકવણીના સધન તરીકે તેમજ સોદાઓ અને દેવાંની પતાવટ્માં બધા જેનો નિઃશંકપણે સ્વીકાર કરતા હોય એવું માધ્યમ.” અર્થશાસ્ત્રી પ્રો. માર્શલે નાણાંની વ્યાખ્યા આ પ્રમાણે આપી છે: “કોઈ પણ સ્થળે કે સમયે, સંદેહ વિના કે વિશેષ તપાસ કર્યા વિના, ચીજવસ્તુઓ અને સેવાઓના વિનિમયમાં જેનો બહોળો પ્રમાણમાં ઉપયોગ થાય છે તેને ‘નાણું’ કહેવાય છે.” જો સિગારેટ, શંખ, ઢોર વગેરેનો એ રીતે સ્વીકાર થતો હોય, તો એ પણ નાણું ગણાય. એનાથી ઊલટું, ચલણી નોટો અને સિક્કાઓમાં વિશ્વાસ ન રહેવાથી જો લોકો વ્યવહારમાં તેમનો સ્વીકાર કરતા ન હોય તો અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ તે ‘નાણું’ રહેતાં નથી. આમ, મૂલ્યના માપદંડ અને વિનિમયના માધ્યમ તરીકે સર્વસ્વીકાર્ય હોવાનો ગુણ એ નાણાનું એક મૂળભૂત લક્ષણ છે.

નાણાં તરીકે કામ આપનારી વસ્તુ વડે પોતાની બધી ચુકવણીઓ કરી શકાશે એવો લોકોને વિશ્વાસ હોય, તો જ તેઓ એ વસ્તુનો નાણાં તરીકે સ્વીકાર કરે છે. લોકોનો એવો વિશ્વાસ જે વસ્તુમાં સ્થાપિત થાય એ વસ્તુ નાણાં તરીકેની રોકડતા પ્રાપ્ત કરે છે. દા.ત., પ્રાચીન કાળમાં યુરોપમાં ઘેટું નાણાં તરીકે સ્વીકારતું હતું. એ જ રીતે, જગતના જુદા જુદા દેશોમાં જુદા જુદા સમયે શંખ, છીપલાં, અનાજ, કાપડ, ઢોર વગેરેનો નાણાં તરીકે ઉપયોગ થયો છે. એનાથી ઊલટું દ્વિતીય વિશ્વયુદ્ધ પછીના આર્થિક કટોકટીના ગાળામાં યુરોપના અનેક દેશોમાં લોકોનો સરકારી ચલણ માર્કને બદલે અને ઈટાલીના લોકો તેમના ચલણ્ લીરાને બદલે અમેરિકન સિગારેટને નાણાં તરીકે સ્વીકારવામાં વધુ સલામતી અનુભવતા હતા ! એ દેશોમાં સમગ્ર ચલણ વ્યવસ્થામાં આમૂલ ફેરફાર કરવામાં આવ્યા ત્યારબાદ જ લોકોનો ચલણી નોટો અને સિક્કામાંનો વિશ્વાસ પુનઃસ્થાપિત થયો અને સરકારી ચલણ ફરી નાણાં તરીકે સ્વીકારાતું થયું.

ટૂંકમાં, (1) નાણું એ મૂલ્યનો માપદંડ છે. (2) નાણું એ વિનિમયનું સર્વસ્વીકૃત માધ્યમ છે. (3) સોદાઓ અને દેવાંની પતાવટમાં નાણાં વ્યાપક રીતે ઉપયોગી છે.

નાણંન કાર્યો : નણાંનાં મુખ્ય કાર્યો નીચે મુજબ છે :

1. વિનિમયના માધ્યમ તરીકે કાર્ય : નાણું એ વિનિમયનું સર્વસ્વિકૃત માધ્યમ છે. તેથી નાણાંનું મુખ્ય કાર્ય આર્થિક વિનિમયો માટેનું માધ્યમ પૂરું પાડવાનું છે. કોઈ પણ વ્યક્તિ વસ્તુ કે સેવાનો વિનિમય નાણાંના માધ્યમ દ્વારા કરી શકે છે. દરેક વ્યક્તિ નાણાંના રૂપમાં પોતાની આર્થિક પ્રવૃત્તિનું વરતળ મેળવે છે અને એ નાણાં દ્વારા પોતાની જરૂરિયાતની વસ્તુઓ ખરીદી શકે છે. નાણાં દ્વારા તે બજારમાં અનાજ વેચીને નાણાં મેળવે છે અને એ નાણાં દ્વારા તે બજારમાંથી પોતાની જરૂરિયાતની ચીજવસ્તુઓ મેળવે છે. કાપડની મિલમાં કામ કરતો શ્રમિક તેને મળતા પગાર દ્વારા બજારમાંથી પોતાને જરૂરી ચીજો ખરીદી શકે છે. આમ, વિનિમયના સર્વસ્વિકૃત માધ્યમ તરીકે નાણું આધુનિક અર્થવ્યવસ્થામાં ખૂબ મહત્વની કામગીરી બજાવે છે.

2. મૂલ્યના માપદંડ તરીકેનું કાર્ય : નાણું એ વસ્તુ કે સેવાના મૂલ્યનો માપદંડ છે. જેમ કાપડ મીટરમાં, દૂધ લિટરમાં, અનાજ ગ્રમમાં માપી શકાય છે, તેમ વસ્તુ કે સેવાનું મૂલ્ય નાણાંના એકમોમાં માપી શકાય છે. વસ્તુવિનિમયની પદ્ધતિમાં દરેક વસ્તુનું મૂલ્ય બીજી અગણિત વસ્તુઓની તુલનામાં આંકવાનું રહેતું. નાણાંના ઉપયોગથી એ મુશ્કેલી દૂર થઈ છે. દરેક વસ્તુ મે સેવા નાણાંના રૂપમાં ચિઓક્કસ મૂલ્ય ધરાવતી હોવાથી જુદી જુદી વસ્તુઓ અને સેવાઓનં મૂલ્યોની તુલના કરવાનો પ્રશ્ન રહેતો નથી, જ્યારથી નાણું વિનિમયના માધ્યમ તરીકે સ્વીકૃતિ પામ્યું છે ત્યારથી મૂલ્યના માપદંડમાં ચોક્કસાઈ અને નિશ્ચિતતા આવી છે. નાણામાં દરેક વસ્તુનું મૂલ્ય વ્યક્ત થયેલું હોય છે અને એ મુલ્ય બધી વ્યક્તિઓ માટે સરખું હોય છે.

3. મૂલ્યના સંગાહક તરીકેનું કાર્ય : નાણાના સ્વરૂપમાં વસ્તુઓ અને સેવાઓના મૂલ્યનો સંગ્રહ થઈ શકે છે. નાશવંત વસ્તુઓની જેમ નાણું સડી જતું નથી. વળી, નાણુ ટકાઊ હોવા છતાં ભારેખમ વસ્તુઓની જેમ તેનો સંગ્રહ કરવાનું અગવડરૂપ બનતું નથી. નાણાનો લાંબ સમય સુધી સંગ્રહ થઈ શકે છે અને તે વજનમાં હલકું હોવાથી તેની હેરફેર સરળતાથી થઈ શકે છે.નાણાના સ્વરૂપમાં બચત કરવાનું નાણા બચાવી રાખીને વસ્તુની કિંમત નીચી ઊતરે ત્યારે તેની ખરીદી કરી શકાય છે. આમ, મૂલ્યના સંગ્રાહક તરીકેની નાણાંની કામગીરી અનેક રીતે અત્યંત ઉપકારક બની રહે છે. બીજા શબ્દોમાં, નાણા એ ખરીદશકિનો સંગ્રહ છે.

4. વિલંબિત ચુકવણીના સાધન તરીકે કાર્ય : લાંબા ગાળાની લેણદેણ માટે નાણું એ ઉત્તમ સાધન છે. લોકોને નાણામાં વિશ્વાસ હોવાથી નાણાં દ્વારા દેવાની ચુકવણી સરળતાથી થઈ શકે છે. ટકાઉ વસ્તુઓ પણ લાંબા ગળાની વપરાશથી ઘસાઈ જાય છે. તેથી એવી વસ્તુઓના માધ્યમમાં લાંબા ગાળાની લેણદેણ કરવામાં આવે તોયે વસ્તુ પાછી આપવામાં આવે ત્યારે લેણદારને નુકશાન અને અસંતોષ થવાની શક્યતા રહે છે. નાણાંના સ્વરૂપમાં કરાતી મુદતી ચૂકવણીમાં આવો અસંતોષ થવાનો પશ્ન રહેતો નથી, કારણ કે નાણાંને લાંબા સમય સુધી સંગ્રહી શકાય છે તેમજ તેનું મુલ્ય પ્રમાણમાં સ્થિર રાખી શકાય છે.

5. સહેલાઈથી યાદ રાખવા માટે નાણાંનાં કાર્યો અંગ્રેજીમાં આ રીતે રજૂ કરી શકાય છે.

Money is a matter of four functions :
“a medium, a measure, a standard, a store

અહીં, medium = માધ્યમ
Measure = માપદંડ
Standard = ધોરણ
Store = સંગ્રાહક


Advertisement
Advertisement