Chapter Chosen

નાણું અને ફુગાવો

Book Chosen

અર્થશાસ્ત્ર ધોરણ 12

Subject Chosen

અર્થશાસ્ત્ર

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

માંગમાં વૃદ્ધિ થવાના કારણે થતા ભાવવધારાને કેવો ફુગાવો કહે છે ?

  • માંગપ્રેરિત 
  • ખર્ચપ્રેરિત 
  • વેતન પ્રેરિત 

  • નફાપ્રેરિત


નાણાંનો અર્થ આપી, તેના કાર્યો ટુંકમાં સમજાવો. 

Advertisement
સાટાપ્રથાનો અર્થ આપી. સાટાપ્રથાની મર્યાદાઓ સમજાવો. 

સાટાપ્રથા એટલે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા.

જેમ કે, ખેડુત ઘઉં પેદા કરી સ્વવપરાશ માટે ઘઉં રાખી વધારાના ઘઉં આપી ચોખા, કાપડ ચંપલ વગેરે મેળવે, જ્ઞાન આપનાર શિક્ષક જ્ઞાનના બદલામાં અનાજ મેળવે. મોચી ચંપલના બદલામાં અનાજ, કાપડ, ઘી વગેરે મેળવે.

સાટાપ્રથાની મર્યાદાઓ : સાટાપ્રથાની મુખ્ય મર્યાદાઓ નીચે મુજબ છે :

1. દ્વિપક્ષી જરૂરિયાતોનો સુમેળનો અભાવ : વસ્તુવિનિમય પ્રથા સારળતાપૂર્વક કામ કરે તે માટેની અનિવાર્ય શરત દ્વિપક્ષી જરૂરિયાતોનો સુમેળ છે. અનેક વસ્તુઓ ઉપલબ્ધ હોવા છતાં જ્યાં સુધી દ્વિપક્ષી મેળ બેસે નહીં ત્યાં સુધી વિનિમય શક્ય બને નહિ. દા.ત. ખેડુતને ઘઉંના બદલામાં વણકર પાસેથી કાપડ મેળવવું હોય અને જો વણકરને કાપડના બદલામાં ખેડુત પાસેથી ઘઉં જોઈતા હોય, તો જ વિનિમય શક્ય બને છે. પરંતુ જો વણકરને કાપડના બદલામાં ખુરશી જોઈતી હોય, તો તે બંનેની જરૂરિયાતનો મેળ બેસે નહીં. પરિણામે વિનિમય થઈ શકે નહીં. જરૂરિયાતોનો દ્વિપક્ષી મેળ બેસાડવાની આ મુશ્કેલી વસ્તુવિનિમય પ્રથાની એક મોટી મર્યાદા હતી.

2. મુલ્યમુલ્યની ચુકવણીની મુશ્કેલી : અનાજ, કાપડ વગી કેટલીક વસ્તુઓનું નાના એકમોમાં વિભાજન શક્ય છે. તેથી આ વસ્તુઓના વિનિમયમાં મેશ્કેલી પડે નહીં. પરંતુ ગાય, ભેંસ, ટેબલ, ખુરશી વગેરે જેવી વસ્તુઓના નાના ભાગ પાડી શકાતા નથી. તેથી આવી વસ્તુઓના વિનિમયમાં મુશ્કેલી ઊભી થતી. દા.ત. ગાય વેચનારને ગાયના બદલામાં 100 કિગ્રા ઘઉં જોઈતા હોય, પરંતુ ખેડૂત પાસે નહીં. આમ, અવિભાજ્ય વસ્તુના વિભાજ્ય વસ્તુ સાથેના વિનિમયમાં મૂલ્યની ચુકવણી મુશ્કેલ બનતી. વળી, વાળંદ, ધોબી, વૈદ્ય વગેરેની સેવાઓની કામગીરીનું મૂલ્ય ચૂકવવૂં પણ ખૂબ મુશ્કેલ પડે છે.

3. મૂલ્યના સંગ્રહની ચુકવણી : પહેલાં પશુધન મહત્વનું હતું. પરંતુ દરેક પશુનું ચોક્કસ આયુષ્ય હોય છે. તેથી આ પશુધન તે સ્વરૂપે અમુક સમય સુધી જ સંગ્રહી શકાય છે. દૂધ, ઘી, શાકભાજી જેવી નાશવંત વસ્તુઓનો સંગ્રહ થઈ શકે નહીં. લાંબા ગાળે અનાજ સડી જતું હોય, તો તેનો સંગ્રહ લાંબા સમય સુધી શક્ય ન બને. આમ, મોટા ભાગની વસ્તુઓને ભવિષ્યમાં વિનિમય પ્રથા કાળક્રમે પડી ભાંગી અને નાણાં પ્રથા અસ્તિત્વમાં આવી.

4. મુલ્યના સર્વસમાન્ય માપદંડનો અભાવ : વસ્તુવિનિમય પ્રથામાં જેમ જેમ વિનિમયના વ્યવહારો વધવા માંડ્યો તેમ તેમ વસ્તુઓનું મૂલ્ય માપવાના સાર્વસમાન્ય માપદંડની જરૂરિયાત ઊભી થઈ. આ પદ્ધતિમાં વસ્તુઓ નાણાં તરીકે કામ કરતી હોવાથી દરેક વસ્તુ સાથેના વિનિમયમાં મૂલ્યનો માપદંડ બદલાતો રહે છે. સા.ત., ખેડુત બાજરી આપીને સુથાર પાસેથી હળ ખરીદવા માગતો હોય, તો બાજરીનું મૂલ્ય હળની રીતે નક્કી થાય અને તે ખેડુત તેમજ સુથાર બંનેને માન્ય રહેવું જોઈએ. એ જ રીતે ખેડુત બાજરી આપીને કુંભાર પાસેથી માટીનાં વાસણો લેવા માંગતો હોય, તો બાજરીનું મૂલ્ય માટીનાં વાસણોની રીતે નક્કી થાય અને તે બંનેને સ્વીકાર્ય હોવું જોઈએ. આમ, વિનિમય વ્યવહારો ગૂંચવડ ભર્યાં અને અગવડભર્યા બની ગયાં. વળી, કોઈ વ્યક્તિની અન્ય વસ્તુ મેળવવાની ત્રીવ્રતા અને ગરજ વસ્તુનું મૂલ્ય નક્કી કરવામાં નિર્ણાયક બને છે, દા.ત., ખેડુતને જો ઘઉંના બદલામાં વધું ઘઉં આપવા પડે છે. આમ, મૂલ્ય માપવા માટેના સર્વસામાન્ય માપદંડના અભાવે વિનિમય વ્યવહારો અગવડભર્યા અને મુશ્કેલ બની ગયાં.

વસ્તુવિનિમય પ્રથાની ઉપર દર્શાવેલ મર્યાદાઓને લીધે પડતી અગવડોને નિવારવા માટે માનવીએ ઈતિહાસના એક અત્યંત મહત્વના તબક્કે એક માધ્યમ તરીકે ‘નાણા’ની શોધ કરી. નાણાંની શોધ માનવીની ક્રાંતિકારી શોધો પૈકીની એક શોધ ગણાય છે.


Advertisement

સતત અને સર્વગ્રાહી ભાવવધારાની સ્થિતિમાં નાણાનું મુલ્ય .....

  • ઘટે છે. 
  • વધે છે. 
  • સ્થિર રહે છે. 

  • બદલાતું નથી.


“વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે સર્વસ્વીકૃત છે તે નાણું છે.” નાણાની આ વ્યાખ્યા કોણે આપેલી છે ?

  • માર્શલ 

  • કેઈન્સ 

  • પીગુ 

  • રૉબર્ટસન


Advertisement