Chapter Chosen

બૅન્કિંગ અને નાણાકીય નીતિ

Book Chosen

અર્થશાસ્ત્ર ધોરણ 12

Subject Chosen

અર્થશાસ્ત્ર

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement
વેપારી બૅન્કનો અર્થ આપી તેના કર્યો સમજાવો. 

વેપારી બૅન્કનો અર્થ : 1949ના બૅન્કિંગ કંપની કાયદા મુજબ, “વેપારી બૅન્ક એટલે એવા સંસ્થા જે બૅન્કિંગ અંગેના વ્યવહારો કરે અર્થાત દેશમાં રોકાણ વધારવા માટે પ્રજાની થાપણો સ્વીકારે અને જ્યારે ગ્રાહકને જરૂર પડે ત્યારે પાછી મળે અને જેમાંથી ચેક, ડ્રાફ્ટ, પે-ઓર્ડર વગેરે ઉપાડ થઈ શકે.”

વેપારી બૅન્ક જે થાપણો સ્વીકારે છે તે થાપણોનું કોઈ ક્ષેત્રમાં રોકાણ કરી કે સરકારી જામીનગીરીઓની ખરીદી કરે નફો કે આવક મેળવે છે, જ્યારે જરૂરિયાતવાળા લોકોને ધિરાણ આપી વ્યાજ વસૂલ કરીને કમાણી કરે છે. આમ, વેપારી બૅન્ક ધંધાદારી સંસ્થા છે.

બૅન્કો નાણાંની હેરફેર કરીને નફો કમાવવા માટેનો ધંધો કરે છે. તેથી જ તેમને વેપારી બૅન્કો કહે છે.

વેપારી બૅન્કનાં મુખ્યકાર્યો નીચે પ્રમાણે છે.

થાપણો સ્વીકારવી : વેપારી બૅન્ક પ્રજા પાસે રહેલી બચતોને થાપણના સ્વરૂપે સ્વીકારી સાચવે છે અને બદલામાં તેમને વ્યાજ ચૂકવે છે.

ચાલુ ખાતાની થાપણોમાંથી જેટલી વાર ઉપાડ કરવો હોય તેટલી વાર ઉપાડ થઈ શકે છ, પરંતુ આવી થાપણો પર વ્યાજ મળતું નથી.

બચત ખાતાની થાપણો ટુંકાગાળાની બચતો છે, જેમાંથી જ્યારે જરૂર પડે ત્યારે ચેક દ્વારા જે ડિબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ વગેરે દ્વારા ઉપાડ કરી શકાય છે. આવી થાપણો પર વેપારી બૅન્ક વ્યાજ ચુકવે છે.

રિકરિંગ ખાતાની થાપણોમાં વ્યક્તિઓ અમુક સમયગાળા દરમિયાન કોઈ ચોક્કસ રકમ ખાતામાં જમા કરાવતી રહે છે. આમ, વ્યક્તિની થાપણ વધતી જાય છે, જેના પર તેને વ્યાજ મળતું રહે છે.

લાંબા ગાળાની થાપણો ચોક્કસ મુદત માટેની હોય છે, જેની પર વેપારી બૅન્ક સૌથી વધુ વ્યાજ ચૂકવે છે.

ધિરાણની સવલતો પૂરી પાડવી : અર્થતંત્રમાં જુદા જુદા વર્ગના લોકોને ધંધા કે અન્ય કારણોસર નાણાંની જરૂર પડે ત્યારે બૅન્ક વ્યાજ વસૂલીને વિવિધ પ્રકારનું ધિરાણ આપે છે. આવું ધિરાણ ટૂંકા ગાળાનું, મધ્યમ ગાળાનું કે લાંબા ગાળાનું હોઈ શકે.

ઉપરાંત, ખાનગી હેતુ માટે, ખેતી માટે, ધંધાકીય હેતુ માટે, કુદરતી આપત્તિ અને કપરા સમય માટે ધિરાણની સવલતો આપે છે, જે માટે વ્યાજના દર જુદા જુદા હોય છે.

નાણાંની ચુકવણી અને ઉપાડની સવલતો પોરી પાડે છે : ચેક, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ATM, ઈન્ટરનેટ બૅન્કિંગ વગેરે સુવિધાઓ દ્વારા વેપારી બૅન્ક ગ્રાહકોને સરળતાથી નાણાની ચુકવણી કરવાની અને નાણાં ઉપાડવાની સવલતો આપે છે.

શાખસર્જનનું કાર્ય કરે છે : વેપારી બૅન્કનું મહત્વનું કાર્ય શાખસર્જનનું છે. શાખસર્જન દ્વારા બૅન્ક પોતાની પાસેની થાપણોમાંથી નવા નાણાંનું સર્જન કરી નાણાંનો પુરવઠો વધારે છે.

વ્યક્તિઓ, કુટુંબો કે પેઢીઓ દ્વારા બૅન્કમાં થાપણ્રરૂપે મુકાયેલા નાણાંને પ્રાથમિક થાપણો કહે છે. બૅન્ક પોતાની પ્રાથમિક થાપણમાંથી ધિરાણનો ચેક આપે ત્યારે ધિરાણ લેનાર વ્યક્તિ બૅન્કના ખાતામાં કે અન્ય બૅન્કનાં પોતાના ખાતામાં તે ચેક જમા કરાવે છે. ચેક જમા થતાં તેના ખાતામાં તેટલી રકમની દ્વિતિય થાપણ જમા થાય છે. આ થાપણમાંથી ત્રીજી વ્યક્તિને ધિરાણ મળે અને નવી જમા રકમ નોંધાય છે. આમ, એક થાપણમાંથી અનેક થાપણો સર્જાય છે.

શાખ સર્જનનો આધાર બૅન્કમાં કેટલા પ્રમાણમાં રોકડ અનામત જાળવવાની છે, તેની ઉપર છે.

જો પ્રાથમિક થાપણ રૂ 10,000 હોય અને રોકડ અનામતનું પ્રમાણ 20% હોય, તો બૅન્ક 10,000 = 50,000 જેટલા નાણાંનું સર્જન કરી શકે છે. અર્થાત બૅન્ક રૂ. 10,000 ના નાણાંના જથ્થામાંથી રૂ. 50,000 ના નાણાનો પુરવઠો ઊભો કરશે અને રૂ. 40,000 જેટલા નવા નાણાંનું સર્જન થશે.

જમા રકમ કરતાં વધુ ઉપાડ અર્થાત અતિરિક્ત ઉપાડ દ્વારા પણ શાખાસર્જન થાય છે.

આંતર બૅન્કિંગ વ્યવહારો કરવા : મધ્યસ્થ બૅન્ક દ્વારા એક બૅન્ક બીજી બૅન્કને ટુંકા કે લાંબા ગાળા માટે જે ધિરાણ આપે છે, તે Call money કહેવાય છે. આવા, ધિરાણ પર લેવાતા વ્યાજનો દર Call money rate કહેવાય છે.

વેપારી બૅન્કનાં ગૌણ કાર્યો નીચે મુજબ છે.

ગ્રાહકના એજન્ટ તરીકે કાર્ય કરે છે : વીમાના પ્રીમિયમ., કરવેરાના ચલણ, વીજળીના બિલ, ટેલિફોન બિલ વગેરેની ચુકવણી ગ્રાહક વતી બૅન્ક કરે છે.

ગ્રાહકોને ઉપયોગી સેવાઓ પૂરી પાડવી : મહત્વના દસ્તાવેજ, કિંમતી વસ્તુઓ, દાગીના વગેરેની સાચવણી માટે બૅન્કે સેફ ડિપોઝિટ વૉલ્ટની સુવિધા ભાડું વસૂલ કરીને પોતાના ગ્રાહકોને પૂરી પાડે છે. કેટલીક આર્થિક પ્રવૃત્તિઓ માટે પોતાના ગ્રાહકોને પૂરી પાડે છે. કેટલીક આર્થિક પ્રવૃત્તિઓ માટે પોતાના ગ્રાહક માટે બૅન્ક બાંયધરી પણ આપે છે. નાણાંની ચુકવણી વિશ્વસનીય બને તે માટે બૅન્ક ડ્રાફ્ટ અથવા પે-ઑર્ડરની સુવિધા પણ બૅન્ક પૂરી પાડે છે.

ગ્રાહકોને આધુનિક સેવાઓ પૂરી પાડે છે : એક બૅન્કના ખાતામાંથી બીજી બૅન્કના ગ્રાહકના ખાતામાં ઝડપથી મિનિટોમાં નાણાંની ઈલેક્ટ્રોનિક હેરફેર માટે NEET અને RTOS જેવી સેવાઓ ઉપલબ્ધ કરાઈ છે. ઈન્ટરનેટ બૅન્કિંગ તેમજ મોબાઈલ ફોન બૅન્કિંગ જેવી સુવિધાઓ દ્વાર ગ્રાહક પોતાના ખાતાની બધી વિગતો પોતાના કમ્યુટર કે મોબાઈલ ફોન પર મેળવી શકે છે. Demat ખાતા દ્વારા ગ્રાહકો પોતાના શેર-સ્ટોક વગેરેને e-સ્વરૂપે સાચવી શકે છે.


Advertisement

સંસ્કૃત ભાષા પ્રમાણે બૅન્ક શબ્દનો અર્થ શું થાય ?

  • નાણાંનો પૂરવઠો 

  • મૂડીનો જથ્થો 

  • મૂડીરોકાણ 

  • વ્યવસાય


મધ્યસ્થ બૅન્કનો અર્થ આપી તેનાં કર્યો સમજાવો. 

ટૂંકા ગાળાનું ધિરાણ સૈદ્ધાંતિક રીતે કેટલા સમયગાળા માટેનું હોય છે ?

  • 1 વર્ષ સુધીનું 

  • 1 થી 3 વર્ષ સુધીનું 

  • 1 થી 5 વર્ષ સુધીનું 

  • 5 થી 15 વર્ષ સુધીનું


ભારતમાં વેપારી બૅન્કમાં મોટે ભાગે કેટલા પ્રકારના ખાતાઓ હોય છે ? 
  • 2

  • 6

  • 10

  • 3


Advertisement