Chapter Chosen

બૅન્કિંગ અને નાણાકીય નીતિ

Book Chosen

અર્થશાસ્ત્ર ધોરણ 12

Subject Chosen

અર્થશાસ્ત્ર

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
વેપારી બૅન્કનો અર્થ આપી તેના કર્યો સમજાવો. 

ટૂંકા ગાળાનું ધિરાણ સૈદ્ધાંતિક રીતે કેટલા સમયગાળા માટેનું હોય છે ?

  • 1 વર્ષ સુધીનું 

  • 1 થી 3 વર્ષ સુધીનું 

  • 1 થી 5 વર્ષ સુધીનું 

  • 5 થી 15 વર્ષ સુધીનું


સંસ્કૃત ભાષા પ્રમાણે બૅન્ક શબ્દનો અર્થ શું થાય ?

  • નાણાંનો પૂરવઠો 

  • મૂડીનો જથ્થો 

  • મૂડીરોકાણ 

  • વ્યવસાય


Advertisement
મધ્યસ્થ બૅન્કનો અર્થ આપી તેનાં કર્યો સમજાવો. 

મધ્યસ્થ બૅન્કનો અર્થ : આર.પી. કૅન્ટના મતે. “મધ્યસ્થ બૅન્ક એટલે એવી સંસ્થા જેને દેશના/પ્રજાના સામાન્ય હિત માટે અર્થતંત્રમાં નાણાંના જથ્થાનાં વિસ્તરણ અને સંકોચનની જવાબદારી સોંપવામાં આવી હોય.”

મધ્યસ્થ બૅન્ક એ દેશની સર્વોચ્ચ બૅન્ક છે જેનું મુખ્ય કાર્ય નાણાંબજાર અને બૅન્કિંગ ક્ષેત્રને પ્રોત્સાહન આપવાનું છે. તેમજ દેશના આર્થિક હિત માટે નાણાકિય સ્થિરતા જાળવવાનું છે.

મધ્યસ્થ બૅન્ક સમગ્ર અર્થતંત્રમાં નાણાંની હેરફેરને નિયંત્રિત કરવા નાણાંકીય નીતિ ઘડે છે અને સરકારને નાણાકીય સલાહ સૂચનો આપે છે.

ભારતમાં મધ્યસ્થ બૅન્ક ‘રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયા’નાં નામથી ઓળખાય છે. જેની સ્થાપના 1 એપ્રિલ, 1935માં રૂ. 5 કરોડના ખાનગી મૂડીરોકાણથી થઈ હતી. 1 જાન્યુઆરી, 1949માં RBIનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું.

મધ્યસ્થ બૅન્કનાં કાર્યો નીચે પ્રમાણે છે :

ચલણી નાણાંનું સર્જન : મધ્યસ્થ બૅન્ક દેશનું ચલણી નાણું બહાર પાડવાનું અત્યંત મહત્વનું કાર્ય કરે છે. અર્થતંત્રની જરૂરિયાત પ્રમાણે નાણાંના પ્રમાણમાં વખતોવખત આવશ્યક ફેરફારો કરવાની જવાબદારી તેને શિરે રહે છે. ચલણી નાણાંના પ્રમાણનું યોગ્ય રીતે વિસ્તરણ કે સંકોચન કરીને મધ્યસ્થ બૅન્ક દેશના અર્થતંત્ર પર નિયામક અંકુશ રાખવાનો પ્રયાસ કરે છે જેથી ચલણી નોટો પત્યે લોકોનો વિશ્વાસ ટકી રેહે. રૂ 2 કે તેથી વધુ મૂલ્યની ચલણી નોટો બહાર પાડવાની સત્તા મધ્યસ્થ બૅન્ક જ ધરાવે છે. ઉપરાંત સરકારના એજન્ટ તરીકે ચલણી સિક્કાઓની વહેંચણી કરવાની જવાબદારી મધ્યસ્થ બૅન્કની છે.

2. સરકારની બૅન્ક તરીકેનું કાર્ય : મધ્યસ્થ બૅન્ક સરકારની બૅન્ક તરીકે નીચેનાં કાર્યો કરે છે :

કરવેરાં, લોનો વગેરે દ્વારા એકત્ર થતું સરકારી ભંડોળ મધ્યસ્થ બૅન્કમાં જમાં રાખવામાં આવે છે અને મધ્યસ્થ બૅન્ક તેની વ્યવસ્થા કરે છે.

મધ્યસ્થ બૅન્ક સરકાર વતી ભરણાં સ્વીકારે છે અને નાણાકીય ચુકવણીઓ કરે છે.

કરવેરાની વસૂલાત થાય, જાહેર લોનનાં ભરણાં ચૂકવાય વગેરે સમય દરમિયાન ટૂંકાં ગાળા માટે સરકારને ધિરાણની જરૂર પડે તો તે મધ્યસ્થ બૅન્ક કરે છે.

દેવાંની પતાવટ અંગેનો બધો વહીવટ મધ્યસ્થ બૅન્ક કરે છે.

યુદ્ધ, આર્થિક કટોકટી, માંદી વગેરે અસામાન્ય પરિસ્થિતિઓમાં મધ્યસ્થ બૅન્ક અમુક ધારાધોરણની મર્યાદામાં રહીને સરકારને ધિરાણ પૂરું પાડે છે તેમજ નાણાકીય સલાહ આપે છે.

મધ્યસ્થ બૅન્ક સરકારને આર્થિક નીતિ નક્કી કરવામાં સલાહ અને માર્ગદર્શન આપે છે. તે સરકારની નાણાકીય નીતિ ઘડવાની અને તેને અમલમાં મૂકવાની કામગીરી બજાવે છે.

આમ, દેશની આર્થિક સ્થિરતા જાળવવામાં મધ્યસ્થ બૅન્ક સરકારની બૅન્ક તરીકેનું મહત્વની ભૂમિકા ભજવે છે.

આ ઉપરાંત, મધ્યસ્થ બૅન્ક સરકારની બૅન્ક તરીકેનું મહત્વપૂર્ણ કાર્ય કરે છે. તે સરકારની મિત્ર, સલાહકર અને માર્ગદર્શક તરીકેની અગત્યની કામગીરી બજાવે છે.

3. બૅન્કોની બૅન્ક તરીકેનું કાર્ય : મધ્યસ્થ દેશની સર્વોચ્ચ બૅન્ક હોવાથી બૅન્કોની વડીલ બૅન્ક તરીકે કામગીરી બજાવે છે. દેશની દરેક વ્યાપારી બૅન્કનું મધ્યસ્થ બૅન્કમાં ખાતું હોય છે. વેપારી બૅન્કોના ખાતેદારો દ્વારા રજુ કરવામાં આવેલા ચેકોની લેવડદેવડની પતાવટ માટે ‘હવાલા-દફ્તર’ ની કામગીરી મધ્યસ્થ બૅન્ક દ્વારા થાય છે. વેપારી બન્કોમાં લોકોનો વિશ્વાસ ટકી રહે અને થાપણદારોની થાપણોની સલામતી જળવાય એ માટે વેપારી બૅન્કોએ પોતાની રોકડ થાપણોના 3% ભાગ મધ્યસ્થ બૅન્કમાં અનામત તરીકે મૂકવાનો રહે છે. આવી રોકડ અનામતોનું પ્રમાણ રિઝર્વ બૅન્ક 15%સુધી વધારી શકે છે. આવી રોકડ અનામતોનું રક્ષણ કરે છે. એ અનામતોમાંથી તે વેપારી બૅન્કોને ધિરાણ કરે છે. વેપારી બૅન્કોને ગમે તે કારણસર વધારાનાં નાણાંની જરૂરિયત જણાય એવા સમયે મધ્યસ્થ બૅન્ક ઉચ્ચ પ્રકારની જામીનગીરીઓ, વિનિમયપત્રો વગેરે વટાવી આપીને તેમજ શાખના આધારે તેને જરૂરી ધિરાણ પૂરું પાડે છે. બૅન્કોની સ્થાપના, તેમની શાખાઓના આધારે તેને જરૂરી ધિરાણ પૂરું પાડે છે. બૅન્કોની સ્થાપના, તેમની શાખાઓનો વિસ્તાર, તેમની શિરાણનીતિ, વ્યાજનો દર વગેરે બાબતોનું પણ મધ્યસ્થ બૅન્ક નિયમન કરે છે. આમ, મધ્યસ્થ બૅન્ક બૅન્કની બૅન્ક તરીકેનું કાર્ય કરે છે.

4. અંતિમ સહાયક કે ‘સંકટ સમયની સાંકળ’ તરીકેનું કાર્ય : કોઈ બૅન્ક પરનો વિશ્વાસ ઊઠી જવાથી લોકો પોતાની થાપણો ઉઠાવી લેવા માટે ઘસારો કરે કે એવી અન્ય કોઈ પણ પ્રકારની નાણાકીય કટોકટીમાં સપડાયેલી બૅન્ક પાસેનાં વેપારપત્રો, ટૂંકા ગાળાનાં અન્ય ધિરાણપત્રો, સરકારી જામીનગીરીઓ વગેરે ખરીદી લઈને તેમજ જરૂર પડ્યે એ સરકારી જામીનગીરીઓ વગેરે ખરીદી લઈને તેમજ જરૂર પડ્યે એ ઉપરાંતની નાણાકીય સહાય કરીને પણ મધ્યસ્થ બૅન્ક તેની રોકડ પુરાંતોમાં તત્કાલિક વધારો કરી આપે છે. અને લોકોનો એ બૅન્કમાંનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરે છે. આમ, કટોકટીના સમયે દેશમાંની બધી વેપારી બૅન્કો માટે મધ્યસ્થ બૅન્ક અંતિમ સહાયક કે ‘સંકટ સમયની સાંકળ’ બની રહે છે.

માત્ર વેપારી બૅન્કોને જ નહિ પરંતુ સરકારને અને જાહેર સાહસોને પણ ગંભીર નાણાકીય કટોકટીના સમયે આવશ્યક ધિરાણો પૂરાં પાડી મધ્યસ્થ બૅન્ક તેમના અંતિમ નાણાંકીય સહાયક તરીકેની ભૂમિકા અદા કરે છે.

5. શાખ નિયમનનું કાર્ય : નાણાકીય નીતિના વિવિધ સાધનોની મદદ વડે મધ્યસ્થ બૅન્ક વેપારી બૅન્કોની શખ સર્જનની પ્રવૃત્તિ તથા નાણાંના પુરવઠાનું નિયમન કરે છે.

6. વિદેશીહુંડિયામણની જાળવણીનું કાર્ય : જ્યારે કાયદાકીય રીતે વિદેશી હુંડિયામણનો દર સ્થિર રાખવામાં આવે ત્યારે મધ્યસ્થ બૅન્ક હુંડિયમણનો દર નક્કી કરે છે. પરંતુ જ્યારે વિદેશી હુંડિયામનનો દર બજારમાં તેની માંગ અને પુરવઠાને આધારે નક્કી થતો હોય ત્યારે મધ્યસ્થ બૅન્ક વિદેશી હૂંડિયામણની ખરીદી કે વેચાણ કરીને વિદેશી હુંડિયામણની સરખામણીમાં ભારતના રૂપિયાનું મુલ્ય જાળવી રાખે છે આ ઉપરાંત મધ્યસ્થ બૅન્ક વિદેશી હુંડિયામણની જાળવણી કરે છે.
મધ્યસ્થ બૅન્કનાં બિનનાણાકિય કાર્યો નીચે પ્રમાણે છે :

વેપારી બૅન્કોની શાખાઓનાં વિસ્તરણ, કામ કરવાની પદ્ધતિ, બૅન્કો સિવાયની નાણાકીય સંસ્થાઓ તથા સહકારી બૅન્કોની કામગીરી પર દેખરેખ અને નિયમનનું કાર્ય મધ્યસ્થ બૅન્ક દ્વારા કરવામાં આવે છે.

મધ્યસ્થ બૅન્ક લોકોમાં બૅન્કિંગ વ્યવહારો અંગેની જાગૃતિ લાવવા ગ્રામિણ બૅન્કોનું વિસ્તરણ થાય તેવા પ્રયત્નો કરવામાં આવે છે. તેમજ લોકોનાં હિત જળવાય તે માટે સહકારી બૅન્કોને પ્રોત્સાહિત કરવામાં આવે છે.

દેશના અર્થતંત્રમાં થતા પરિવર્તનોના લાભ દેશના દરેક પ્રકારના લોકોને મળી રહે તે માટે મધ્યસ્થ બૅન્ક બૅન્કિંગ ક્ષેત્રમાં વિકાસ માટેના સતત પ્રયાસો કરતી રહે છે. અગ્રીમતા ધરાવતા ક્ષેત્રો જેવાં કે ખેતી, નાના ઉદ્યોગો, સ્વરોજગારી, પરંપરાગત ગૃહઉદ્યોગો વગેરે માટે મધ્યસ્થ બૅન્ક દ્વારા ખાસ ધિરાણની વ્યવસ્થા કરવામાં આવે છે.

આમ, મધ્યસ્થ બૅન્ક લોકોમાં બૅન્કિંગ અને નાણાં વ્યવસ્થા વિશેની જાણકારી અને જાગૃતિ વધે તે માટેનો પ્રચાર કરે છે તેમજ બૅન્કોના ગ્રાહકોના હિત અને હક્કની જાળવણી કરે છે.


Advertisement
ભારતમાં વેપારી બૅન્કમાં મોટે ભાગે કેટલા પ્રકારના ખાતાઓ હોય છે ? 
  • 2

  • 6

  • 10

  • 3


Advertisement