Chapter Chosen

માનવીમાં પ્રજનન

Book Chosen

જીવવિજ્ઞાન ધોરણ 12 સેમેસ્ટર 4

Subject Chosen

જીવવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

કઇ ગ્રંથિમાંથી ટેસ્ટોસ્ટૅરોન અંત:સ્ત્રાવ મુક્ત થાય છે ?

  • અંડપિંડ

  • એડ્રીનલ ગ્રંથિ

  • શુક્રપિંડ

  • પિટ્યુટરી ગ્રંથિ


Advertisement

માદા પ્રજનનતંત્ર આકૃતિસહ વર્ણવો.


માદા સ્ત્રી પ્રજનનતંનાં અંગો :

અંડપિંડ, અંડવાહિની, ગર્ભાશય, યોનિમાર્ગ, બાહ્ય એક-એક જનનાંગો અને સ્તન ગ્રંથિઓ.

1. અંંડપિંડ :

સ્થાન : સ્ત્રીશરીરની નિતંબહુગુહામાં ઉપરની તરફ ગર્ભાશયની બંને બાજુએ એક-એક અંડપિંડ ગોઠવાયેલા છે.

બાહ્યરચના :

આકાર : બદામ આકરની ગ્રંથિઓ છે.

કદ: લંબાઇ 3 સેમી, પહોળાઇ 2 સેમી અને જાડાઇ 1 સેમી

નાભિકેન્દ્વ : દરેક અંડપિંડ ગર્ભાશયની પાર્શ્વ બાજુએ પોતાની સ્થિતિ જાળવી રાખે છે.

અંડપિંડની આંતરિક રચના :

અંડપિંડનો છેદ :

1. જનનઅધિચ્છદ : 

- તે અંડપિંડને ઘેરતું સાદા ઘનાકાર અધિચ્છદ પેશીના કોષોનું સ્તર છે.

2. ટ્યુનિકા આલ્બુજેનિયા :

- તે જનનઅધિચ્છદની પાછળ તરફ આવેલું કૉલેજનયુક્ત સંયોજક પેશીનું આવરણ છે.

3. આધારક :

- તે ટ્યુનિકા આલ્બુજેનિયાથી ઊંડે આવેલો સંયોજક પેશીનો વિસ્તાર છે.

i) બાહ્યક :

-આધારકનો બહારની તરફનો વિસ્તાર અંડપુટિકાઓ ધરાવે છે.

a) અંડપુટિકાઓ :

- તેઓ વિકાસ પામતા અંડકોષ અને તેની ફરતે આવેલી પુટિકીય અધિચ્છદીય પેશીથી બનેલી રચના છે. અંદપિંડમાં વિકાસના વિવિધ તબક્કે રહેલી અંડપુટિકાઓ હોય છે.

b) ગ્રાફિયન પુટિકા :

- પરિપક્વ અંડપુટિકાને ગ્રાફિયન પુટિકા કહે છે. સ્ત્રીના અંડપિંડમા વારાફરતી પ્રતિમાસ એક ગ્રાફિયન પુટિકા રચાય છે.

c) કૉર્પસ લ્યુટિયમ :

-તે અંડપાત બાદ ગ્રાફિયન પિટિકીય અધિચ્છદ કોષોથી બનતી પીળાશ પડતા રંગની ગ્રંથિમય રચના છે. તે પ્રોજેસ્ટૅરોનનો સ્ત્રાવ કરે છે.

ii) મજ્જક :

- આધારકનો અંદરનો વિસ્તાર

કાર્ય :

સ્ત્રીમાં બંને અંડપિંડ વારાદરતી પ્રતિમાસ અંડપાત દ્વારા એક દ્વિતીય પૂર્વઅંડકોષ મુક્ત કરે છે. અંડપિંડ જાતીય અંત:સ્ત્રાવો ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટૅરોનના સ્ત્રાવ કરે છે.

2. અંડવાહીની :

10 સેમી લંબાઇ ધરાવતી એક જોડ અંડવાહિની, ગર્ભાશયના સ્નાયુબંધની ગડીઓ વચ્ચે ગોઠવાયેલી છે.

અંડવાહિનીનો અગ્ર ગળતી આકારના ખુલ્લા છેડાને અંડવાહિનીનિવાપ કહે છે. તે અંડપિંડની એકદમ નજીક ગોઠવાયેલ છે, પરંતુ તેની સાથે જોડાયેલો નથી. બંને તરફની અંડવાહિની આગળ પસાર થઈ ગર્ભાશયમાં ખૂલે છે. આમ, બંને તરફની  અંડવાહિની જોડાઇને ગર્ભાશય બનાવે છે.અંડપાત ક્રિયાથી મુક્ત થયેલો અંડકોષ અંડવાહિનીનિવાપ પાસે પક્ષ્મીય હલનચલન દ્વારા અંડવાહિનીમાં પ્રવેશે છે.

કાર્ય :

તેઅંડકોષને ગર્ભાશયમાં વહન કરાવે છે. જો અંદકોષ ફલિત થાય, તો ફલન અંડવાહિનીમાં જ થાય છે.



3. ગર્ભાશય :

તે સ્ત્રીશરીરમાં મૂત્રાશય અને મળાશયની વચ્ચે આવેલું છે.

આકાર :ઊંધા નાસપતિ જેવો

ગર્ભાશયની દીવાલ :

ગર્ભાશય જાડી અને સ્નાયુલ દીવાલ ધરાવે છે.

દીવાલી સ્તરો :

1. ઍન્ડોમેટ્રિયમ :

તે સૌથી અંદરનું સ્તર છે. જો ફલન થાય, તો ગર્ભનું અહીં, સ્થાપન થાય છે. જો સ્ત્રી ગર્ભવતી બ બને, ત્પ સમયાંતરે ઍન્ડોમેટ્રિયમ દર 28 દિવસે તિટી જાય છે.

2. માયોમેટ્રિયમ :

તે રેખિય સ્નાયુના સમ્નૂહથી બનેલું વિશાલ મધ્યસ્તર છે. આ સ્તર બાળકના જન્મ દરમિયાન સક્રિય ભૂમિકા ભજવે છે.

3. એપિમેટ્રિયમ :

તે ગર્ભાશયનું સૌથી બહારનું સ્તર છે.

ગર્ભાશયના દુરસ્થ સાંદડા ભાગને ગ્રીવા કહેવામાં આવે છે. ગ્રીવા ગર્ભાશયને યોનિમાર્ગ સાથે જોડે છે.

કાર્ય : ઋતુસ્ત્રાવ, ગર્ભનું સ્થાપન અને ગર્ભના વિકાસમાં મહત્વ ધરાવે છે.

4. યોનિમાર્ગ :

મૂત્રાશય અને મળાશયને વચ્ચે જાડી દેવાલવાળી સ્નાયુમય નલિકારૂપે યોનિમાર્ગ આવેલો છે. તેગ્રીવાથી લંબાઇ શરીરની બહાર યોનિદ્વાર દ્વારા ખૂલે છે. યોનિદ્વાર શ્લેષ્મિકાની જાડી ગડી યોનિપટલથી આંશિક બંધ હોય છે. તે કસરત કે અન્ય કારણોથી કોઈ પણ સમયે તુટી શકે છે.

કાર્ય : તે પ્રસવ અને ઋતુસ્ત્રાવના પ્રવાહને શરીરની બહાર કાઢવાનો માર્ગ પૂરો પાડે છે.

5. બાહ્ય જનનાંગો (વુલ્વા અથવા પ્યુડેન્ડમ) :

   1. મોંસ પ્યુબિસ :

તે ત્વચા અને પ્યુબિક વાળ વડે ઘેરાયેલ મેદ પેશીનું ઓશીકું છે.

   2. મુખ્ય ભગોષ્ઠ :

તે મોન્સ પ્યુબિકની નીચે બાહ્ય જનનાંગોને ફરતે આવેલી ગડીમય પેશી છે.

   3. ગૌણ ભગોષ્ઠ :

તે મુખ્ય ભગોષ્ઠની નીચે આવેલી ગદીમય પેશી છે.

   4. ભગશિશ્નિકા :

તે ગૌણ ભગોષ્ઠના ઉપરના જોડાણસ્થાને આવેલી ઉત્થાન પેશી ધરાવતી રચના છે. તેને નરના શિશ્વની સમકક્ષ ગણવામાં આવે છે. પરંતું પ્રજનનનલોકાના અભાવે શિશ્વથી તે જુદી પડે છે.

Advertisement

વૃષણકોથળીનું તાપમાન શરીરના સામાન્ય તાપમાન કરતાં ................ નીચું હોય છે.

  • 1degreeC

  • 2degree straight C

  • 3 degree straight C
  • 4degree straight C


જાતિને આધારે માનવ કયા પ્રકારનું પ્રાણી છે ?

  • એકલિંગી અને અંડપ્રસવી

  • એકલિંગી અને અપત્યપ્રસવી

  • દ્વિલિંગી અને અંડપ્રસવી

  • દ્વિલિંગી અને અપત્યપ્રસવી


શુક્રવાહિની આશરે ......... લાંબી નળી છે.

  • 45 સેમી

  • 40 સેમી

  • 30 સેમી

  • 35 સેમી


Advertisement