Chapter Chosen

માનવીની દ્વિતિયક પ્રવૃતિઓ

Book Chosen

ભૂગોળ ધોરણ 12

Subject Chosen

ભૂગોળ્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
લોખંડ પોલાદ ઉદ્યોગોને મૂળભૂત ઉધોગ  કેમ કહે છે ? 

Advertisement

ઉદ્યોગોના સ્થાન પર અસર કરતાં પરિબળો સમજાવો. 


કોઈ પણ ઉદ્યોગો માટે કાચામાલની પ્રપ્તિ, પ્રકિયા અને ઉત્પન્ન થયેલી ચીજવસ્તુઓનું વિતરણ વગેરે જવબદાર છે. આ ઉપરાંત અંતર, કાચોમાલ સંચાલન શક્તિ, જળ, માનવશ્રમ, વ્ય્વસ્થાપન, મૂડી, સરકારની નીતિઓ, આબોહવા વગેરે પરિબળો ઉદ્યોગોના એકત્રીકરણ, પ્રક્રિયા અને વિતરણ પર વિવિધ અસર કરે છે.

1. કચો માલ : ઉદ્યોગ માટે કાચો માલ સતત મળતો રહેવો જોઈએ. પહેલા ઉદ્યોગોનું સ્થાન જ્યાં કાચોમાલ નજીક હોય ત્યાં વધારે અનુકુળ ગણાતું હતું. પણ આજના યુગમાં પરિવહનનાં સધનો અને વસ્તુઓના ચડાવ-ઉતારની સગવડોમાં થયેલી પ્રગતિને લીધે કાચો માલ દૂરથી લાવવામાં સગવડતા રહે છે. અઓદ્યોગીક ઉત્પાદનોમાં કાચામાલને થતા નુકશાનને ઘટાડવાના પ્રયત્નો વધુ પ્રમનમાં થાય છે. કાચા માલની પ્રક્રિયામાં સુધારો લાવવા પર પણ ભાર મુકાય છે જેથી કાચા માલ પર હેરફેર કરવામાં સરળતા રહે છે.

2. જળ : ઔદ્યોગીક એકમોમાં ચોક્ક્સ પ્રક્રિયા માટે, વરાળ નિર્માણ કરવ માટે અને યંત્રોને ઠંડા પાડવા માટે પાણીની જરૂર પડે છે. ઉદ્યોગના સ્થાનની પસંદગી કરતી વેળા જળનું પ્રમાણ અને તેની ગુણવત્તા ચકાસવી પડે છે. દરેક ઉદ્યોગો માટે જળની જરૂરીયાત પ્રાણે ભીન્ન ભીન્ન રહે છે. લોખંડ પોલાદ ઉદ્યોગોમાં એક ટન પોલાદના ઉત્પાદન માટે બે લાખ લીટર પાણીની જરૂરીયત હોય છે.

3. માનવશ્રમ : ઉત્પાદનની પ્રવૃત્તિમાં શ્રમિકોની પ્રપ્તિ, તેમની સ્થિરતા, કાર્યક્ષમતા અને તેમના વેતનદર વગેરે બાબતો અતિ મહત્વની છે. દરેક દેશમાં શ્રમિકોના વેતનદર જુદાજુદા હોય છે. ઉત્પાદનમાં શ્રમીકોમને કેટલુ વેતન અપાય છે તેન કરતા તે કેટલુ ઉત્પાદન કરી આપે છે તે વધુ મહત્વનું હોય છે. માનવ શ્રમમાં માત્ર સંખ્યા નહી પણ તેની ગુણવત્તાને ધ્યાનમાં રાખવામાં આવે છે. ઔધોગીક ઉત્પાદનની પ્રક્રિયા માટે તકનિકી જ્ઞાન ધરાવતા અને અનુભવી કારીગરો વધુ મહત્વના છે. યુરોપીયન અને અમેરીકન શ્રમેકોની સરખામણીમાં એશીયન શ્રમીકો ઓછું વેતન મેળવે છે. તેથી વૈશ્વિક કંપનીઓ એશીયા ખંડમાં વધુ સ્થપાય છે.

4. સંચાલન શક્તિ : પ્રાચીન સમયથી સંચાલન શક્તિનાં સાધનોનો ઉદ્યોગના સ્થાન પર વધુ પ્રમાણમાં પ્રભાવ હતો. આજે પણ ઉદ્યોગોમાં ઉપયોગમાં આવતા ખનીજ કોલસાને એકબીજા વચ્ચે આજે પણ સબંધ છે. વિદ્યુતગ્રીડ, ખનીજ તેલ, ખનીજકોલસો, કુદરતી વાયુ વગેરે સંચાલન શક્તિના સ્ત્રોત છે. આ ઊર્જાસ્ત્રોત જ્યાં સરળતાથી પ્રાપ્ત થતા હોય ત્યાં ઉદ્યોગોની સ્થાપના થાય છે.

5. વ્યવસ્થાપન : ઉદ્યોગોમાં થતું વ્યવસ્થાપન અતિ મહત્વનું પરિબળ હોય છે. કાચા માલની પ્રાપ્તિથી માંડી તૈયાર માલનું બજારમાં વેચાણ સુધીની તમામ પ્રક્રિયામાં વ્યવસ્થાપન અનિવાર્ય ઘટક છે. ઉદ્યોગોના સ્થાનની પસંદગીમાં તે સ્થળ કુશળ વ્યવસ્થાપકોને આકર્ષવા માટે યોગ્ય છે કે નહીં તે જોવાય છે. જો યોગ્ય હોય તો ઉદ્યોગોનું સ્થાન નક્કી કરી શકાય છે.

6. મૂડી : કોઈ પ્રદેશમાં અશાંતિ રહેતી હોય અને ભયનું પ્રમાણ વધુ હોય તેવા સ્થાનમાં મૂડી રોકાણ માટે ઓછુ આકર્ષણ હોય છે. જે પ્રદેશમાં બૅન્કિંગ સગવડો વધુ વિકસી હોય તેવા સ્થળે ઉદ્યોગોની સ્થાપના સરળ બને છે.

7. સરકારી નિતિઓ : દેશના કોઈ ચોક્ક્સ વિસ્તારના વિકાસ માટે સરકાર જરૂરી પ્રોત્સાહન પૂરુ પાડે છે. રાષ્ટ્રીય સંપત્તિના વિતરણમાં અસમાનતા નસર્જાય તે માટે રાજ્યનિતિ અને વ્યુહાત્મક નીતિઓના વિચારો પણ ઉદ્યોગોના સ્થાન પર અસરકારક પ્રભાવ પડે છે. ભારત સરકાર ઔધોગીકરનને વધુ ને વધુ સવલતો અને પ્રોત્સાહન આપે છે. દેશના ઉદ્યોગોને બહારન ઉદ્યોગો સાથે હરિફાઈમાં રક્ષણ મળે તે માટે સરકાર ચોક્કસ ચીજવસ્તુઓની આયાત પર પ્રતિબંધ લગાવી દે છે.

8. આબિહવા : ઠંડાપ્રદેશોની આબિહવા કરતાં ગરમ કે હુંફાળા પ્રદેશોની આબોહવા અઓદ્યોગિક ઉત્પાદન ખર્ચમાં અનેક રીતે કાપ મૂકે છે. કેટલાક ઉદ્યોગોને વિશિષ્ટ વાતાવરણની જરૂર પડે કે વિમાન નિર્માણ ઉદ્યોગો માતે પણ આવી જ સ્થિતિ જોઈએ. એ અનુકૂળ આબોહવા મળતાં શ્રમીકોને વધુ ઉત્પાદન કરવાની પ્રેરણા મળે છે અને તેમની કાર્યક્ષમતામાં વધરો થાય છે.

9 અંતર : કાચા મલને ઉદ્યોગોના સ્થળે લાવવા તથા તૈયાર માલને બજાર સુધી લઈ જવા માટે થતું ભાડું અને તેને જોઈતો સમય ઉદ્યોઅગોના સ્થળ પર અસર પહોચાડે છે. એક ઉત્પાદકનું મુખ્ય કાર્ય આર્થીક અંતરને ઘટાડવાનું હોય છે.

 


Advertisement
ઉદ્યોગોના વર્ગીકરણ માટે કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા પડે છે ? 

ઔદ્યોગીક ઉત્પાદન એટલે શું ?


માનવીની દ્વિતીયક પ્રવૃત્તિંપો અર્થ સ્પષ્ટ કરો .

Advertisement