Chapter Chosen

માનવીની પ્રાથમિક પ્રવૃતિઓ

Book Chosen

ભૂગોળ ધોરણ 12

Subject Chosen

ભૂગોળ્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
માનવીની પ્રાથમીક પ્રવૃત્તિમાં શિકાર અને સંગ્રાહક પ્રવૃત્તિની નોંધ લખો. 

માનવીના અસ્થાયી પશુપાલન વિશે નોંધ લખો.


Advertisement
વિશ્વમાં પાકનું વિતરણ સમજાવો.

વિશ્વમાં ઉત્પન્ન થતાં અનેક પાકોમાંથી ફક્ત પાંચ પ્રકારનાં પાક માનવઆહાર માટે ખુબ જ મહત્વના છે. આમાં ડાંગર,ઘઊં, મકાઇ, બટાકા અને કસાવા એ ખોરાકી પાકોનો સમવેશ થાય છે. વિશ્વમાં આ અને અન્ય પાકોનું વિતરણ સમજીએ. 

1. ડાંગર : ડાંગરની ખેતીની શરૂઆત 7000 વર્ષ પહેલાં ચીનનાં પ્રદેશમા થઈ હતી. ગરમ અને ભેજ વાળી આબોહવા ડાંગરને વધુમાફક આવે છે. એશીયાઇ દેશો આ પાક માટે જાણીતા છે. મોસમી પ્રદેશમાં આ પાક વધુ લેવાય છે. વિશ્વમાં ચોખાનો પાક પકવતાં દેશોમાં ચીન, ભારત, બાંગ્લાદેશ, જાપાન, ઇંડોનેશીયા, થાઈલૅન્ડ અને મ્યાન માઋ મુખ્ય છે. 

2. ઘઊં : સમશિતોષ્ણ કટિબંધનો મુખ્ય પાક ઘઊં છે. ઘઉં અનાજનો રાજા ગણાય છે. ઘઉંની સૌથી વધુ પાક મધ્ય અક્ષાંશીય દેશોમાં થાય છે. તેનું વધુ વાવેતરવિસ્તાર આ અક્ષાંશીય ક્ષેત્રમાં શુષ્ક અને અર્ધ શુષ્ક આબોહવાકીય પ્રદેશોમાં આવેલો છે. આ પાકનું ઉત્પાદન કરતા મુખ્ય પ્રદેશો યુ.એસ. કૅનેડા, રશિયા, ઉત્તરચીન, ભારત, ઑસ્ટ્રેલીયા, ફ્રાંસ અને દ. અમેરીકાના પંપાઝનાં મેદાનો છે. 

3. મકાઈ : મકાઈની ઉત્પત્તિ મધ્ય અમેરીકામાં થઈ હતી. વિશ્વમાં મકાઈનું સૌથી વશારે ઉત્પાદન ઉ.એસમાં થાય છે. તે સિવાય ભારત. ચીન રશીયા, બ્રાઝિલ, રુમાનીયક, દ.આફ્રીકા, મૅક્સિકો, આરજેંટિના  વગેરે દેશોમાં પણ મકાઈનું મોટા પાયે ઉત્પાદન કરે છે. 

4. બટાકા : બટાકા દુનીયાના મધ્ય અક્ષાંશીય ક્ષેત્રોમાં વધુ પ્રમાણમાં થાય છે. પૂર્વ યુરોપીય દેશો, યુ.એસ.,પેરુ, ભારત અને જાપાનમાં પણ આ પાકનું ઉત્પાદન થાય છે. 

5. કસવા : આ ઉષ્ણ કટિબંધના પ્રદેશોનો પાક છે. કસવાની ઉત્પત્તિ દક્ષીણ અમેરીકામાં થઈ હતી  દક્ષીણ પૂર્વ એશીયા, મધ્ય આફ્રિકા તેમજ દક્ષીણ અમેરીકામાં તેનું વધું ઉત્પાદન થાય છે. 

6. શણ : આ ઉષ્ણ કટીબંધનો પાક છે.  એમેઝોન અને કૉંગો નદીએના ખીણપ્રદેશો, સ્દક્ષીણ પૂર્વ એશીયા, ભારત, ચીન, બાંગ્લાદેશ તથા શ્રીલંકામાં શણની ખેતી વધુ પ્રમાણમાં થાય છે. 

7. કપાસ ; આ ઉષ્ણ કટીબંધનો પાક છે. યુ,એસ. નો દક્ષીણ-પૂર્વ કીનારો, વેસ્ટ ઇન્ડીઝના ટાપુઓ, નાઈલ નદીનો ખીણ પ્રદેશ, મધ્ય એશીયાઇ પ્રદેશો, બ્રાઝીલમાં કપાસની ખેતી વધુ થાય છે. 


Advertisement
વ્યાપારિક પશુપાલન 

ખોરાકી પાક

Advertisement