દ્વિપક્ષીય વ્યાપાર અને બહુપક્ષીય વ્યાપાર
આંતરરાષ્ટ્રીય વ્યાપાર બે પ્રકારના જોવા મળે છે: 1. દ્વિપક્ષીય વ્યાપાર અને 2. બહુપક્ષીય વ્યાપાર.
1. દ્વિપક્ષીય વ્યાપાર : બે દેશો વચ્ચે થતા ચીજ વસ્તુઓ અને સેવાઓના વિનિમયને 'દ્વિપક્ષીય વ્યાપાર' કહેવામાં આવે છે. દ્વિપક્ષીય વ્યાપાર તયારે જ શક્ય બને છે જ્યારે બે દેશોની અર્થવ્યવસ્થા એકબીજાની પૂરક હોય છે. આવું કેટલીક નિશ્ચિત ચીજવસ્તુઓના સંદર્ભમાં મર્યાદીત પ્રમાણમાં શક્ય છે.
2. બહુપક્ષીય વ્યાપાર : એક કરતાં વધારે દેશોની વચ્ચે થતા ચીજવસ્તુઓ અને સેવાઓના વ્યાપારને 'બહુપક્ષીય વ્યાપાર' કહે છે. કોઈ પણ દેશ માટે બહુપક્ષીય વ્યાપાર અતી મહત્વનો હોય છે.