Chapter Chosen

સલાહ અને મનોપચાર

Book Chosen

મનોવિજ્ઞાન ધોરણ 12

Subject Chosen

મનોવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
કોના મતે સલાહ એ વ્યવસાયી તાલીમ પામેલા, નિપુણ સલાહકાર અને વ્યક્તિગત બાબતમાં સહાય ઝંખતી વ્યક્તિ વચ્ચેનો સંબંધ છે ?
  • પીઈટ્રોફેસા, હોફમૅન અને સ્પ્લેટે

  • કાર્લ આર. રોજર્સ
  • જેમ્સ ડ્રેવર

  • ડૉ. સિગ્મંડ ફ્રૉઈડ


કોના મતે સલાહની વ્યાખ્યાઓમાં ત્રણ સામાન્ય તત્વો જોવા મળે છે ?
  • અબ્રાહમ મેસ્લો

  • લેવિસ

  • બ્રોમર અને શોસ્ટ્રોમ

  • જેમ્સ ડ્રેવર


કોણે સલાહ પ્રક્રિયાની સમજૂતી માટે સલાહનાં સોપાનો દર્શાવ્યાં છે ?
  • લેવિસ

  • કાર્લ આર રોજર્સ
  • અબ્રાહમ મેસ્લો

  • બ્રોમર અને શોસ્ટ્રોમ 


Advertisement
મનોપચારના અભિગમ તરીકે મનોવિશ્લેષણાત્મક અભિગમની સમજૂતી આપો.

મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા પર આધારિત ઉપચાર પદ્ઘતિને ‘મનોપચાર’ કહેવામાં આવે છે. મનોવિશ્લેષણની મનોપચાર પદ્ઘતિ ‘મનોગત્યાત્મક ઉપચાર’ તરીકે પણ ઓળખાય છે. મનોપચારની આ સૌથી જૂની પદ્ઘતિ છે.

ઈ. સ. 1880 માં સિગ્મંડ ફ્રૉઈડે આ પદ્ઘતિની શરૂઆત કરી હતી. આ પદ્ઘતિ ફ્રૉઈડના મનોવિશ્લેષણના સિદ્ઘાંત પર આધારિત છે.

મનોવિશ્લેષણ પદ્ઘતિ:
મનોવિશ્લેષણ પદ્ઘતિ દ્ઘારા ઉપચાર કરનારા મનોવૈજ્ઞાનિકો માને છે કે મનોરોગનું મૂળ બાલ્યાવસ્થાના અનુભવોમાં છે. બાલ્યાવસ્થા દરમિયાન થયેલા આઘાતો અને અનિચ્છનીય પરિસ્થિતિઓ વ્યક્તિમાં આવેશ જન્માવે છે. વ્યક્તિ આવા આવેશોનું દમન અજ્ઞાત મનમાં કરે છે. અજ્ઞાત મનમાં રહેલા આવા આવેશો સતત જ્ઞાત મનમાં આવવાનો પ્રયત્ન કરે છે.

વ્યક્તિની મોટા ભાગની માનસિક શક્તિ આવા આવેશોને દબાવવામાં ખર્ચાઈ જાય છે અને અસરકારક જીવન જીવવા ખૂબ જ ઓછી શક્તિ બચે છે જેના પરિણામે મનોરોગ થાય છે. મનોવિશ્લેષણ ઉપચાર પદ્ઘતિમાં મુક્ત સાહચર્ય અને સ્વપ્ન અર્થઘટનનો ઉપયોગ કરવામાં આવે છે.

1. મુક્ત સાહાચર્ય પદ્ઘતિ:
આ પદ્ઘતિમાં સૌપ્રથમ દર્દીને આરાઅમદાયક સ્થિતિમાં બેસાડવામાં આવે છે. ઉપચારક દર્દી સાથે આત્મીયતાનો સંબંધ બાંધે છે. દર્દી તેના મનમાં આવતા તમામ વિચારોને મુક્ત રીતે અને કોઈ પણ પ્રકારના શરમ-સંકોચ કે ખાનગીપણાનો વિચાર કર્યા વિના રજૂ કરે છે.

મુક્ત રીતે રજૂ થયેલા આ વિચારો દ્ઘારા દર્દીના મનમાં દમિત થયેલી સામગ્રી અને આંતરિક સંઘર્ષો બહાર આવે છે. ઉપચારક તેને યોગ્ય અર્થમય સ્વરૂપમાં ગોઠવે છે. જેના કારણે દર્દીના અજાગ્રત મનમાં ચાલતી બાબતોની સ્પષ્ટતા થાય છે અને તે દર્દી સમક્ષ રજૂ કરવામાં આવે છે. આ દ્ઘારા દર્દીની સમજણ અને જાગૃતિ વધારવાનો પ્રયત્ન કરવામાં આવે છે.

મુક્ત સાહાચર્ય પદ્ઘતિથી મનોરોગીની દમિત લાગણીઓ બહાર આવી જાય છે મનોભાર – તણાવ હળવો થાય છે.

2. સ્વપ્ન અર્થઘટન પદ્ઘતિ:
ફ્રૉઈડે ઈ. સ. 1900માં ‘સ્વપ્નોનું અર્થઘટન’ નામનું પુસ્તક પ્રકાશિત કર્યું. તેમણે આ પુસ્તકમાં મનોપચારના ક્ષેત્રે સ્વપ્નોનું મહત્વ દર્શાવ્યું. તેમના મત મુજબ ‘સ્વપ્નો એ અજાગ્રત મનના રાજમાર્ગો છે.’

ઊંઘ દરમિયાન વ્યક્તિનો ‘અહમ્’ નબળો હોય છે. આથી તે દરમિયાન વ્યક્તિની અતૃપ્ત અને દમિત ઈચ્છાઓ બહાર આવે છે, જે સ્વપ્ન દ્ઘારા પ્રતીકરૂપે અભિવ્યક્ત થાય છે.

આ પ્રતીકો દ્ઘારા સ્વપ્નનું અર્થઘટન કરીને વ્યક્તિના દમિત આવેગો અને વિચારો જાણી શકાય છે.

મનોવિશ્લેષણ પદ્ઘતિનાં પગથિયાં (સોપાનો):
મનોવિશ્લેષણ પદ્ઘતિનાં પગથિયાંમાં પ્રતિરોધ ભાવવિરેચન અને સ્થાનાંતરણનો સમાવેશ થાય છે.

1. પ્રતિરોધ:
ઉપચારક યોગ્ય પરિસ્થિતિનું નિર્માણ કરીને દર્દીની સાથે સાયુજ્યનો સંબંધ સ્થાપે છે.તે દર્દીને મુક્ત સાહાચર્ય અને સ્વપ્ન અર્થઘટન પદ્ઘતિની સમજ આપે છે. તેને પોતાની જાત વિશેનું સાચું જ્ઞાન મેળવવા સમજાવે છે. જ્યારે મનોવિશ્લેષણની પ્રક્રિયામાં આઘાતજનક વિગતો બહાર આવે છે ત્યારે દર્દીમાં પ્રતિરોધ જન્મે છે. પ્રતિરોધ એટલે અચેતન મનમાં પડેલા વિચારો પ્રગટ કરતાં અટકી જવું.

પ્રતિરોધ દર્દીના જુદા જુદા વર્તન દ્ઘારા પ્રગટ થાય છે. જેમ કે; ઉપચાર માટે મોડા આવવું, બોલતાં બોલતાં અટકી જવું, ભૂલી જવું, શારીરિક બીમારી પ્રગટ કરવી વગેરે.

આ સમયે ઉપચારક દર્દીને આ પ્રતિરોધનું સ્વરૂપ સમજાવવી તેને દૂર કરવા મદદ કરે છે.

2. ભાવવિરેચન:
મનોપચારની પ્રક્રિયા દરમિયાન દર્દી પોતાની સમસ્યા, આવેગો અને સંઘર્ષોને મુક્ત રીતે ઉપચારક સમક્ષ અભિવ્યક્ત કરે છે અને એ રીતે ભાવવિરેચન થાય છે. દમિત સામગ્રી બહાર આવતાં દર્દી રાહત અનુભવે છે. તેનામાં નવી દ્રષ્ટિ અને નવું વિચારવાની શક્તિ પ્રગટે છે.

3. સ્થાનાંતરણ:
મનોપચારની પ્રક્રિયામાં પ્રતિરોધ પછી સ્થાનાંતરણની શરૂઆત થાય છે. દર્દી જ્યારે પોતાના બાલ્યાવસ્થામાં દમિત આવેગોને બહાર કાઢે છે. ત્યારે આ આવેગો ઉપચારક પરત્વે સ્થાનાંતરણ પામે છે. સ્થાનાંતરણ એટલે આવેગો કે લાગણીઓનું એક વ્યક્તિ (ઉપચારક)માં કેન્દ્રીકરણ કરવું.
શરૂઆતમાં દર્દીને ઉપચારક પરત્વે સ્થાનાંતરણ પામેલા આવેગોનો ખ્યાલ આવતો નથી. તે એમ જ અનુભવે છે કે તે ઉપચારકને પ્રેમ કરે છે અથવા તેને ધિક્કારે છે.
આમ, દર્દી ઉપચારક તરફ પ્રેમ, તિરસ્કાર, ક્રોધ, ઈર્ષા વગેરે ભાવો એક પછી એક અનુભવે છે અને અભિવ્યક્ત કરે છે.
ફ્રૉઈડની મનોવિશ્લેષણ પદ્ઘતિ મનોપચારના ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવે છે.
ફ્રૉઈડે અચેતન મનમાં પડેલા બાલ્યાવસ્થાના સંઘર્ષોને જાણવા આ બે મહત્વની પ્રયુક્તિઓ આપી છે.
આ પદ્ઘતિની કેટલીક મર્યાદાઓ પણ છે. આ પદ્ઘતિ દ્ઘારા ઉપચાર કરવા ખૂબ જ લાંબો સમય જરૂરી છે. આ પદ્ઘતિ માટે ઉપચારક ખૂબ જ અનુભવી અને માનસિક રીતે સંપૂર્ણ સ્વસ્થ હોવો જોઈએ.
ફ્રૉઈડ બાદ તેના સિદ્ઘાંતોમાં સુધારા વધારા કરી નવફ્રૉઈડવાદીઓએ પણ મનોવિશ્લેષણ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કર્યું છે.
ફ્રૉઈડની વિચારધારાને અનુસરનારા વિચારકો ‘મનોવિશ્લેષક’ કહેવાય છે.


Advertisement
મનોપચારના અભિગમ તરીકે ‘વર્તનોપચાર અભિગમ’ની સમજૂતી આપો. 

Advertisement