Chapter Chosen

સલાહ અને મનોપચાર

Book Chosen

મનોવિજ્ઞાન ધોરણ 12

Subject Chosen

મનોવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
કોના મતે સલાહ એ વ્યવસાયી તાલીમ પામેલા, નિપુણ સલાહકાર અને વ્યક્તિગત બાબતમાં સહાય ઝંખતી વ્યક્તિ વચ્ચેનો સંબંધ છે ?
  • પીઈટ્રોફેસા, હોફમૅન અને સ્પ્લેટે

  • કાર્લ આર. રોજર્સ
  • જેમ્સ ડ્રેવર

  • ડૉ. સિગ્મંડ ફ્રૉઈડ


કોના મતે સલાહની વ્યાખ્યાઓમાં ત્રણ સામાન્ય તત્વો જોવા મળે છે ?
  • અબ્રાહમ મેસ્લો

  • લેવિસ

  • બ્રોમર અને શોસ્ટ્રોમ

  • જેમ્સ ડ્રેવર


કોણે સલાહ પ્રક્રિયાની સમજૂતી માટે સલાહનાં સોપાનો દર્શાવ્યાં છે ?
  • લેવિસ

  • કાર્લ આર રોજર્સ
  • અબ્રાહમ મેસ્લો

  • બ્રોમર અને શોસ્ટ્રોમ 


મનોપચારના અભિગમ તરીકે મનોવિશ્લેષણાત્મક અભિગમની સમજૂતી આપો.

Advertisement
મનોપચારના અભિગમ તરીકે ‘વર્તનોપચાર અભિગમ’ની સમજૂતી આપો. 

ઈ. સ. 1920માં જે. બી. વૉટ્સને અમેરિકામાં મનોરોગોના ઉપચારમાં અભિસંધાનના સિદ્ઘાંતનો ઉપયોગ કર્યો હતો. આ પછી ‘વાર્તનિક અભિગમ’ની શરૂઆત થઈ.
લિન્ડસ્લે અને સ્કિનરે ઈ. સ. 1950માં આ પદ્ઘતિને ‘વર્તન ઉપચાર’ નામ આપ્યું.

આ પદ્ઘતિ ‘વર્તન સુધારણા’ તરીકે પણ ઓળખાય છે. તેમાં શાસ્ત્રીય અભિસંધાન અને કારક અભિસંધાનની તકનિકનો ઉપયોગ થાય છે.

વર્તન ઉપચાર:
વર્તન ઉપચાર પદ્ઘતિના મત મુજબ મોટા ભાગના માનસિક રોગો થવાનું કારણ વ્યક્તિને આપવામાં આવેલું ખોટું શિક્ષણ છે.

આ માટે આવા ભૂલભરેલા વર્તનની સુધારણા કરી દર્દીમાં પુનઃશિક્ષણ કે નવા શિક્ષણની સ્થાપના કરવી જરૂરી છે.

સ્કિનરના કારક અભિસંધાનનાં સિદ્ઘાંત મુજબ વ્યક્તિ પોતાના પાર્યાવરણ દ્ઘારા દોરવાય છે. જે વર્તન કરવાથી પુરસ્કાર મળે અને શિક્ષા દૂર થાય તેવાં વર્તનો પ્રસ્થાપિત થાય છે અને જે વર્તનો દ્ઘારા પુરસ્કાર મળતો અટકે અને શિક્ષા થાય તેવાં વર્તનો ધીમે ધીમે નબળાં પડતાં જાય છે.
વોલ્પ નામના ઉપચારકે વિકૃતિ ભય અને વર્તન ચિંતાની વિકૃતિમાં ‘વર્તન ઉપચાર’નો ઉપયોગ કર્યો હતો.

વર્તન મનોપચારની પદ્ઘતિઓ:
વર્તન ઉપચાર પદ્ઘતિમાં પદ્ઘતિસરનું વિસંવેદનીકરણ, જૈવ પ્રતિપુષ્ટિ, વિસ્ફોટ ઉપચાર, સ્વાનુભૂતિ, અણગમા ઉપચાર, સ્વાગ્રહી કે દ્રઢાગ્રહ તાલીમ, નિદર્શન પ્રવિધિ અને પ્રતીક વિનિમય પદ્ઘતિનો સમાવેશ કરવામાં આવે છે.

1. પદ્ઘતિસરનું વિસંવેદનીકરણ :
આ પદ્ઘતિમાં ઉપચારક એ વાતનો સ્વીકાર કરે છે કઈ વ્યક્તિ એકસાથે ચિંતિત અને તણાવરહિત રહી શકે નહિ.

આ માટે ઉપચારક મુલાકાત, તણાવમુક્તિની તાલીમ, ચિંતાના શ્રેણીક્રમની રચના અને વિસંવેદનીકરણ જેવાં પગથિયાંનો ઉપયોગ કરે છે.

2. જૈવ પ્રતિપુષ્ટિ:
આ પદ્ઘતિમાં અસાધારણ વર્તન દરમિયાન થતી સ્વયંસંચાલિત ચેતાતંત્રની ભૂમિકાને સ્વીકારવામાં આવે છે.

વ્યક્તિને પોતાની શારીરિક પ્રક્રિયાઓ પર પ્રભાવ પાડવાની તાલીમ આપવામાં આવે છે.
શરૂઆતમાં વ્યક્તિની શરીર પ્રક્રિયાનું માપ લેવામાં આવે છે. પછી તેને દ્રશ્ય કે શ્રાવ્ય સંકેતમાં બદલી દર્દીને દર્શાવવામાં આવે છે.

આધુનિક સાધનોના ઉપયોગ દ્ઘારા પ્રતિપુષ્ટિ આપી ભયજનક અને ચિંતાજનક વિચારો દરમિયાન લોહીના પરિભ્રમણ, શરીરના તાપમાન કે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના સ્ત્રાવો પર નિયંત્રણ રાખવાનું શીખવવામાં આવે છે.

3. વિસ્ફોટ ઉપચાર:
આ પદ્ઘતિમાં વિસંવેદનીકરણ કરતાં વિપરીત પદ્ઘતિનો ઉપયોગ કરવામાં આવે છે.

આ પદ્ઘતિમાં ઉપચારક ખૂબ જ ચિંતા ઉપજાવે તેવી પરિસ્થિતિનું વર્ણન કરે છે અથવા દર્દીને આવી પરિસ્થિતિની કલ્પના કરવાનું કહેવામાં આવે છે.

આવી કલ્પના કરવાથી દર્દી હાલની સામાન્ય મુશ્કેલી સહન કરી શકે છે.

4. સ્વાનુભૂતિ:
આ પદ્ઘતિમાં દર્દીને ખરેખર ચિંતા પ્રેરતી હોય તેવી વાસ્તવિક પરિસ્થિતિઓમાં મૂકીને તેનો પ્રત્યક્ષ અનુભવ કરાવવામાં આવે છે. દા. ત., ઊંચાઈનો ડર અનુભવનાર વ્યક્તિને ઊંચી જગ્યાએ લઈ જવામાં આવે છે.

મોટા ભાગના દર્દીઓમાં આ તકનિક સફળ થાય છે, પરંતુ તેમાં ઉપચારકે ખૂબ કાળજી રાખવી પડે છે.

5. અણગણા ઉપચાર:
આ પદ્ઘતિનો ઉપયોગ કરતી વખતે વ્યક્તિની કોઈ પ્રતિક્રિયા દુઃખદ કે તકલીફ જન્માવનાર પ્રાપ્ત થાય, તો તેની સાથેનું દ્રઢ થયેલું જોડાણ (અભિસંધાન) ધીમે ધીમે નબળું પડે છે. એ બાબતને ધ્યાનમાં રાખવામાં આવે છે. દા. ત., દારૂનું વ્યસન ધરાવનાર વ્યક્તિને દારૂ પ્રત્યે તિરસ્કાર થાય તેવી દવા ભેળવીને આપવામાં આવે તો દર્દીને અશક્તિ, માંદગી કે ઊલટી થાય છે.

આવા વારંવારના અનુભવને કારણે દર્દીને માત્ર દારૂ જોવાથી જ ઉપરનાં લક્ષણો ઉત્પન્ન થાય છે અને દર્દી દારૂના વ્યસનથી મુક્ત થાય છે.

આ પદ્ઘતિનો ઉપયોગ વધારે પડતો આહાર, વધારે પડતું ધૂમ્રપાન, જાતીય વિચલનો, માદક દ્રવ્યો કે દારૂના વ્યસન જેવી સમસ્યાઓમાં કરવામાં આવે છે.

6. સ્વાગ્રહી કે દ્રઢાગ્રહ તાલીમ:
આ પદ્ઘતિમાં વ્યક્તિને પોતાની ચિંતા સિવાયની અન્ય લાગણીઓની સ્વાગ્રહ રૂપે યોગ્ય અભિવ્યક્તિની તાલીમ આપવામાં આવે છે. દા. ત., અતિશય નરમ સ્વભાવની વ્યક્તિને મક્કમ બનવાનું અને ઘૂસ મારવાનું શીખવવામાં આવે છે.

7. નિદર્શન પ્રવિધિ:
આ પદ્ઘતિમાં દર્દી પોતાના વર્તનમાં પરિવર્તન લાવે તે માટે તેની સમક્ષ યોગ્ય વર્તનના નમૂનાઓનું પ્રદર્શન કરવામાં આવે છે.

આ પદ્ઘતિમાં નવાં વર્તનો શીખવવામાં, વર્તમાન ખરાબ વર્તનનો નબળાં પાડતાં અથવા સારાં વર્તનોને પ્રબળ બનાવવામાં ઉપયોગી છે.

8. પ્રતીક વિનિમય પદ્ઘતિ:
આ પદ્ઘતિનો ઉપયોગ ઈચ્છનીય વર્તનના દ્રઢીકરણ માટે કરવામાં આવે છે.

બાળકોના અનુકૂલન વર્તનના વિકાસમાં આ પદ્ઘતિ ઉપયોગી છે.

આ પદ્ઘતિમાં કાર્ડ કે ધાતુની ચકતી જેવાં પ્રતીકોનો ઉપયોગ કરવામાં આવે છે.

તે દર્દીને ઈચ્છનીય કાર્યો કે યોગ્ય વર્તનનાં બદલાતાં આપવામાં આવે છે.

કુલ પ્રતીકોના બદલાતાં દર્દી મનપસંદ વસ્તુ કે પ્રવૃત્તિ પ્રાપ્ત કરી શકે છે.

આ પદ્ઘતિમાં ત્રણ પગથિયાંનો સમાવેશ થાય છે:
(1) પ્રબલન પૂરું પાડવા માટેનાં ઈચ્છિત વર્તનો નક્કી કરવાં.
(2) વિનિમયનું માધ્ય્મ (પ્રતીક) નક્કી કરવું.
(3) વિનિમયનાં માધ્યમ (પ્રતીક)ના સ્થાને શું આપવામાં આવશે તે નક્કી કરવું.

વ્યક્તિમાં જ્યારે ઈચ્છિત વર્તન જોવા મળે ત્યારે પ્રતીક આપવામાં આવે છે. ચોક્કસ સંખ્યામાં પ્રતીકો એકત્રિત થાય ત્યારે બદલો આપવામાં આવે છે.

પ્રતીક વિનિમય પદ્ઘતિ દ્ઘારા વર્તનમાં ઈચ્છિત પરિવર્તન લાવી શકાય છે.

આ ઉપરાંત વ્યક્તિ પોતાના વાતાવરણ પર નિયંત્રણ રાખવાનું પણ શીખી શકે છે.


Advertisement
Advertisement