તમારા ગામમાં આવો સાંઢ હોય, તો તેને નાથવા તમે શું કરો ?
મારા ગામમાં આવો સાંઢ હોય તો મારી શૂરવીર બહેનપણીઓને હાથના તીર-કામઠાં લઈને સાંઢ ન દેખે તેમ ખુણામાં ઊભી રાખું, જેથી જરૂર પડ્યે તેમની મદદ લઈ શકાય. પછી સાંઢને નાથવા હું છાને પગલે તેની પાસે જઊં. ચંદાની જેમ જ તેની આંખોમાં આંખ પરોવી તેના પર ત્રાટક કરું. તેના શરીર પર હેતથી હાથ ફેરવું. પછી હળવેથી તેના ચારેય પગ વારાફરતી ઉંચા કરી તેના બંને પગે ડહકલાનો ગાળો ભેરવી દઉ.