Chapter Chosen

ઇ.સ. 1857નો સ્વાતંત્રસંગ્રામ

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ 8 પ્રથમ સત્ર

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
લશ્કરમાં હિંન્દી-અંગ્રેજી સૌનિકોનું પ્રમાણ કેટલું હતું ?

લશકરમાં હિંન્દી અને અંગ્રેજ સૌનિકનું પ્રમાણ 6 : 1 હતું.

સ્વાતંત્ર્યસંગ્રામનું શું પરિણામ આવ્યું ?

સ્વાતંત્ર્યસંગ્રામનાં પરિણામ :
  • ભારતમાં કંપનીના શાસનનો અંત આવ્યો ઇંગ્લૅન્ડની સરકારનું શાસન સ્થપાયું.
  • અંગ્રેજ સરકારે દેશી રાજ્યોની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ કરવાનું બંધ કર્યું.
  • અંગ્રેજ સરકારે તેની આર્થિક અને સામાજિક નિતીમાં પરિવર્તન કર્યું. અંગ્રેજ સરકારે હિંદુઓ અને મુસ્લિમોની ધાર્મિક બાબતોમાં માથું નહિ મારવાની નિત્તિ અમલમાં મૂકી.
  • ભારતના લોકોમાં રાષ્ટ્રીય જાગૃતિનાં બી રોપ્યા અને લોકોમાં રાષ્ટ્રવાદની ભાવના પેદા થઈ.

ઇ.સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામના ઉદ્દ્ભવનાં મુખ્ય કારણો કયાં હતા ?

અંગ્રેજ સરકાર દ્વારા ભારતના જુદા જુદા વર્ગોની આર્થિક પાયમાલી, રાજકીય અન્યાયો, ભારતની સામાજિક વ્યવસ્થાની અવગણના, ધર્મમાં દાખલ, હિંદી સિપાઈઓનો અસંતોષ વગેરે ઇ.સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામના ઉદ્દ્ભવનાં મુખ્ય કારણો હતાં.

ઇ.સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામના મુખ્ય આગેવાનો કયા કયા હતા ?

મોગલ બાદશાહ બહાદુરશાહ ઝફર, નાનાસાહેબ પેશ્વા, તાત્યા ટોપે, જાગીરદાર કુંવરસિંહ, ઝાંસીનાં મહારાણી લક્ષ્મીબાઈ, અવધના નવાબ વાજીદઅલીશાહની બેગમ હજરતમહાલ, રંગો બાપુજી , અજીમુલ્લાખાન વગેરે ઇ.સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામના મુખ્ય આગેવાનો હતા.

1857ના સંગ્રામનું તાત્કાલિક કારણ કયું હતું ?

ભારતીય લશ્કરમાં નવી દાખલ કરાયેલી ઍન્ફિલ્ડ રાઈફલ ઇ.સ. 1857 ના સ્વાતંત્ર્યસંગ્રામનું તાત્કાલિક કારણ હતું.