Chapter Chosen

પ્રથમ વિશ્વયુદ્વ અને રશિયન ક્રાંતિ

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ 9

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

ટુંકનોંધ લખો. 
વર્સેલ્સની સંધિ 


ઈ.સ. 1919માં ફ્રાન્સની રાજધાની પૅરિસમાં મળેલાં મિત્રરાષ્ટ્રોએ ‘શાંતિ પ્રક્રિયા’ હાથ ધરી, જે ‘પૅરિસ શાંતિ સન્મેલન’ તરીકે પ્રસિદ્ધ બની.

તેમાં 58 જેટલા કમિશનો રચાયાં હતા. તેમની 145 જેટલી બેઠકો યોજવામાં આવી હતી. આ શાંતિ સંમેલનમાં જર્મની સાથેની સમજૂતી વર્સેલ્સના શીશમહેલમાં કરવામાં આવી હતી. તેથી તે ‘વર્સેલ્સની સંધિ’ તરીકે ઓળખવામાં આવે છે.

અંતે મિત્રરાષ્ટ્રોએ હારેલાં રાષ્ત્રો પર જૂન, 1919માં વર્સેલ્સની સંધિ લાદી. આ સંધિમાં ચાર પ્રકારની જોગવાઈઓ કરવામાં આવી હતી : 1. પ્રાદેશિક વ્યવસ્થા, 2. લશ્કરમાં ઘટાડો અને નિઃશસ્ત્રીકરણ, 3. યુદ્ધમાં વળતરના હપતાની હોઠવણી અને યુદ્ધદંડ તથા 4. અન્ય જોગવાઈઓ.

વર્સેલ્સની સંધિમાં અમિરિકાના પ્રમુખવુડ્રો વિલ્સને, બ્રિટિશ વડા પ્રધાન લૉર્ડ જ્યોર્જે અને ફ્રાંસના વડા લ્કેમેન્સાએ મહત્વની કામગીરી કરી.

પ્રથમ વિશ્વયુદ્ધ માટે જર્મનીને જવાબદાર ગણીને તેની પર 6.5 અબજ પાઉંદનો યુદ્ધદંડ લાદવામાં આવ્યો.

ફ્રાંસે જર્મનીનો રુહર પ્રાંત પડાવી લીધો. જર્મનીની રહાઈન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મુકવામાં આવી.

ફ્રાન્સની સરહદે આવેલા રહાઈન પ્રદેશમાં કિલ્લેબંધી કરવાની મનાઈ ફરમાવવામાં આવી. દેશના ખનીજોની સમૃદ્ધ પ્રદેશો 15 વર્ષ માટે ફ્રાન્સને આપવામાં આવ્યાં.

જર્મનીના મોટા ભાગના સંસ્થાનો પડાવી લેવામાં આવ્યાં.

આલ્સેસ અને લૉરેંસ પ્રાંત ફ્રાન્સને પાછા આપવામાં આવ્યા.

યુદ્ધના દંડપેટે જર્મનીએ દર વર્ષે મોટા જથ્થામાં કોલસો અને લોખંડ ફ્રાન્સ અને મિત્રરાષ્ટ્રોને આપવાનું નક્કી કરવામાં આવ્યું.

આ તમામ શરતો પર જર્મની પાસે બંદૂકની અણીએ બળજબરી પૂર્વક સહી કરાવવામાં આવી. આથી જર્મન પ્રજા હતાશ અને નિરાશ થઈ.


આફ્રિકામાં કઈ કઈ પ્રજાએ કયા કયા સ્થળે સંસ્થાનો સ્થાપ્યાં ? 

15માં સદીના અંત ભાગમાં સૌપ્રથમ નેધરલૅન્ડઝના ડચ લોકોએ આફ્રિકાના દક્ષિણ ભાગમાં-કૅપમાં પોતાનું રાજ્ય સ્થાપ્યું.

ત્યાર પછી ઈંગ્લૅન્ડે કૅપમાં અને ફ્રાન્સે ઉત્તર આફ્રિકામાં અલ્જિરિયામાં સંસ્થાનો સ્થાપ્યાં.

બેલ્ઝિયમના રાજા લિયોપૉલ્ડે કૉન્ગનો પ્રદેશ કબજે કરી ત્યાં પોતાની સત્તા સ્થાપી.

ઈંગ્લૅન્ડે ઈજિપ્ત તથા પૂર્વ આફ્રિકાના કેટલાક વિસ્તારોમાં તેમજ દક્ષિણઆફ્રિકા, નાતાલ, આફ્રિકા ટ્રાન્સવાલ વગેરેમાં પોતાની સત્તા સ્થાપી.

ફ્રાન્સે ટ્યુનિશિયા, મોરેક્કો, પશ્ચિમ આફ્રિકાના પ્રદેશો વગેરેમાં પોતાનું રાજ્ય સ્થાપ્યું.

ઈટલીએ રાતા સમુદ્રની આસપસના પ્રદેશોપર સત્તાજમાવી.

સ્પેન અને પોર્ટુગલે આફ્રિકાના કેટલાક પ્રદેશોમાંપોતાનાં સંસ્થાનો સ્થાપ્યાં.

આમ, ઈ.સ.1880 સુધીમાં યુરોપના મોટા ભાગના દેશોએ એશિયા અને આફ્રિકાના ઘણા પ્રદેશોમાં પોતાનાં સંસથાનો સ્થાપ્યાં.

આમ, ઈ.સ. 1880 સુધીમાં યુરોપના મોટા ભાગના દેશોએ એશિયા અને આફ્રિકાના ઘણા પ્રદેશોમાંપોતાનાં સંસ્થાનો સ્થાપ્યાં.


વર્સેલ્સની સંધિ જર્મની મતે કેવિન રીતે અન્યયી હતી ? 

પ્રથમ વિશ્વયુદ્ધમાં પરાજિત જર્મનીને વર્સેલ્સની અત્યંત કડક શરતોવાળી સંધિ સ્વીકારવાની ફરજ પાડવામાં આવી હતી. આ સંધિ મુજબ જર્મની પર 6.5 અબજ પાઉન્ડનો યુદ્ધદંડ લાદવામાં આવ્યો. તેના લશ્કરમાં ફરજિયાત ઘટાડો કરવામાં આવ્યો. જર્મનીના મોટા ભાગના સમૃદ્ધ ખનીજ પ્રદેશો પડાવી લેવામાં આવ્યાં. ફ્રાન્સે જર્મનીનો રુહર પ્રાંત પદાવી લીધો. જર્મનીની રહાઈન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી. જર્મનીએ જીતેલા પ્રદેશોને તેમજ તેના સંસ્થાનોને આંચકી લેવામાં આવ્યાં. ફ્રાન્સની સીમાએ આવેલા રહાઈન પ્રદેશમાં કિલ્લેબંધી ફરમાવવામાં આવી. દેશના ખનીજોથી સમૃદ્ધ પ્રદેશો 15 વર્ષ માટે ફ્રાન્સને પાછા આપવા પડ્યાં. યુદ્ધના દંડપેટે જર્મનીએ દર વર્ષે મોટા જથ્થામાં કોલસો અને લોખંડ ફ્રાન્સ અને લોખંડ ફ્રાન્સ અને મિત્રરાષ્ટ્રને આપવાનું નક્કી કર્યું. આમ, વર્સેલ્સની સંધિ જર્મની માટે અત્યંત અન્યાયી અને અપમાનજનક હતી.


ટુંકનોંધ લખો. 
પ્રથમ વિશ્વયુદ્ધમાં દુરોગામી પરિણામો 


યુદ્ધમાં પરાજિત રાષ્ટ્રો સાથે કરવામાં આવેલી વર્સેલ્સની સંધિમાં વેરની ભાવના હતી. તેનાથી વિશ્વામાં શાંતિ સ્થાપિ શકાય નહિ.

વિશ્વશાંતિ જાળવવા રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ.

રશિયાને રાસ્ટ્રસંઘમાં સ્થાન આપવામાં આવ્યું નહિ. અમેરિકા રાષ્ટ્રસંઘમાં જોડાયુ નહિ.

વિશ્વ ફરીથી બે ભાગમાં વહેંચાઈ ગયું. આમ, પ્રથમ વિશ્વયુદ્ધની શાંતિ પ્રક્રિયામાં જ દ્વિતિય વિશ્વયુદ્ધના બી રોપાયાં હતા.


કારણ આપો. 
ફ્રેન્કફર્ટની સંધિ જ પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ હતું. 


જર્મનીએ સેડાનના યુદ્ધમાં ફ્રાન્સને હરાવ્યું. તેથી ફ્રાન્સને તેની સાથે ઈ.સ. 1871ની ફ્રેન્કફર્ટની સંધિ કરવી પડી. આ સંધિ મુજબ ફ્રાન્સે જર્મનીને યુદ્ધદંડ આપવો પડ્યો તેમજ આલ્સેસ અને લૉરેન્સ નામના બે પ્રદેશો પણ જર્મનીને આપવા પડ્યાં. જર્મનીએ કરેલું આ અપમાન ફ્રાન્સ ક્યારેય ભૂલી શક્યું નહોતું. આમ, ફ્રેન્કફર્ટની સંધિ જ પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ બન્યું.