Chapter Chosen

ભારત : આઝાદી તરફ પ્રયાણ

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ 9

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

ટૂંકનોંધ લખો. 
સાયમન કમિશન 


ટૂંકનોંધ લખો. 
સુભાષચંદ્ર બોઝ 


Advertisement
આઝાદ હિંદ ફોજે ભારતને આઝાદી આપવા બજાવેલી કમગીરીની વિગત દર્શાવો.

અંગ્રેજ સરકારે સુભાષચંદ્રબિઝની ધરપકદ કરી કોલકાતાના તેમના નિવાસસ્થાને નજરકેદ કર્યા. એક મધ્યરાત્રીએ સુભાષચંદ્ર બોઝ વેશ પલટો કરી અંગ્રેજ સરકારની નજરકેદમાંથી છટકી ગયાં.

તેઓ કોલકાતાથી પેશાવર, કાબુલ, ઈરાન, અને રશિયા થઈ 28 માર્ચ, 1942 ના રોજ બર્લિન જતા રહ્યા. બર્લિનમાં તેમણે ‘આઝાદ હિંદ રેડિયો સ્ટેશન’ સ્થાપ્યું. એ સ્ટેશનેથી તેમણે ભારતીયોને અંગ્રેજ શાસન ઉઠલાવી નાંખવાની હાકલ કરી.

રાસબિહારી બોઝ નામના હિંદ ક્રાંતિકારી નેતાએ જાપાનના ટોકિયો શહેરમાં ‘ઈન્ડિયન ઈન્ડિપેન્ડેન્સ લીગ’ નામની સંસ્થાની સ્થાપના કરી હતી. તેમણે ભારતની આઝાદી માટે અઝાદ હિંદ ફોજની રચના કરવા નક્કી કર્યું. એ સમયે વિશ્વના જુદા જુદા દેશોમાં વસતા હિંદીઓના 100 જેટલા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. એ પરિષદમાં દ્વિતિય વિશ્વયુદ્ધમાં જાપાનના હાથે યુદ્ધકેદી તરીકે પકડયેલા મેજર મોહનસિંગે રાસબિહારી બોઝના પ્રમુખપદે આઝાદ હિંદ ફોજની રચના કરી.

ઈ.સ. 1943માં સુભાષચંદ્ર બોઝે બર્લિનથી જાપાન ગયા. જાપાનમાં રાસબિહારી બોઝે સુભાષચંદ્ર બોઝને ‘ઈન્ડિયન ઈન્ડિપેન્ડેન્સ લીગ’ના નેતા બનાવ્યા.

2 જુલાઈ, 1943ના રોજ સુભાષચંદ્ર બોઝ જાપાનથી સિંગાપુર ગયા. 4 જુલાઈ, 1943ના રોજ તેઓ ‘ઈન્ડિયન ઈન્ડિપેન્ડેન્સ લીગ’ના પ્રમુખ બન્યા. એ જ સમયે ર્કસબિહારી બોઝે સુભાષચંદ્ર બોઝને ‘આઝાદ હિંદ ફોજ’ના વડા બનાવ્યા. સિંગાપુરમાં વસતા હિંદિઓએ સુભાષચંદ્ર બોઝને ‘નેતાજી’નું હુલામણુ નામ આપ્યું.

સુભાષચંદ્ર બોઝે સિંગાપુરમાં ભારતની કામચલાઉ સરકાર સ્થાપી. આ સરકારના તેઓ વડા પ્રધાન અને લશ્કરના સેનાપતિ બન્યા. આ સરકારને જાપાન, જર્મની, ચીન, ઈટાલી, મ્યાનમાર વગેરે દેશોએ માન્યતા આપી. 

ઈ.સ. 1943માં સુભાષચંદ્ર બોઝે અંદમાન નિકોબાર ટાપુઓની મુલાકત લીધી અને તેમને અનુક્રમે ‘શહિદ’ અને સ્વરાજ્ય’ એવા નામ આપ્યાં. 

સુભાષચંદ્ર બોઝની કામચલાઉ સરકારે ઈંગ્લૅન્ડ સામે યુદ્ધ જાહેર કર્યું. આઝાદ હિંદ ફોજનું વડુ મથક સિંગાપુરથી રંગૂન ખસેડવામાં આવ્યું. આહિથી આઝાદ હિંદ ફોજની ટુકડીઓએ ભારતની પૂર્વ સરહદે પ્રવેશ કરી પ્રોમ, કોહિમા ઈમ્ફાલ વગેરે પ્રદેશો જીતી લીધાં. 

એ સમયે અમેરિકાએ બ્રિટનના પક્ષે દ્વિતિય વિશ્વયુદ્ધમાં ઝંપલવ્યું. તેણે જાપાનનાં નાગાશાકી અને હિરોશિમા શહેરો પર અણુબૉમ્બ ફેંક્યા, અણુબૉમ્બથી સર્જાયેલા ભયંકર વિનાશને કારણે જાપાને મિત્રરાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી લીધી. પરિણામે આઝાદ હિંદ ફોજને જાપનની મદદ મળતી બંધ થઈ. આ ઉપરાંત, બ્રિટને આઝાદ હિંદ ફોજ ઉપર હવાઈ હુમલાઓ કર્યા અને તેની પાસેથી રંગૂન પોતાને કબજે કર્યું. આવી કપરી પરિસ્થિતિમાં આઝાદ હિંદ ફોજને વિખરાઈ જવાની ફરજ પડી. 

18 ઑગષ્ટ, 1945ના દિવસે સુભાષચંદ્ર બોઝનું વિમાની અકસ્માતમાં અવસાન થયું એમ માનવામાં આવે છે.

આમ, ભારતની સ્વાતંત્ર્ય લડતમાં આઝાદ હિંદ ફોજે નોંધપાત્ર કામગીરી બજાવી.


Advertisement
‘હિંડ છોડો’ ચળવળ અને એ ચળવળના વિવિધ બનાવો જણાવો. 

ટૂંકનોંધ લખો. 
પૂર્ણ સ્વરાજ્યની માંગણી


Advertisement