Chapter Chosen

ભારત : આઝાદી તરફ પ્રયાણ

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ 9

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement

ટૂંકનોંધ લખો. 
સુભાષચંદ્ર બોઝ 


સુભષચંદ્વ બોઝનો જન્મ 23 જાન્યુઆરી, 1897ના રોજ ઑરિસ્સાના કટક શહેરમાં થયો હતો.

કોલકાતાની પ્રેસિડેન્સી કૉલેજમાં અભ્યાસ પૂરો કરી તેઓ વધુ અભ્યાસ માટે ઈંગ્લૅન્ડ ગયા.

તેમણે લંડનમાં I.C.S.ની પદવી મેળવી. પ્રેસિડેન્સી કૉલેજના ઘમંડી અંગ્રેજ અધ્યાપકોના હિંદીઓ પ્રત્યેના અપમાનજનક વર્તને તેમના ક્રાંતિનાં બી રોપ્યા.

ઈ.સ. 1923માં તે ‘રાષ્ટ્રીય સ્વરાજ્ય પક્ષ’માં જોડાયાં. ટુંક સમયમાં જ તે યુવાનના અતિપ્રિય નેતા બની ગયા.

દેશની સવિનય કાનૂનભંગની ચળવળમાં ભાગ લઈને તે જેલમાં ગયા.

ઈ.સ. 1938માં 41 વર્ષની વયે સુભાષચંદ્ર બોઝે હરિપુરા કૉંગ્રેસ અધિવશનના પ્રમુખ બન્યા. ગાંધીજી સાથે મતભેદ થતાં તેમણે કૉંગ્રેસ છોડી અને મે, 1939માં ‘ફૉરવર્ડ બ્લૉક’ નામના નવા રાજકીય પક્ષની સથાપના કરી.

ત્યાર પછી તેમણે બ્રિટિશરો સામે લોકમત જાગૃત કરવા દેશના વિવિધ ભાગોમાં પ્રવાસ કરી અનેક સભાઓ યોજી અને બ્રિટિશ સરકારે હિંદ સંરક્ષણ ધારાનો ઉપયોગ કરી સુભાષચંદ્રને જેલમાં પૂર્યા. કારાવાસ દરમિયાન તેમની તબિયત બગડતાં તેમને પોતાના નિવાસ્થાનમાં નજરકેદ કર્યાં.

29 જાન્યુઆરી, 1941ના રોજ મધ્યરાત્રીએ સુભાષચંદ્ર બોઝ વેશ પલટો કરી, અંગ્રેજ સરકારની નજરકેદમાંથી છટક્યા અને 28 માર્ચ, 1942ના રોજ બર્લિન પહોંચ્યાં.

બર્લિન તેમણે ‘આઝાદ હિંદ રેડિયો સ્ટેશન’ સ્થાપ્યું એ સ્ટેશનેથી સુભાષચંદ્ર બોઝે ભારતીયોને અંગ્રેજ શાસન ઉથલાવી નાખવા કહ્યું.

ઈ.સ. 1943માં તે બર્લિનથી જાપાન ગયા.

2 જુલાઈ, 1943ના રોજ તે જાપાનથી સિંગાપુર ગયાં.

4 જુલાઈ, 1943ના રોજ તે ‘આઝાદ હિંદ ફોજ’ના સર્વોચ્ચ નેતા બન્યા. તેમણે ‘નેતાજી’નું હુલમણુ નામ મળ્યું.

સુભાષચંદ્ર બોઝે ‘ચાલો દિલ્લી’ અને ‘જય હિંદ’ના સુત્રો આપ્યાં. તેમણે ફોજના સૈનિકોને કયું, તુમ મુજે ખૂન દો, મૈ તુમ્હે આઝાદી દુંગા.’ ઑક્ટોબર, 1943માં સિંગાપુરમાં તેમણે ભારતની ‘કમચલાઉ સરકાર’ની રચના કરી.

એ સરકારે ઈંગ્લૅન્ડ સામે યુદ્ધ જાહેર કર્યું.

મે, 1944માં તેમના નેતૃત્વ નીચે ફોજના સૈનિકોએ ભારતની પૂર્વ સરહદે પ્રવેશ કરી રંગૂન, કોહિમા, પ્રોમ, ઈમ્ફાલ, વગેરે પ્રદેશો જીતી લીધાં.

એ અરસામાં અમેરિકાએ દ્વિતિયયુદ્ધમાં ઝંપલાવી જાપાનના નાગાસાકી અને હિરોશિમા શહેરો પર અણુબૉમ્બ ફેંખ્યા. તેનાથી ભયંકર વિનાશ સરજાતા જાપાને મિત્રરાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી, પરિણામે જાપાન તરફથી આઝાદ હિંદ ફોજને મળતી મદદ બંધ થઈ ગઈ.

બ્રિટને હવાઈ હુમલા કરી આઝાદ હિંદ ફોજના સૈનિકોને પીછેહઠ કરવાની ફરજ પાડી. મે, 1945માં બ્રિટિશ દળોએ આઝાદ હિંદ ફોજ પાસેથી રંગૂન કબજે કર્યું. આથી આઝાદ હિંદ ફોજને વિખરાઈ જવાની ફરજ પડી.

સ્વરાજ્ય પ્રાપ્તિનું સુભાષચંદ્ર બોઝનું સ્વપ્ન પૂરુ થયું નહિ. 18 ઑગષ્ટ, 1945 ના રોજ સુભાષચંદ્ર બોઝનું વિમાની અકસ્માતમાં અવસાન થયું એમ માનવામાં આવે છે.

સુભાષચંદ્રનું બલિદાન એળે ન ગયુંં. ટુંક સમયમાં ભારતને આઝાદી મળી. ઈ.સ. 1941થી મૃત્યુપર્યત વિદેશોમાં જ રહીને સુભાષચંદ્ર બોઝે ભારતની સ્વતંત્રતાની લડતમાં અનન્ય ફાળો આપ્યો છે.


Advertisement
‘હિંડ છોડો’ ચળવળ અને એ ચળવળના વિવિધ બનાવો જણાવો. 

આઝાદ હિંદ ફોજે ભારતને આઝાદી આપવા બજાવેલી કમગીરીની વિગત દર્શાવો.

ટૂંકનોંધ લખો. 
પૂર્ણ સ્વરાજ્યની માંગણી


ટૂંકનોંધ લખો. 
સાયમન કમિશન 


Advertisement