Chapter Chosen

પ્રેરણા અને આવેગ

Book Chosen

મનોજ્ઞાન ધોરણ 11

Subject Chosen

મનોવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement
પ્રેરણા એટલે શું ? પ્રેરણા ચક્રની સમજૂતી અપો. 

વ્યક્તિનું જીવંંત શરીરતંત્ર માનવીને સતત ગતિમાં રાખે છે. વ્યક્તિને સમાજ અને વાતાવરણમાં રહે છે તેની સાથેની આંતરક્રિયાને લીધે વર્તનના નવા આકારો જન્મે છે અને વ્યક્તિ પોતાના મર્યદિત સમયના અલ્પજીવી સંતોષને માટે સતત પ્રવૃત્તિ કરતો રહે છે. માનવીને સતત પ્રવૃત્તિમાં રાખતા આ બળને મનોવૈજ્ઞાનિકો ‘પ્રેરણા’ તરીકે ઓળખાવે છે.

પ્રેરણાને સંતોષવા વ્યક્તિ કાર્યશીલ બને છે. સંતોષ મેળવવા જતાં અવરોધ આવે તો માનવી તેને દૂર કરવાનો પ્રયત્ન કરે છે અને આખરે સંતુષ્ટ થાય છે. માનવી વર્તન શા માટે કરે છે તેનો ઉત્તર પ્રેરણાથી મળે છે.

પ્રેરણાનો અર્થ : ‘પ્રેરણા’ એટલે જે વર્તનને પ્રેરે તે. પ્રેરણા એ જરૂરિયાતોને સંતોષ પ્રાપ્ત કરવાના ઉદ્દેશથી ઉદ્દભવતું વર્તન છે.

પ્રેરણા માટે અંગ્રેજીમાં ‘Motivation’ શબ્દ છે. ‘Motivation’ શબ્દ લૅટિન શબ્દ ‘Movere’ પરથી ઉતરી આવ્યો છે. ‘Motivation’ શબ્દ Motive માંથી બનેલો છે. Motive સાથે જોડાયેલા ક્રિયાપદ Moveનો અર્થ થાય છે ‘ગતિ કરવી’. આમ, પ્રેરણા સાથે ગતિ સંકળાયેલી છે.

પ્રેરિત વર્તનમાં દિશા, જોમ, આગ્રહ, તીવ્રતા, ચોક્કસાઈ, હેતુલક્ષિતા વગેરે જોવા મળે છે.

‘પ્રેરણા’ માટે ઈચ્છા, અભીપ્સા, અભિપ્રેરણ, જરૂરિયાત, ઝંખના, ઉદ્દેશ, ધ્યેય, મહત્વકાંક્ષા, અભિલાષા, આકાક્ષા વગેરે શબ્દો વપરાય છે.

પ્રેરણાની વ્યાખ્યા : જુદા જુદા મનોવિજ્ઞાનિકોએ પ્રેરણાની નીચે પ્રમાણે વ્યાખ્યા આપી છે :

1. જે.પી.ગીલ્ફર્ડ : “પ્રેરણા એ પ્રવૃત્તિને ઉદ્દીપ્ત કરનાર અને તેને પોષનાર વિશિષ્ટ આંતરિક તત્વ કે પરિસ્થિતિ છે.”

2. સી.ટી.મોર્ગન : “પ્રેરણા એટલે આંતરિક જરૂરિયાતમાંથી ઉદ્દભવેલું અને તે જરૂરિયાત સંતુષ્ટ થાય તેવાં લક્ષ્યો પ્રત્યે અભિમુખ બનેલું વર્તન છે.”

3. સોરેન્સ અને મામ : “પ્રેરણા એ વ્યક્તિની આંતરિક બાબત છે કે જે તેને અમુક વર્તન કરવા પ્રેરે છે.”

4. એચ.ઈ.ગેરેટ: “શારીરિક જરૂરિયાતો, વલણો અને અભિરુચિઓ વગેરે તમામ પ્રેરણાઓ વ્યક્તિને પ્રવૃત્ત કરવા માટે છે અને અન્ય પ્રવૃત્તિની અપેક્ષાએ અમુક ચોક્કસ પ્રવૃત્તિની પસંદગી કરવાની દોરવણી આપે છે.”

ઉપર્યુક્ત વ્યાખ્યાને આધારે કહી શકાય કે , “પ્રેરણા જીવનતંત્રની એક એવી અલ્પજીવી અવસ્થા છે કે જેને લીધે પ્રાણીમાંં ઉદ્દભવતી ક્રિયાશીલતા લક્ષ્યપ્રાપ્તિના સંતોષથી શાંત થાય છે.”

પ્રેરણાની સમજૂતી : પ્રેરણાની સમજૂતી નીચે મુજબ છે :

પ્રેરણા વ્યક્તિના તનમનમાં પેદા થતું પ્રબળ આંતરિક બળ છે. તે વ્યક્તિમાં કેટલીક જરૂરિયાતો જન્માવે છે અને આ જરૂરિયાતો તૃપ્ત ન થાય ત્યાં સુધી વ્યક્તિ પાસે ચોક્કસ પ્રકારનું વર્તન કરાવે છે. તથા તે વર્તનને ચાલુ રાખે છે. આવું વર્તન ધ્યેયગામી હોય છે. ધ્યેય સિદ્ધ ન થાય ત્યાં સુધી પ્રેરણા વર્તન કરવા દબાણ કરે છે. ધ્યેય સિદ્ધ થાય ત્યારે આવું વર્તન શાંત થઈ જાય છે.

પ્રેરણાને આપણે જોઈ શકતા નથી, પરંતુ પ્રેરણા ધ્વારા પ્રગત થયેલા વર્તનથી પ્રેરણાનું અપમાન થઈ શકે છે.

પ્રેરણા અનેક પ્રકારની હોય છે. કેટલીક બાર એક જ પ્રેરણા દ્વારા અનેક વર્તન જન્મે છે તો કોઈક વાર એક જ વર્તન પાછળ અનેક પ્રેરણાઓ કાર્ય કરતી હોય છે.

પ્રેરણાઓમાં પસંદગી ક્રમ હોય છે. કોઈક પ્રેરણાને તાત્કાલિક સંતોષીએ છીએ. કોઈકને વિલંબથી તો કોઈક પ્રેરણા સંતોષવા આપણે વર્ષો સુધી રાહ જોઈએ છીએ.

પ્રેરણાના ઉદ્દભવ અને સંતોષ પર સામાજિક વાતાવરણ અને વ્યક્તિના અનુભવની ઊંડી અસર હોય છે.

કેટલીક પ્રેરણાઓ અજ્ઞાત હોય છે તો કેટલીક પ્રેરણાઓ વિકૃત હોય છે.

પ્રેરણાનું સ્વરૂપ : ‘પ્રેરણા’ને સમજવા જુદા જુદા મનોવિજ્ઞાનિકોએ જુદા જુદા શબ્દોનો પ્રયોગ કર્યો છે. મેકડૂગલે તેને ‘મૂળવૃત્તિ’ તરીકે ઓળખાવી છે. તેમણે પ્રારંભમાં અઢાર જેટલી મૂળવૃત્તિ દર્શાવી હતી. ત્યાર પછી મનોવિજ્ઞાનિકોએ ‘જરૂરિયાત’ શબ્દનો ઉપયોગ કર્યો, વૂડવર્થે તેને ‘ઈરણ’ તરીકે ઓળખ આપી છે.

‘ઈરણ’ એટલે ઉત્તીજિત બળ, ધક્કો કે દબાણ, ઈરણ આંતરિક આવેગ છે. તે કાર્યને ઉદ્દીપ્ત કરે છે અથવા અટકાવે છે.

પ્રેરણાની પ્રક્રિયા નીચે પ્રમાણે સમજાવી શકાય :

જરૂરિયાત → ઈરણ → ઉત્તેજના → લક્ષ્ય પ્રાપ્તિ → ઉત્તેજનામાં ઘટાડો.

પ્રેરાણાચક્ર : સી.ટી.મોર્ગનના મત મુજબ “પ્રેરણા એ લક્ષ્યકેન્દ્રીત વર્તન છે. તે ચક્રસ્વરૂપ ધરાવે છે અને જરૂરિયાતથી આરંભાય છે. તેમજ લક્ષ્યપ્રાપ્તિના વર્તનને પ્રેરે છે, તેને પરિણામે જરૂરિયાત સંતોષાય છે.”

મોર્ગન પ્રેરણાને નીચે મુજબ સમજાવે છે :

વ્યક્તિને લક્ષ્ય મેળવવા માટે કાર્ય તરફ ધકેલે તેવી આંતરિક પરિસ્થિતિ.

લક્ષ્ય મેળવવા માટેની વિવિધ ક્રિયાઓ.

લક્ષ્યની પ્રાપ્તિ.



માનવી કે પ્રાણીમાં ખોરાકનાં જરૂરી તત્વોની ઉણપ ઉભી થાય તેને ‘જરૂરિયત’ અથવા ‘પ્રેરક અવસ્થા’ કહેવાય છે.

આ ઊણપથી બેચેની જન્માવાને લીધે પ્રાણીને ક્રિયા કરવા માટેનું દબાણ ઊભું થાય છે, જેને લીધે પ્રાણીને ક્રિયા કરવા માટેનું દબાણ ઊભું થાય છે, જેને ‘ચાલકબળ’ અથવા ‘ઈચ્છા’ની અવસ્થા ગણી શકાય છે.

આ ચાલકબળને લીધે પ્રાણી ભૂખને સંતોષે તેવા પ્રયત્નો કરે છે. આવા પ્રયત્નોથી તે ખોરાક પ્રાપ્ત કરે છે.

ખોરાક એ લક્ષ્ય છે, જેમાંથી ભૂખની જરૂરિયાત સંતોષાય છે અને રાહત અનુભવાય છે.

સમય પસાર થતાં ફરીથી ભૂખ લાગે છે અને પ્રયત્ન કરીને ખોરાક મેળવાય છે.

આમ, પ્રેરકચક્ર ચાલ્યા કરે છે. માનવીના અસ્તિત્વ માટે પ્રેરણાચક્ર અગત્યનું છે. જૈવિક પ્રેરણાઓ પુનઃ પુનઃ જન્મે છે અને સંતોષાય છે. તેમાં પ્રેરણાચક્ર અસ્તિત્વ જણાય છે.


Advertisement
આવેગ નિયમનની પદ્ધતિઓ સ્પષ્ટ કરો. 

કોઈ પણ બે મનોસામાજિક પ્રેરણાની ચર્ચા કરો. 

શારીરિક પ્રેરણા સંદર્ભે કોઈ બે પ્રેરણા સમજાવો. 

આવેગનો અર્થ આપી, તેના પ્રકારો સ્પષ્ટ કરો.

Advertisement