Chapter Chosen

માનવવિકાસ

Book Chosen

મનોજ્ઞાન ધોરણ 11

Subject Chosen

મનોવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
વિકાસને અસર કરતાં પરિબળો તરીકે ‘વારસા’ને સવિસ્તર વર્ણવો. 

Advertisement
વૃદ્ધિ એટલે શું ? વિકાસ અને પરિપક્વતાની સમજૂતી આપો. 

ગર્ભધાન સમયે નાના એવા ફલિત અંડકોષમાંથી પૂરા કદના માનવીની વૃદ્ધિ ખરેખર એક આશ્ચ્ર્ય કારક ઘટના છે. નવજાત શિશુ અને પુખ્ત વયની વ્યક્તિના વર્તન વચ્ચે તફાવત હોય છે. નવજાત શિશુ અસહય અને લાચાર હોય છે. તે પોતાની બધી જ જરૂરિયાતો સંતોષવા બીજા પર આધાર રાખે છે, પરંતુ જેમ જેમ તે મોટું થતું જાય તેમ તેમ તે પોતાની જરૂરિયાતો જાતે સંતોષવાનો પ્રયત્ન કરે છે. તે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વનને કારણે તેમાં સફળતા મેળવે છે.

વૃદ્ધિ(Growth)નો અર્થ : ઉંમર વધવાની સાથે શરીરના વિવિધ અવયવોના વજન, કદ અને આકારમાં થતો ક્રમિક, પ્રગતિગામી અને પ્રમાણાત્મક વજન, કદ અને આકારમાં થતો ક્રમિક, પ્રગતિગામી અને પ્રમાણાત્મક ફેરફાર એટલે ‘વૃદ્ધિ’.

બાળક જેમ જેમ મોટું થાય છે તેમ તેમ તેના વજન અને કદમાં ફેરફાર થાય છે. વય વધવાની સાથે વ્યક્તિના મસ્તક, ધડ, હાથ, પગ, હાડકાં, સ્નાયુઓ, હદય, મગજ, આંતરડાં અને સમગ્ર શરીરના અવયવોના વજન, કદ અને આકારમાં વધારો થાય છે.

વૃદ્ધિ એ પરિપક્વનની પ્રક્રિયા છે. ક્રો અને ક્રો ના મતે, “વૃદ્ધિ એટલે શરીરનાં કદ, આકાર અને બંધારણમાં થતાં ફેરફારો.”

ઈલિઝાબેથ હરલોકના મતે, “બાળકના જન્મથી તે પુક્તતા પ્રાપ્ત કરે ત્યાં સુધીમાં માથામાં બે ગણો, છાતીમાં અઢી ગણો, ધડમાં ત્રણ ગણો, હાથમાં ચાર ગણો અને પગમાં પાંચ ગણો વધારો થાય છે.”

ફ્રેન્ડના મતે, “વૃદ્ધિને શારીરિક પરિવર્તનોમાં જોઈ શકાય છે, તેથી વૃદ્ધિ એટલે કોષિય ગુણાકાર.”

આ શરીરના અંગોમાં પ્રમાણાત્મક ફેરફાર થતો હોવાથી માનવીના આકારમાંં સમરૂપતા અને એકરૂપતા જોવા મળે છે. શરીરનાં અંગોની વૃદ્ધિ જે-તે અંગના પ્રમાણમાં થાય છે.

કોઈક વાર અંતઃસ્ત્રાવી ગ્રંથીઓના અનિયમિત સ્ત્રાવના કારણે શરીરનાં અંગોના વિકાસમાં અવરોધો ઊભા થાય છે. તેના પરિણામે ઊંચાઈ અને જાડાઈ ઓછી-વધારે હોવી, મસ્તક નાનું-મોટું હોવું વગેરે વિકૃતિઓ જોવા મળે છે.

વૃદ્ધિ, વિકાસ અને પરિપ્ક્વતા એકબીજા પર આધારિત છે. વૃદ્ધિ વગર વિકાસ શક્ય નથી. વિકાસ વગર પરિપક્વતા શકય નથી તેમજ પરિપક્વતા વગર વૃદ્ધિ શકય નથી. આમ, વૂદ્ધિ, વિકાસ અને પરિપક્વતા ચક્રિય અને પરસ્પર આધારિત છે. આ બધી જ ક્રિયાઓ એકસાથે અને એકબીજાના સબંધમાં ચાલે છે.

શારીરિક અંગોમાં થતી વૃદ્ધોના પ્રમાણમાં મગજની પણ વૃદ્ધિ થાય છે. આમ, શારીરિક અને માનસિક વૃદ્ધિ સમાંતર ચાલે છે.

વૃદ્ધિની પ્રક્રિયા મર્યાદિત સમયમાં પૂરી થાય છે. એક તબક્કે વૃદ્ધિ અટકે છે. તે સ્થિતિને ‘પરિપક્વતા’ કહેવાય છે.

અઢારથી વીસ વર્ષ એ વૃદ્ધિ પૂરી થવાનો સમયગાળો છે. આ પછી શરીરનાં અંગોમાં કોઈ ફેરફાર થતો નથી. આ સ્થિતિને ‘શારીરિક પુક્તતા’ કહેવાય છે. દરેક પ્રાણીમાં વૃદ્ધિની કક્ષા અમુક સમયે પૂરી થાય છે અને વિકાસ તથા માનસિક પરિપક્વતા મૃત્યુ સુધી ચાલુ રહે છે.



વિકાસ : વૃદ્ધિની તુલનામાં વયના વધવા સાથે માનવીના વર્તનમાં થતા પ્રગતિશીલ ફેરફારોને મનોવૈજ્ઞાનિકો ‘વિકાસ’ તરીકે ઓળખાવે છે. પ્રમાણાત્મક વૃદ્ધિ સાથે પ્રમાણાત્મક વિકાસ સંકળાયેલો છે.

વિકાસનો અર્થ : વિકાસ શરીરનાં બધા અંગોનો ગુણાત્મક અને ક્રિયાત્મક ફેરફાર સૂચવે છે. વય વધવાની સાથે વ્યક્તિના વર્તનમાં પ્રગતિશીલ ફેરફાર થાય એને ‘વિકાસ’ કહેવામાં આવે છે.

વિકાસની વ્યાખ્યા : જુદા જુદા મનોવિજ્ઞાનિકોએ વિકાસની વ્યાખ્યા નીચે પ્રમાણે આપી છે :

ઈલિઝાબેથ હરલોક : વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે. પરિપક્વતાના લક્ષ્ય તરફ લઈ જતા ક્રમબદ્ધ, સુદંવાદી અને પ્રયોગાત્મક ફેરફારો એટલે વિકાસ.

ક્રો અને ક્રો : સમગ્ર દેહતંત્રમાંં થતો ફેરફાર એ વિકાસ છે.

સ્કીનર : વિકાસની પ્રક્રિયા ક્રમિક પણ છે અને સતત ચાલતી પ્રક્રિયા છે.

વિકાસ એક સર્વાંગી અને સાંગોપાગ પ્રક્રિયા છે. બાળકની ઉંમર વધતાં તેનામાં માનસિક, શારીરિક, આવેગિક, ભાષાકીય અને સામાજિક વર્તન-ફેરફારો થાય છે તે વિકાસ છે. વિકાસમાં થતા ફેરફારોની ચોક્કસ દિશા હોય છે.

વિકાસ ક્રમબદ્ધ, પ્રગતિકારક અને સુસંવાદી હોય છે. વિકાસની પ્રક્રિયામાં એક તબક્કા પછી બીજો અને બીજા પછી ત્રીજો તબક્કો એમ ચોક્કસ ક્રમ જોવા મળે છે.

ગેસલના શબ્દોમાંં કહીએ તો, “બાળક ઊભું રહેતું થાય તે પહેલાં બેસતા શીખવાનું જ. બોલતાં શીખે તે પહેલાં અસ્પ્ષ્ટ ઉદ્દગારો વ્યક્ત કરવાનું જ અને ચોરસ દોરતાં શીખે તે પહેલાં વર્તુળ દોરતાં શીખવાનું જ.”

વૃદ્ધિ પ્રમાણાત્મક ફેરફાર છે, જ્યારે વિકાસ ગુણાત્મક ફેરફાર છે.

પરિપક્વતા : ‘પરિપક્વતા’ એટલે જીવંત પ્રાણીનાં વિવિધ અંગેનો સંપૂર્ણ વિકાસ કરવાની કુદરતી પ્રક્રિયા.

પરિપક્વતા, વિકાસની પ્રક્રિયા અને પરિણામ સુચવે છે. બાળક જે ઉંમરે જે કાર્ય કરવા માટે શારીરિક અને માનસિક રીતે તૈયાર હોય તે કાર્ય કરવા માટે બાળક પરિપક્વ છે એમ કહેવાય છે.

આનુવંશિક લક્ષણો આપમેળે અને અનુભવની મદદ વગર ક્રમિક રીતે પ્રગટ થાય, તો તે પરિપક્વન છે. પરિપક્વન કુદરતી પ્રક્રિયા છે અને યોગ્ય સમયે તે અચૂક જોવા મળે છે. પરિપક્વનને પરિણામે જ પરિપક્વતા પ્રાપ્ત થાય છે. આમ, પરિપક્વન એ વિકાસની પ્રક્રિયા છે.

પરિપક્વતાને કારણે જ બાળકમાં વિવિધ પરકારનાં વર્તનો શીખવાની તત્પરતા આવે છે. જનીનિક અને કુદરતી સમય પ્રમાણે પરિપક્વતાની પ્રક્રિયા આગળ વધે છે. દા.ત. પક્ષીનું ઊડવું અને ચળવું, બાળકનું બેસવુ, ચાલવું અને દોડવું વગેરે ક્રિયાઓ પરિપક્વતાને કારણે થાય છે.

માનવીના વર્તનના વિકાસમાં પરિપક્વતા અને તાલીમ મહત્વનો ભાગ ભજવે છે, પરંતુ કેટલાક કાર્યો માત્ર પરિપક્વનની પક્રિયાને લીધે જ શક્ય બને છે, જ્યારે વર્તનનાં કેટલાક પાસાઓમાં એ માટેની પરિપક્વતા આવે ત્યારે તાલીમ જરૂરી હોય છે. આમ, વર્તનના કેટલાંક પાસાઓમાં એ માટેની પરિપક્વતા આવે ત્યારે તાલીમ જરૂરી હોય છે. આમ, વર્તનના વિકાસ માટે પરિપક્વન અને તાલીમ બંને જરૂરી છે.

અમુક વર્તનના વિકાસમાં પરિપક્વતા મહત્વનો ભાગ ભજવે છે, પરંતુ તાલીમ દ્વારા તેના વિકાસની ઝડપને વધારી શકાય છે. તો પણ અમુક વર્તન માટેની પરિપક્વતા આવે તે પહેલાં તાલીમ દ્બારા તે વર્તન અસરકારક રીતે નિજાવી શકતા નથી. દા.ત. છ માસે બાળક વસ્તુને પકડતાં શીખે તો તે કાર્ય માટે તે પરિપક્વ છે પણ તેને લખવાની તાલીમ માટે તે પરિપક્વ હોતુ નથી.

માનવીમાં જુદી જુદી ઉંમરે વૃદ્ધિ અને વિકાસને લગતી અમુક સિદ્ધિ અપેક્ષિત હોય છે. 18થી 21 વર્ષની વયે વૃદ્ધિ અને વિકાસની પ્રક્રિયા પૂર્ણતાએ પહોંચે છે. આ ઉંમર પછી મોટે ભાગે હાડકાં, સ્નાયુઓ અને ઉંચાઈ વગેરેમાં કોઈ ફેરફાર થતો નથી.

માનવબળના ગર્ભધાનથી ભૌમિતિક ક્રમમાં વૃદ્ધિ અને વિકાસ થાય છે. આ વૃદ્ધિ અને વિકાસના પરિણામે લગભગ 280 દિવસમાં બાળક પરિપક્વ બને છે. જન્મ પછી પણ શરીરના કોષોની વૃદ્ધિ અને વિકાસની પ્રક્રિયામાં કોઈ તાલીમ કે અનુભવની જરૂર હોતી નથી.

Advertisement
ફ્રોઈડનો મનોજાતીય વિકાસનો સિદ્ધાંત વર્ણવો.

એરિક એરિક્સનના જીવન વિકાસના તબક્કાઓ સમજાવો. 

જીન પિયાજેના બોધાત્મક વિકાસના તબક્કાઓ સમજાવો. 

Advertisement