Chapter Chosen

સમાંતર શ્રેણી

Book Chosen

ગણિત ધોરણ ૧૦

Subject Chosen

ગણિત

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
નીચે આપેલ સમાંતર શ્રેણી માટે પ્રથમ ચાર પદ લખો. 
પ્રથમ પદ 4 અને સામાન્ય તફાવત 3 છે. 

અહીં, પ્રથમ પદ a = T1 = 5 અને સામાન્ય તફાવત d = 3 આપેલ છે. 

તેથી T1 = a = 5 

T2 = T1 + d = 5 + 3 = 8 


T3 = T2 + d = 8 + 3 = 11 


T4 = T3 + d = 11 + 3 = 14 


આમ, માંગેલી સમાંતર શ્રેણી a, a + d, a + 2d, a + 3d, .... એટ્લે કે 5, 8, 11, 14, ..... છે. જેમાં પ્રથમ ચાર પદો એટલે કે, 5, 8, 11, 14 છે. 

નીચે આપેલ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધો : 

4 ના તમામ ક્રમિક પ્રાકૃતિક ગુણકો 

4 ના તમામ ક્રમિક પ્રાકૃતિક ગુણકોની શ્રેણી 4, 8, 12, ........ છે, જે એક સમાંતર શ્રેણી રચે છે. 

તે સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ a = 4 અને સામાન્ય તફાવત d = T2 - T1 = 8 - 4 = 4 છે. 

નીચે આપેલ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધો : 
3, 6, 9, 12, ...

અહીં, આપેલી સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ a = 3 અને સામાન્ય તફાવત d, = T2 - T1 = 6 - 3 = 3 છે. 

નોંધ : સામાન્ય તફાવત d માટે કોઈ પણ બે ક્રમિક પદોનો તફાવત એટલે કે T2 - T1 અથવા T3 - T2 અથવા T4 - T3 લઈ શકાય. 

ચડતા ક્રમમાં એવી તમામ પ્રાકૃતિક સંખ્યાઓ જેનો એકમનો અંક શૂન્ય હોય

જેનો એકમનો અંક શુન્ન્ય હોય તેવી તમામ પ્રાકૃતિક સંખાઓની ચડતા ક્રમમાં ગોઠવણી નીચે પ્રમાણેની સમાંતર શ્રેણી આપે છે. 

10, 20, 30, 40, 50, ....... 

અહીં, આપેલી સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ a = 10 અને સામાન્ય તફાવત d = T2 - T1 = 20 - 10 = 10 

નીચે આપેલ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધો : 
100, 98, 96, ...

અહીં, આપેલી સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ a = 100 અને સામાન્ય તફાવત d = T2 - T1 = 98 - 100 = - 2 છે.