Chapter Chosen

આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ ૧૦

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
વૈશ્વિકીકરણના લાભો જણાવો. 

વૈશ્વિકરણના લાભો નીચે મૂજબ છે.

વૈશ્વિકીકરણના પરિણામે –

દેશમાં વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન મળે છે.

વિકસિત દેશોમાં ઉત્પન્ન થતી ચીજવસ્તુઓ સરળતાથી મળી શકે છે.

ભારત જેવા વિકાસશીલ દેશો અંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ટકી રહેવાની ક્ષમતા પ્રાપ્ત કરે છે.


ખાનગીકરણના લાભો અને ગેરલાભો લખો. 

ખાનગીકરણ્ના લાભો નીચે પ્રમાણે છે :

દેશમાં ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદનમાં વધારો થયો છે. જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગીકરણ થવાથી એ એકમોની કાર્યક્ષમતામાં સુધારો થયો છે.

ખાનગીકરણના ગેરલાભો નીચે પ્રમાણે છે :

આર્થીક સત્તાનું કેન્દ્રીકરણ થયું છે, જેનાથી ઈજારાશાહીને વેગ મળ્યો છે.

નાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગોને જ વિકાસનો લાભ મળ્યો છે.

ભાવો અંકુશમાં રહ્યા નહિ, તેથી દેશમાં ભાવવધારાની સમસ્યા સર્જાઈ છે.


પર્યાવરણની સુરક્ષા માટેનાં પગલાઓ જણાવો. 

પર્યાવરણની સુરક્ષા અંગે ચર્ચા-વિચારણા કરવા માટે ઈ.સ. 1972માં સ્વિડન ના સ્ટૉકહોમ શહેરમાં પ્રથમ વખત ‘પૃથ્વી પરિષદ’ યોજાઈ. ત્યારપછી વૈશ્વિક ધોરણે પર્યાવરણ અંગે વિચારણા કરવા અનેક વાર સંમેલનો અને શિબિરો યોજાયાં. તેમાં પર્યાવરણની સુરક્ષા માટે વિવિધ પગલાં લેવાનું નક્કી થયું.

ભારતમાં પર્યાવરણ્ની સુરક્ષા માટે નીચે દર્શાવેલાં પગલાં ભરવામાં આવ્યાં છે.

દેશના મુખ્ય શહેરોના પ્રદૂષણની માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

પ્રદૂષણ પર નિયંત્રણ રાખવા માટે કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારોએ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની રચના કરી છે.

પ્રદૂષણ-નિવારણ અમે પર્યાવરણની જાળવણી માટે વિશ્વભરમાં5 જૂનના દિવસને ‘પર્યાવરણદિન’ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. ભારતમાં આ દિવસને પર્યાવરણદિન તરીકે ઉજવવામાં આવે છે.

ઈ.સ. 1981માં ભારત સરકારે ‘વાયું-પ્રદુષણ નિયંત્રણ ધારો’ પસાર કર્યો છે.

વાતાવરણમાં ઓઝોન વાયુના સ્તરનું ગાબડું, પરમાણુ કચરાનો નિકાલ અને જૈવિક વિવિધતાની જાળવણી માટે થયેલી વૈશ્કિક સમજૂતિઓનું પાલન કરવામાં આવે છે.

દેશના લોકોમાં પર્યાવરણની જાળવણી માટે જાગૃતિ વધારવાના પ્રયત્નો કરવામાં આવે છે.


આર્થિક ઉદારીકરણનો અર્થ આપી, તેના લાભો જણાવો. 

આર્થિક ઉદારીકરની નીતિ એટલે ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણોનો ક્રમશઃ ઘટાડો કરી, દેશના આર્થિક વિકાસને પ્રોત્સાહિત કરે એવી વ્યવસ્થા.

આર્થિક ઉદારિકરણના લાભ : ભારતમાં આર્થિક ઉદારીકડણની નીતિ અમલમાં આવતાં નીચે મૂજબ લાભ થયા છે:

ઉદારીકરણને લીધે ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસની તકો પ્રાપ્ત થઈ, જેથી દેશના ઉત્પાદનવૃદ્ધિના દરમાં વધારો થયો છે.

વિદેશ વ્યાપરમાં વધારો થવાથી દેશમાં વિદેશી હુંડિયામણની અનામતોના પ્રમાણમાં વધારો થયો છે.
દેશની આંતરમાળખાકીય સગવડોમાં વધારો થયો છે.

આંતરરાષ્ટ્રીય બજારો સાથે સ્પર્ધા કરવાની ભારતના ઉદ્યોગોની ક્ષમતા વધી છે.

ભારતમાં વિદેશી મૂડીરોકાણ વધ્યું છે.


ટકાઉ વિકાસ માટેની વ્યુહરચના 

ટકાઉ વિકાસ એટલે પ્રદુષણ મુક્ત અને પર્યાવરણ તરફ મૈત્રીપૂર્ણ વ્યવહાર દ્વારા વિકાસ, આત્મનિર્ભરતા, પાયાના માળખાંનો ઝડપી વિકાસ તેમજ પ્રાકૃતિક અને માનવીય સાધનોના સમુચીત વિકાસ અને ઉપયોગ દ્વાર જ કોઈ પણ ટકાઉ વિકાસ સાંધી શકે છે.

પ્રાકૃતિક સાધનોના સંરક્ષણ અને સંવર્ધન માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.

ખેતીલાયક જમીન, જંગલો, જળસંપત્તિ વગેરે ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવાં પ્રકૃતિક સાધનોની ગુણવત્તા જળવાઈ રહે એ રીતે તેમનો ઉપયોગ કરવો.

કોલસો, પેટ્રોલિયમ પેદાશો વગેરે એક જ વખત ઉપયોગમાં લઈ શકાય તેવાં સાધનો છે. તેથી તેમનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો.

પ્રાકૃતિક સાધનોનો ઓછામાં ઓછો બગાડ થાય એ રીતે તેમનો ઉપયોગ કરવો. એ માટે આડપેદશોનો ઉપયોગ, ટેકનૉલિજીનો વિકાસ વગેરે પર ભાર મુકવો.

અનેક ઉપયોગ ધારાવતાં સાધનોને બધા જ ઉપયોગોમાં લેવાં. જેમ કે ભારતમાં દામોદર વેલી યોજનાને સિંચાઈ, વિદ્યુત ઉત્પાદન, પૂરનિયંત્રણ, વાહનવ્યવહાર વગેરે ઉપયોગમાં લેવાય છે.

વાહનવ્યવહારનું ખર્ચ ઓછામાં ઓછું થાય એ રીતે ઉદ્યોગોની સ્થાપના માટેનું સ્થળ નક્કી કરવું.

પર્યાવરણીય સમતુલા જળવાઈ રહે તે રીતે પ્રાકૃતિક સાધનોનો ઉપયોગ કરવો.

આર્થિક વિકાસની આડાસરો જેવી કે પ્રાકૃતિક સાધનોની ગેરવ્યવસ્થા, જંગલોનો મોટા પાયા પર વિનાશ, ઔદ્યોગીક કચરાનો બિનાઅયોજિત નિકાલ, ઝેરી રસાયણો, કૅમિકલ્સયુક્ત ગંદું પાણી, ગંદા વસવાટો વગેરે પર કાયદાકીય નિયંત્રણો મૂકવાં.