Chapter Chosen

સ્મરણ અને વિસ્મરણ

Book Chosen

મનોજ્ઞાન ધોરણ 11

Subject Chosen

મનોવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
સ્મરણની વ્યખ્યા આપી તેના તબક્કાઓની વિગતે સમજૂતી આપો. 

ટુંકાગાળાની તથા લાંબા ગાળાની સ્મૃતિનો તફાવત સ્પષ્ટ કરો

Advertisement
વિસ્મરણની વ્યાખ્યા આપી તેના નિર્ધારકોની સમજ આપો. 

આપણને ઘણી બબતો યાદ રહે છે. તેમ શીખેલું કે અનુભવેલું ઘણું બધું આપને ભૂલી પણ જઈએ છીએ. અસરકારક જીવન જીવવા માટે જરૂરી બબતો યાદ રહેવી જોઈએ અને બિનજરૂરી બાબ્તો ભૂલાઈ જવી જોઈએ.

વિસ્મરણનો અર્થ : કોઈ બાબત ભૂતકાળમાં અનુભવેલી હોવા છતાં અમુક સમય બાદ પૂર્ણ સ્વરૂપમાં યાદ ન આવે તેને ‘વિસ્મરણ’ કહેવાય છે. ગોલ્ડાર્ડ વિસ્મરણને ‘નિષેધક સ્મૃતિ’ કહેવાય છે. વિસ્મરણ પણ સ્મૃતિની જેમ એક સ્વાભાવિક માનસિક પ્રક્રિયા છે. વિસ્મરણનો દર ખૂબ ઝડપી હોય છે. 20 મિનિટમાં માત્ર 58%. 1 કલાકમાં માત્ર 44%, 1 દિવસમાં આવી હોય તે બધી જ બાબતોનું ‘વિસ્મરણ’ થતું નથી.

સ્મૃતિની જેમ વિસ્મરણનુંં પણ ઘણું મહત્વ છે. અનુભવમાં આવેલી બધી જ બાબતો યાદ રહી જાય તો સ્મૃતિનો બોજો અસહ્ય થઈ જાય, ઉપયોગી બાબતોની સ્મૃતિ માટે નિર્થક બાબતોનું વિસ્મરણ થવું જરૂરી છે.

સંકેતાંકન, સંગ્રહ કે સંચય અને પુનઃપ્રપ્તિ એ સ્મૃતિ-પ્રક્રિયાનાં ત્રણ પાસાંમાંથી કોઈ પણ એક તબક્કામાં મળતી નિષ્ફળતા એટલે વિસ્મરણ.

વિસ્મરણની વ્યાખ્યા :

1. એબિંગ હોસ : “વિસ્મરણ એ એક નિષ્ક્રિય માનસિક પ્રક્રિયા છે.”

2. મિલ્ટન, મુલર, જેન કિત્સ, ડેલન બેક : “વિસ્મર્કણ એ એક નિષ્ક્રિય માનસિક પ્રક્રિયા નથી, પરંતુ એક સક્રિય માનસિક પ્રક્રિયા છે.”

3. નોર્મન : ઘારણની અસફળતા અથવા ગ્રહણ કરેલી સામગ્રીના પુનરાવહનની અસફળતા એટલે ‘વિસ્મરણ’.

વિસમરણના નિર્ધારકો :

1. સંકેતાંકનની નિષ્ફળતા (Encoding Failure) : સ્મૃતિનો પ્રથમ તબકો સંકેતાંકનનો છે. સંકેતાંકન એ સંગ્રહની પૂર્વશરત છે.

કેટલીક વાર સંકેતાંકનની નિષ્ફળતાને કારણે સ્મૃતિની વિગતોનો સંગ્રહ થતો નથી અને વિસ્મરણ થાય છે.

માહિતી ગ્રહણ માટે કે શીખવા માટે ધ્યાન આપવાની જરૂર હોય છે એટલે પૂરતા ધ્યાનના અભાવે પણ મગજમાં માહિતી ગ્રહણ થતી નથી.

કેટલીક માહિતી ધ્યાનના અભાવે સાંવેદનિક સ્મૃતિમાંથી ટુંકા ગાળાની સ્મૃતિમાં થતું નથી અથવા અપૂરતા સાંકેતન કે રટનને લીધે માહિતીનું સંક્રમણ ટુંકા ગાળાની સ્મૃતિમાંથી લાંબા ગાળાની સ્મૃતિમાં થતું નથી. તેથી વિસ્મરણ થાય છે.

2. સંગ્રહની નિષ્ફળતા (Storage Failure) : લંબા ગાળાની સ્મૃતિમાં માહિતીનો સંગ્રહ ન થવાને કારણે અથવા સંગ્રહ હ્રાસ થવાને કારણે વિસ્મરણ થાય છે.

સંગ્રહનો હ્રાસ થવાનું એક કારણ અનુપયોગ છે. સ્મૃતિમાં જે સાહિતીનો સંગ્રહ થયો હોય તે માહિતીનો સતત ઉપયોગ કરવામાં આવે તો તેનું વિસ્મરણ થતું નથી, પરંતુ શીખેલી માહિતીનો ઉપયોગ લાંબા સામય સુધી કરવામાં ન આવે તો તેના સ્મૃતિચિહનો ઝાંખાં પડે છે. તેથી આપણને તેની વિસ્મૃતિ થાય છે.

પરંતુ અનુપયોગને કારણે શીખેલી બાબતોની મ્સૃતિ નબળી પડી હોય, તો તેનું પુનરાવર્તન કરવાથી ફરીથી તે જાગ્રત થાય છે અને પ્રથમ શિક્ષણ કરતાં ઓછા પ્રયત્નોમાં ફરી શીખી શકાય છે. દા.ત. એક વાર કમ્પ્યુટરનું શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી લાંબા સમય સુધી તે શિક્ષણનો ઉપયોગ કરવામાં ન આવે, તો તે પુનઃજાગ્રત થાય છે અને ઓછા પ્રયત્નોમાં ફરીથી શીખી શકાય છે. આ પ્રક્રિયાને ‘બચત’ તરીકે ઓળખવામાં આવે છે.

3. પુનઃપ્રાપ્તિની નિષ્ફળતા (Retrieval Failure) : કેટલાક ઘટકો શીખેલી સામગ્રીની પુનઃપ્રાપ્તિમાં અવરોધક બને છે, જેથી વિસ્મરણ થાય છે.

પુનઃપ્રાપ્તિની નિષ્ફળતા માટે કેટલીક વાર યાદ કરવાનો સંદર્ભ જવાબદાર હોય છે. કેટલીક વાર એવું જોવા મળે છે કે અગાઉ પ્રાપ્ત કરેલા અનુભવો અથવા અગાઉ મેળવેલ શિક્ષણ પુનઃયાદ કરવાનો પ્રયત્ન કરીએ ત્યારે તેની સ્મૃતિ થતી નથી. પરંતુ તે સામગ્રીને કેટલાક સંકેતો મળી જાય તો તે સામગ્રી યાદ આંંબી જાય છે. વર્ષો અગાઉ હરદ્વારના પ્રવાસ દરમિયાન મેળવેલા અનુભવો યાદ આવતા નથી પરંતુ તે જ સ્થળનો પુનઃપ્રવાસ કરતાં સ્થળ ઉપરના સંકેતો અને અનુભવો યાદ આવવા માંડે છે.

જે માહિતીની પુનઃપ્રાપ્તિ થતી નથી એ માહિતી સ્મૃતિમાંથી અદ્દશ્ય થઈ ગયેલી હોતી નથી, ફ્રોઈડેના મતમુજબ કોઈ પણ બાબત ભૂલાતી નથી, પરંતુ તે અજ્ઞાત મનમાં રહેલી હોય છે. એ માહિતીને પુનઃસ્મરણમાં આવવા માટે કેટલાક સંકેતોની જરૂર હોય છે.

લાંબા ગાળાની સ્મૃતિમાં વિસ્મરણ માટે પુનઃપ્રાપ્તિના સંકેતોની નિષ્ફળતા જવાબદાર હોય છે. અનુભવથી જણાય છે કે જે બાબતોની પુનઃપ્રાપ્તિ અશક્ય લાગતી હોય તે બાબતો યોગ્ય સંકેતો મળતા પુનઃ યાદ આવવા માંડે છે.


Advertisement
સાંકેતન કોને કહેવાય ? 

પુનઃપ્રાપ્તિ એટલે શું ? 

Advertisement