Chapter Chosen

સમાજશાસ્ત્ર પરિચય

Book Chosen

સમાજ્શાસ્ત્ર ધોરણ 11

Subject Chosen

સમાજ શાસ્ત્ર

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement
સમાજશાસ્ત્રનો શબ્દાર્થ સમજાવી, સમાજશાસ્ત્રના ઉદભવ વિશે નોંધ લખો.

સમાજશાસ્ત્રનો અર્થ :

સમાજશાસ્ત્રને અંગ્રેજી ભાષામાં કહેવામાં આવે છે. શબ્દ મૂળ લૅટિન ભાષાના અને ગ્રીક ભાષાના શબ્દ પરથી બન્યો છે. શબ્દનો ગુજરાતી ભાષામાં સમાજ સાથે
સંકળાયેલું અને શબ્દનો ગુજરાતી ભાષામાં નો અભ્યાસ, નું જ્ઞાન, વિજ્ઞાન’ અર્થ થાય છે.

શબ્દનો ગુજરાતી ભાષામાં ‘સમાજ સાથે સંકળાયેલી બાબતોનો અભ્યાસ’, સમાજ સાથે સંકળાયેલું જ્ઞાન અથવા સમાજ સાથે સંકળાયેલું વિજ્ઞાન એમ અર્થ થાય છે. આમ,
શબ્દની વ્યુત્યત્તિની દ્રષ્ટિએ સમાજશાસ્ત્ર એટલે સમાજ સાથે સંબંધિત હકીકતોનું વૈજ્ઞાનિક અધ્યયન.

સમાજશાસ્ત્રનો ઉદભવ :

સમાજના અભ્યાસ અંગેનું ચિંતન માનવજાત જેટલું જુનું છે. પ્લેટોથી શરૂ કરીને સેંટ સીમોન સુધીના વિચારકોએ ‘સમાજ’ અંગે ઊંડાણપૂર્વક ચિંતન કર્યું છે.

સમાજશાસ્ત્રના ઉદભવમાં પશ્વિમ પુરોપમાં આવેલાં સામાજિક પરિવર્તનો, નવજાગૃતિ, ઇંલ્ગૅન્ડ્માં થયેલી ઔદ્યોગિક ક્રાંતિ, ફ્રાંસની રાજ્યક્રાંતિ તથા પુરોપના દેશોમાં થયેલાં રાજકીય પરિવર્તનોએ સમાજશાસ્ત્રના ઉદભવ માટે વૈચારિક, સામાજિક અને આર્થિક ભુમિકાઓ પુરી પાડી.

આ બધાં પરિબળોને કારણે સમાજજીવનમાં અનેકવિધ સામાજિક અને આર્થિક પરિવર્તનો આવ્યાં. આ પરિવર્તનોને કારણે સર્જાયેલા પ્રશ્નો અને તેની સમસ્યાઓનો ઉકેલ પરંપરાગત ધાર્મિક જ્ઞાન અને તત્વજ્ઞાન લાવી શક્યું નહી.

ઔદ્યોગિક ક્રાંતિના કારણે નવા નવા ઉદ્યોગોની સ્થાપના થઇ. આ ઉદ્યોગોમાં કામ કરતા શ્રમજીવીઓના શોષણના પ્રશ્નો ઉભા થયા.

ફ્રાન્સમાં લૂઈ રાજાઓની અન્યાયી શાસનવ્યવસ્થાના કારણે સામાજિક અવ્યવસ્થાની પરિસ્થિતિ ઉભી થઈ. ફ્રાન્સમાં ક્રાંતિ થતાં પરંપરાગત રાજાશાહીનો અંત આવ્યો અને રાજકીય સંસ્થાઓમાં પરિવર્તન આવ્યાં.

વૈજ્ઞાનિક શોધખોળો અને નવા દરિયાઇ માર્ગના શોધના પરિણામે વિશ્વનાં જુદકં જુદાં રાષ્ટ્રો એકબીજાના સંપર્કમાં આવ્યા. વિશ્વના સમાજો વચ્ચેના સંપર્કો સરળ બનતાં એક નવું વિશ્વ અસ્તિત્વમાં આવ્યું.

આ બધાં પરિબાળોને યથાર્થ રીતે સમજવાં હોય તો માનવીના સમાજજીવનનો વસ્તુલક્ષી અને વૈજ્ઞાનિક અભિગમથી તથા વ્યવસ્થિત પદ્વતિથી અભ્યાસ થાય તે આવશ્યક અને અનિવાર્ય બન્યું.

સમાજમાં સુવ્યવસ્થા જળવાય અને સમાજ પ્રગતિ કરે એ ઉદેશથી ફ્રાન્સના વિદ્વાન દાર્શનિક ઑગસ્ટ કાંતે સૌપ્રથમ દ્વષ્ટિબિંદુથી સમાજને વસ્તુલક્ષી રીતે સમજવાનો અભ્યાસ કર્યો.

ઑગસ્ટ કૉંતને લાગ્યું કે કુદરતી ઘટનાઓની જેમ સમાજમાં બનતી તમામ ઘટનાઓનો પણ વૈજ્ઞાનિક રીતે અભ્યાસ થઈ શકે છે.

ઇ.સ. 1838 થી 1842 દરમિયાન ઑગસ્ટ કૉંતે ‘Positive Philosophy’ નામની ગ્રંથશ્રેણીના છ ભાગ લખ્યા. જેમાં તેમણે સમાજના વૈજ્ઞાનિક અભ્યાસ અંગેના વિવિધ સિદ્વાંતો રજૂ કર્યા.

ઑગસ્ટ કૉંતે સમાજ અંગેના પોતાના આ વૈજ્ઞાનિક અભ્યાસને સૌપ્રથમ ‘સામાજિક ભૌતિકશાસ્ત્ર’ નામ આપ્યું. પરંતુ વધુ વિચારણાને અંતે તેમને આ શીર્ષક પોતાના અભ્યાસ અંગે બંધસેસતું લાગ્યું નહી. આથી તેમને ઇ.સ. 1839માં પોતાના અભ્યાસને ‘સામાજિક ભૌતિકશાસ્ત્ર’ ના બદલે ‘સમાજશાસ્ત્ર’ નામ આપ્યું. આથી ઑગસ્ટ કૉંતને ‘સમાજશાસ્ત્રના પિતા’ તરીકે ઓળખવામાં આવે છે.

સમાજશાસ્ત્ર વિષયના ઉદભવમાં ફ્રાન્સના ઇમાઇલ દુર્ખિમનું મહત્વનું સ્થાન છે. તેઓ સમાજશાસ્ત્રના પ્રથમ પ્રધ્યાપક હતા.

સમાજશાસ્ત્રની વિશિષ્ટ પરંપરાઓનો વિકાસ કરવામાં ઈંગ્લૅન્ડના જ્હૉન સ્ટિઅર્ટ મિલ અને હર્બર્ટ સ્પેન્સર, જર્મનીમાં કાર્લ માર્કસ અને મેક્સવેબરે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે.

શરૂઆતના સમયગાળામાં આ સૌ સમાજશાસ્ત્રીઓએ આપેલા અનન્ય પ્રદાનને કારણે તેઓ ‘પ્રશિષ્ટ સમાજશાસ્ત્રીઓ’ તરીકે ઓળખાય છે.

ફ્રાન્સ, ઈંગ્લૅન્ડ અને જર્મની બાદ સમાજશાસ્ત્ર વિશ્વના અન્ય દેશોમાં શરૂ થયું અને વિકાસ પામ્યું.

ઉચ્ચ શિક્ષણના ભાગરૂપે વિશ્વની અનેક યુનિવર્સિટીઓમાં સમાજશાસ્ત્ર વિષયનો અભ્યાસ શરૂ થયો. યુનિવર્સિટીના સમાજશાસ્ત્રના વિભાગોએ આ ક્ષેત્રે અનેક સંશોધન કર્યા.

સામાજિક સંશોધનની સંસ્થાઓએ આ કાર્યમાં સહકાર આપ્યો.

જુદા જુદા દેશોની સરકારોએ પોતાના દેશના સામાજિક અને આર્થિક પ્રશ્નોના ઉકેલ માટે સમાજશાસ્ત્રીઓના અભ્યાસનો અને સંશોધનમાહિતીઓનો ઉપયોગ કર્યો.

આમ, સમાજશાસ્ત્રનો વિશ્વિક સ્તરે ઉદભવ અને વિકાસ થયો.


Advertisement
સમાજશાસ્ત્રનું વિષયવસ્તુ સમજાવો. 

ભારતમાં સમાજશાસ્ત્રનો વિકાસ :  ટુંકનોંધ લખો. 

ઇમાઇલ દુર્ખિમ અને મેક્સવેબરનું સમાજશાસ્ત્રમાં પ્રદાન જણાવો. 

સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન : ટુંક નોંધ લખો. 

Advertisement